Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ 4,89,722 બાળકોનાં આરોગ્યની ચકાસણી

છેલ્લા એક વર્ષમાં આરોગ્ય વિભાગની 29 ટીમ દ્વારા વિવિધ શાળાઓમાં જઈને અંદાજે 4,89,722 બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.
sabarkantha   બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ 4 89 722 બાળકોનાં આરોગ્યની ચકાસણી
Advertisement
  1. Sabarkantha જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોનાં આરોગ્યની તપાસ
  2. RBSK કાર્યક્રમ અંતર્ગત 29 ટીમ દ્વારા બાળકોનાં સ્વાસ્થ્યની તપાસ કરાઈ
  3. અંતરિયાળ વિસ્તારોને ખુંદી વિવિધ બીમારીથી પીડાતા બાળકોને શોધી કાઢી સારવાર અપાઈ

સાબરકાંઠા જિલ્લામાં (Sabarkantha) RBSK કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં આવેલ અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા બાળકો કોઈપણ રોગથી પીડાય છે કે નહીં તેની ચકાસણી કરવા માટે છેલ્લા એક વર્ષમાં આરોગ્ય વિભાગની 29 ટીમ દ્વારા વિવિધ શાળાઓમાં જઈને અંદાજે 4,89,722 બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન વિવિધ રોગથી પીડાતા બાળકોને શોધી જરૂર પડે તેમને વધુ સારવાર પણ વિનામૂલ્યે અપાઈ હતી.

RBSK કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠામાં (Sabarkantha) આવેલ પ્રાથમિક, માધ્યમિક, આંગણવાડી સહિતની અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા બાળકોનાં આરોગ્યની ચકાસણી કરવા માટે જાન્યુઆરી 2024 થી જાન્યુઆરી-2025 દરમિયાન અંદાજે 4,89,722 બાળકોનાં આરોગ્યની તપાસ કરાઈ હતી, જે પૈકી 183 હૃદયરોગગ્રસ્ત બાળકો શોધાયા છે. તેમાંથી 50 બાળકોની સર્જરી સરકારની યોજના હેઠળ મફત કરવામાં આવી છે અને અન્ય બાળકોને નિષ્ણાત તબીબની સલાહ અનુસાર સારવાર ચાલી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Anand : રૂપિયા લઈ દાખલો કઢાવી આપતી મહિલાનાં Video અંગે જિલ્લા કલેક્ટરની સ્પષ્ટતા

Advertisement

ક્લબ ફૂટથી પીડિતા 40 પૈકી 37 બાળકોની સારવાર કરાઈ

ઉપરાંત કિડનીનાં-48, કેન્સરનાં 34, કરોડરજ્જુની જન્મજાત ખામીવાળા-15 તથા અન્ય બીમારીનાં-388 બાળકોને સંદર્ભ સેવાઓ લેવા માટે સંદર્ભકાર્ડ ભરી નિયત હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. જન્મજાત હોઠ કપાયેલા (કલેફ્ટ લિપ એન્ડ પેલેટ) 39 બાળકોને શોધી તેમાથી 11 બાળકોનાં ઓપરેશન થયા છે અને બાકી બાળકોને યોગ્ય ઉંમરે ઓપરેશન કરાવવામાં આવશે. ક્લબ ફૂટ (જન્મજાત વાંકા પગ) નાં કિસ્સામાં 40 બાળકોને શોધી 37 બાળકોની સારવાર પ્લાસ્ટર અને ઓપરેશન બાદ અપંગતાથી મુક્ત થઈ સામાન્ય જીવન જીવી રહ્યા છે. બાકીનાં 3 બાળકો હજું સારવાર હેઠળ છે.

આ પણ વાંચો - જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પ્ણી કરનારા Gyan Prakash Swami પર લાલઘૂમ થયા ગિરિશ કોટેચા!

RBSKની ટીમનાં પ્રયાસથી બાળકોને નવું જીવન મળ્યું

આરબીએસકેની ટીમોનાં પ્રયાસથી બાળકોનાં જીવનને બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાઈ છે. તંદુરસ્ત કિશોરાવસ્થા માટે પણ શાળામાં માસિકસ્ત્રાવ સંબંધી સ્વચ્છ્તા, સાપ્તાહિક આર્યન ફોલિક એસિડ પુરક પોષણ , માનસિક સ્વાસ્થય, હેન્ડવોશ ટેકનિક, વ્યસનમુકત જીવન જેવા જરુરી વિષયો પર આરોગ્ય શિક્ષણ (Health Education) આપવામાં આવે છે. આ ટીમો દ્વારા ડિલિવરી પોઇન્ટ પર મુલાકાત કરી નવજાત શિશુઓને જન્મજાત બીમારીઓ માટે જરૂરી સારવાર અને આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવે છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો - Botad : ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં એક બાદ એક સાધુઓનાં અશ્લીલ વીડિયો વાઇરલ થતાં ખળભળાટ!

Tags :
Advertisement

.

×