ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SABARKANTHA : ભારે વરસાદને પગલે મેશ્વો નદીમાં આવ્યા નવા નીર

અહેવાલ - યશ ઉપાધ્યાય , સાબરકાંઠા    ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જિલ્લામાં વરસાદનો પ્રથમ રાઉન્ડ ધમાકેદાર રહ્યો છે ત્યારે વરસાદના બીજા...
02:52 PM Jul 07, 2023 IST | Hiren Dave
અહેવાલ - યશ ઉપાધ્યાય , સાબરકાંઠા    ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જિલ્લામાં વરસાદનો પ્રથમ રાઉન્ડ ધમાકેદાર રહ્યો છે ત્યારે વરસાદના બીજા...

અહેવાલ - યશ ઉપાધ્યાય , સાબરકાંઠા 

 

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જિલ્લામાં વરસાદનો પ્રથમ રાઉન્ડ ધમાકેદાર રહ્યો છે ત્યારે વરસાદના બીજા રાઉન્ડમાં પણ મેઘરાજાએ આવિરત પાણી વરસતા ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ગોરઠીયા ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાંથી પસાર થતી મેશ્વો નદી આવ્યા નવા નીર આવતા મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે જગતના તાત ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે

નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાંથી મેશ્વો નદી પસાર થાય છે તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ભાગરૂપે મેઘરાજાએ ખેડૂતો માટે આશીર્વાદરૂપ એવા વરસાદની કૃપા વરસાવી છે

ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં ગોરઠીયા ડેમમાં થી પાણી છોડવામાં આવ્યું હોવાથી મેશ્વો નદી થઈ બે કાંઠે થતા મેશ્વો નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ થયાં છે જ્યારે બીજી તરફ મેશ્વો નદીમાં પાણી છોડતા મોટાચેખલા, આંત્રોલી, તાજપુર કેમ્પ, જેવા ગામોને તંત્ર દ્વારા સતર્ક કરાયા છે તેમજ નદી કિનારા પાસેના ગામલોકોને નદી કિનારે ન જવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે

આપણ  વાંચો-GUJARAT RAIN : ભારે વરસાદથી મહેસાણામાં જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Tags :
Farmers happyGorthia DamMeshvo RiverMeteorological DepartmentSabarkantha
Next Article