Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Sabarkantha: હિંમતનગર પાલિકાની ‘ડેસ્ટિનેશન બજેટ સભા’, 35 કિમી દૂર મોંઘાદાટ રિસોર્ટમાં જમણવાર-જલસા વચ્ચે બજેટ સભા!

સામાન્ય સભા હવે એસી હોલમાં નહીં, 35 કિમી દૂર મોંઘાદાટ રિસોર્ટમાં યોજાશે. 28.500નું રોકાણ અને શાહી જમણવાર વચ્ચે પ્રજાના બજેટની ચર્ચા થશે. પ્રજાના પૈસાનો આવો ધુમાડો જોઈને તો કહેવું જ પડે, 'આ છે વિકાસની હાઈપ્રોફાઈલ પાઠશાળા?
sabarkantha  હિંમતનગર પાલિકાની ‘ડેસ્ટિનેશન બજેટ સભા’  35 કિમી દૂર મોંઘાદાટ રિસોર્ટમાં જમણવાર જલસા વચ્ચે બજેટ સભા
Advertisement
  • Sabarkantha: "હિંમતનગર પાલિકાની નવી સ્ટાઇલ!
  • "શહેરના રસ્તા ભલે તૂટેલા હોય, પાણીની પાઇપ ભલે ફૂટેલી હોય,
  • પણ નગરસેવકોનો ઠાઠ ન ખૂટે, રિસોર્ટમાં બજેટ ભલે પ્રજાને લૂંટે!"
  • હિંમતનગર પાલિકાની ‘ડેસ્ટિનેશન બજેટ સભા’
  • પાલિકાના જલસા, પ્રજાના ખિસ્સે, નગરસેવકો રિસોર્ટમાં!
  • શહેરના રસ્તામાં ખાડા, પણ નેતાઓને રિસોર્ટના મેવા વહાલા!
  • જનતાના વેરાનો ધુમાડો: પાલિકાની 'હાઈપ્રોફાઈલ' બજેટ સભા!
  • નેતાઓ 'ઇન રિસોર્ટ', જનતા 'ઇન શોક'!
  • બજેટની ચર્ચા કે ખાણીપીણીની જ્યાફત? હિંમતનગર પાલિકા સવાલોના ઘેરામાં!

Sabarkantha: વાહ રે પાલિકા! શહેરમાં ખાડા પૂરવાનું બજેટ નથી, પણ નગરસેવકો (Municipal workers) ને રિસોર્ટમાં મેવા ખવડાવવા 28 હજારનું ભાડું ખર્ચવાનું બજેટ ચોક્કસ છે. હવે જનતાના ટેક્સના પૈસે 'ડેસ્ટિનેશન બજેટ સભા' (Destination Budget Meeting) યોજાશે. સેવા કરવાના નામે રિસોર્ટના જલસા! પ્રજા પૂછી રહી છે - આ ખર્ચ કોના ખિસ્સાનો?"

સાબરકાંઠાના હિંમતનગર નગરપાલિકા (Himmatnagar Municipality) એ આ વખતે બજેટ રજૂ કરવા માટે એક એવી નવી પ્રણાલી (System) શરૂ કરી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં વિવાદ અને ચર્ચાઓ જાગી છે. પાલિકાની સામાન્ય સભા (General Meeting) જે નગરપાલિકાના સભાખંડમાં યોજાતી હોય છે, તેને બદલે આ વખતે શહેરથી 35 કિલોમીટર દૂર એક અત્યંત મોંઘા અને આલીશાન ખાનગી રિસોર્ટ (Private Resort) માં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો---- Banaskantha: દિયોદરમાં આંગણવાડી બહેનોનો ઉગ્ર વિરોધ, પડતર માંગણીઓ મુદ્દે તાલુકા પંચાયતમાં ગૂંજી 'રામધૂન'

Advertisement

Sabarkantha 01_GUJARAT_FIRST

Sabarkantha: સેવાના નામે રિસોર્ટમાં જ્યાફત

નગરસેવકો જેમને જનતાની સેવા કરવા માટે ચૂંટવામાં આવ્યા છે, તેઓ હવે 'ડેસ્ટિનેશન વેડિંગ' (Destination Wedding) ની જેમ 'ડેસ્ટિનેશન બજેટ સભા' યોજી રહ્યા છે. આક્ષેપ થઈ રહ્યો છે કે બજેટની ગંભીર ચર્ચાઓને બદલે રિસોર્ટમાં મોંઘાદાટ ખાણીપીણી (Catering) અને રોકાણ (Stay) પાછળ પ્રજાના પૈસાનો ધુમાડો કરવામાં આવશે. નગરસેવકો સેવાના નામે રિસોર્ટના મોંઘા મેવા આરોગશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો---- Anti-Drug Campaign : ₹3,727 કરોડનું ડ્રગ્સ જપ્ત, માફિયાઓની મિલકતો પર ફરી વળ્યું 'દાદાનું બુલડોઝર'

Sabarkantha: લાખોનો ખર્ચ અને અનેક સવાલો

આ હાઈપ્રોફાઈલ (High Profile) સભાને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ રિસોર્ટમાં માત્ર એક દિવસના રોકાણનું ભાડું અંદાજે 28,500 જેટલું માતબર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સવાલ એ ઉઠે છે.

પાલિકા સામે ઉઠતા સવાલો

  • શહેરના કામો માટેનું બજેટ રજૂ કરવા માટે રિસોર્ટમાં જવાની શું જરૂર હતી?
  • આ મોંઘાદાટ આયોજનનો ખર્ચ (Expense) કોણ ઉઠાવશે?
  • શું પ્રજાના વેરાના પૈસા આ રીતે મોજશોખ પાછળ વાપરવા યોગ્ય છે?

Sabarkantha: વિરોધના એંધાણ!

હિંમતનગર નગરપાલિકાની આ નવી પ્રથા સામે વિપક્ષ અને સામાન્ય જનતામાં ભારે રોષ (Anger) જોવા મળી રહ્યો છે. જ્યારે શહેરના રસ્તા અને પાણી જેવી પાયાની સુવિધાઓ માટે બજેટની અછત વર્તાતી હોય, ત્યારે સત્તાધીશો દ્વારા કરવામાં આવતો આ ભપકો ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો---- Bhavnagar: મોબાઈલ ટાવર સામે જનઆક્રોશ, 'કિરણો હાનિકારક છે' તેમ કહી ચંદ્રહીલ સોસાયટીના રહીશોનો વિરોધ

 

Tags :
Advertisement

.

×