Sabarkantha : ચૂંટણીનો ધમધમાટ શરૂ, 8 તાલુકાની 395 ગ્રામ પંચાયત પર યોજાશે Election!
- Sabarkantha માં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ
- 54 વાંધાનો નિકાલ, 267 ગ્રામ પંચાયતની સામાન્ય, 128 પેટાચૂંટણી યોજાઈ શકશે
- ગામડાઓમાં ચૂંટણી લડવા માટે યુવા વર્ગમાં થનગનાટ શરૂ થયો
સાબરકાંઠા જિલ્લાનાં (Sabarkantha) 8 તાલુકામાં અનેક ગ્રામ પંચાયતોનાં સરપંચ અને વોર્ડનાં સભ્યોની મુદત પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે તંત્ર દ્વારા જે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાર યાદી તથા ગ્રામ પંચાયતોમાંથી વિભાજિત કરાયેલ ગ્રામ પંચાયતોનાં મતદારોએ વિવિધ વાંધાઓ તંત્ર સમય રજૂ કર્યા હતા, જેનો નિકાલ થઈ ગયા બાદ હવે કેટલીક ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી સહિત સાબરકાંઠાની 395 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાનાં સંજોગ ઉજળા બન્યા છે. જો કે, તંત્ર દ્વારા સરપંચ માટેનાં રોટેશન જાહેર કર્યા બાદ અને વિવિધ પ્રકારનાં 54 વાંધાઓનો નિકાલ થયા બાદ હવે ચૂંટણીની તૈયારીઓ લગભગ પૂર્ણતાનાં આરે આવી ગઈ છે.
આ અંગે જિલ્લા ચૂંટણી શાખાનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગર (Himmatnagar), પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર, ખેડબ્રહ્મા (Khedbrahma), ઇડર અને પોશીનાની ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે તંત્ર દ્વારા થોડાક સમય અગાઉ સરપંચ પદ માટે રોટેશન જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઇડર, વડાલી, વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાની મુદત પૂર્ણ થતી ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો - Sabarkantha : ઇડર માર્કેટ યાર્ડમાં કર્મચારીઓની ભરતી વિવાદમાં નવો વળાંક!
અનેક યુવાનો દ્વારા રણનીતિ તૈયાર કરીને મતદારોનો સંપર્ક કરવાનું શરૂ કરાયું
વર્ષ 2021 ના રોટેશન પ્રમાણે OBC અનામત જાહેર કરાઇ છે. એસસી અને એસટી અનામત કેટેગરીમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરાયો નથી. સાબરકાંઠા જિલ્લામાં (Sabarkantha) છેલ્લા કેટલાક સમયથી મુદત વિતી જતા ગ્રામ પંચાયતોની ચૂંટણીને (Gram Panchayats Election) લઈને તંત્ર દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. ત્યારે જે ગામમાં ચૂંટણી યોજાવાની છે તેવા ગામોમાં અનેક યુવાનો દ્વારા રણનીતિ તૈયાર કરીને મતદારોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. સાથોસાથે વોર્ડની ચૂંટણી માટે પણ સળવળાટ શરૂ થઈ ચૂકયો છે.
કયા તાલુકાની કેટલી બેઠકો કઈ હશે ?
હિંમતનગર તાલુકામાં (Himmatnagar) 12, પ્રાંતિજ તાલુકામાં 11, તલોદમાં 15, વડાલી 4, વિજયનગર 1, ખેડબ્રહ્મા 3, ઇડર 12 અને પોશીના તાલુકામાં શૂન્ય ઓ.બી.સી. અનામત બેઠકો જાહેર કરવામાં આવી છે. અગાઉ ગ્રામ પંચાયતમાં 10 ટકા ઓબીસી અનામત હતી જે હવે વધીને 27 ટકા થઇ છે.
આ પણ વાંચો - Gandhinagar : મહેસૂલ વિભાગમાં બદલીઓને લઈ મોટા સમાચાર, એક સાથે 24 મામલતદારની બદલી
સાબરકાંઠામાં 395 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે
સાબરકાંઠાની 8 તાલુકાની 267 ગ્રામ પંચાયતની સામાન્ય, 128 પેટા ચૂંટણી યોજાનાર છે જે પૈકી હિંમતનગર તાલુકાની 84 માંથી 34 સામાન્ય, 10 વિભાજિત અને 40 પેટા, પ્રાંતિજ તાલુકાની 54 માંથી 26 સામાન્ય, 13 વિભાજિત અને 15 પેટા, તલોદમાં 61 માંથી 30 સામાન્ય, 24 વિભાજન અને 7 પેટા, વડાલીમાં 33 માંથી 14 સામાન્ય અને 19 પેટા, વિજયનગરમાં 23 માંથી 8 સામાન્ય, 11 વિભાજિત અને 4 પેટા, ખેડબ્રહ્મામાં 40 માંથી 14 સામાન્ય, 18 વિભાજન અને 8 પેટા, ઇડરમાં 77 માંથી 27 સામાન્ય, 16 વિભાજન અને 34 પેટા તથા પોશીનામાં 23 માંથી 1 સામાન્ય, 21 વિભાજન અને 1 પેટા ચૂંટણી યોજાશે.
વાંધા કેવા પ્રકારના હતા ?
સાબરકાંઠા જિલ્લામાં (Sabarkantha) કૂલ 54 વાંધાઓ તંત્ર સમક્ષ રજૂ કરાયા હતા, જેથી ગુણદોષની તપાસ કરાયા બાદ તેનો નિકાલ કરાયો છે. આ વાંધાઓમાં મોટાભાગે વિસ્તાર ફેરફાર, વોર્ડ ફેરફાર, નામ સુધારણા, નામ ફેરફારના વાંધાઓ હતાં, જેને નિયમ અનુસાર દૂર કરવામાં આવ્યાં હતાં.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Bhavnagar : છત્તીસગઢમાં નક્સલી હુમલામાં દેવગાણા ગામનાં જવાન શહીદ, આવતીકાલે વતનમાં અંતિમવિધિ