ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sabarkantha News : TUITION CLASSES માંથી SCHOOL TRUSTEE બનેલા સંચાલકો ગ્રામ પંચાયતના કાયદાને ઘોળીને પી ગયા

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના મહાવીર નગર વિસ્તારમાં કેટલાક વર્ષો અગાઉ ટ્યુશન ક્લાસીસ ચલાવતા કેટલાક શિક્ષકો - સંચાલકો ટૂંકા ગાળામાં જ આર્ટસ કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસેથી મસમોટી ફી વસુલીને પ્રાથમિક - માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકો...
09:12 AM Sep 17, 2023 IST | Dhruv Parmar
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના મહાવીર નગર વિસ્તારમાં કેટલાક વર્ષો અગાઉ ટ્યુશન ક્લાસીસ ચલાવતા કેટલાક શિક્ષકો - સંચાલકો ટૂંકા ગાળામાં જ આર્ટસ કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસેથી મસમોટી ફી વસુલીને પ્રાથમિક - માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકો...

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના મહાવીર નગર વિસ્તારમાં કેટલાક વર્ષો અગાઉ ટ્યુશન ક્લાસીસ ચલાવતા કેટલાક શિક્ષકો - સંચાલકો ટૂંકા ગાળામાં જ આર્ટસ કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસેથી મસમોટી ફી વસુલીને પ્રાથમિક - માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકો બની ગયા છે. શાળાના સંચાલકોએ હિંમતનગર તાલુકાના આકોદરા ગ્રામ પંચાયત હસ્તક આવેલી જમીનમાં મસમોટું શિક્ષણ સંકુલ બનાવી શિક્ષણના ધીકતા ધંધામાં ઝંપલાવ્યું છે.

ટ્યુશન ક્લાસીસ માંથી સ્કૂલના ટ્રસ્ટી બનેલા સંચાલકોએ રાજકીય વર્ગ હેઠળ ટૂંકા ગાળામાં જ શિક્ષણ ને લગતી વિવિધ ફેકલ્ટીઓ યોજના ધોરણે શાળામાં શરૂ કરી દીધી હતી અને શાળામાં અભ્યાસ સાથે આવતા પ્રાથમિક માધ્યમિક અને માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ પાસેથી મબલકથી ઉઘરાવી રહ્યા છે. પરંતુ આકોદરા ગ્રામ પંચાયત હસ્તકની જમીનમાં મસમોટું શિક્ષણ સંકુલ બનાવી જાણે કે પંચાયતી કાયદાને ગોળીને પી ગયા હોય એવો માહોલ પ્રવર્તી રહ્યો છે શહેરના એક જાગૃત આર.ટી.આઈ એક્ટિવિસ્ટે આકોદરા ગ્રામ પંચાયતમાં આર.ટી.આઈ એક્ટ હેઠળ માહિતી માગતા શાળાના સંચાલકોનો ભંડાફોડ કર્યો છે રાજકીય વર્ગ ધરાવતા શાળાના સંચાલકો જાણે કે કાયદાને ગોળીને પી ગયા હોય એમ નિયમોનો ઉલાળીયો કરતા આકોદરા ગ્રામ પંચાયતના તલાટીએ છેવટે બાકી નીકળતો 3.33 લાખનો પંચાયતી વેરો વસૂલવા માટે નોટિસ ફટકારતાં સમગ્ર શિક્ષણ આલમમાં ફફડાટ નો માહોલ સર્જાયો છે

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર તાલુકાના આકોદરા મુકામે આવેલી પરફેક્ટ સ્કૂલના સંચાલકો પંચાયતી કાયદાને જાણે કે ગોળીને પી ગયા હોય એવો માહોલ પ્રવર્તી રહ્યો છે. ત્યારે હિંમતનગર શહેરના મહાવીર નગર વિસ્તારમાં વર્ષો અગાઉ ટ્યુશન ક્લાસીસ ચલાવતા કેટલાક શિક્ષકો - સંચાલકો દ્વારા આકોદરા ગ્રામ પંચાયત હસ્તકની જમીનમાં ઊભી કરવામાં આવેલી શાળાના સંચાલકો પંચાયતી વિરુદ્ધ ભરવામાં ઠાગાઠૈયા કરતા હોવાની ચોકાવનારી વિગતો સામે આવી રહી છે. શહેરના એક જાગૃત નાગરિક આર.ટી.આઈ એક્ટિવિસ્ટે આકોદરા ગ્રામ પંચાયત સમક્ષ આરટીઆઇ હેઠળ માહિતી માંગતા રાજકીય વર્ગ ધરાવતા શાહના સંચાલકોનો ભાંડાફોડ થયો છે.

બીજી તરફ ટ્યુશનયા શિક્ષકમાંથી શાળાના સંચાલકો બનેલા ટ્રસ્ટીઓએ શાળા સંકુલમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સહિત આર્ટસ કોમર્સ અને સાયન્સ સહિતની વિવિધ ફેકલ્ટીઓ મારફતે શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પાસેથી મસમોટી ફી વસૂલી રહ્યા છે પરંતુ આકોદરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા બે વર્ષથી બાકી 3.33 લાખનો વેરો ભરવામાં શાળાના સંચાલકો ઠાગાઠૈયા કરતા છેવટે ગ્રામ પંચાયતના તલાટીએ પરફેક્ટ સ્કૂલના સંચાલકોને નોટિસ ફટકારી નોટિસ મળેથી રકમ ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારી છે વધુમાં નોટિસમાં જણાવ્યા મુજબ જો દિન-3 માં શાળા સંચાલકો દ્વારા છેલ્લા બે વર્ષના બાકી નીકળતા વેરાની ભરપાઈ કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પંચાયતી સેવાઓ ઉપર પૂર્ણવિરામ મૂકવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે પરફેક્ટ સ્કૂલમાં વિવિધ ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓ પાસેથી ફી મામલે પાકી પાવતીના બદલે ચિઠ્ઠીનો વ્યવહાર કરતા અને મસમોટી ફી વસૂલતા શાળાના સંચાલકો રાજકીય વગ હેઠળ છેલ્લા બે વર્ષથી બાકી નીકળતા પંચાયતી વેરો મામલે ! પંચાયતી કાયદાનો આદર કરશે કે ... ! પછી સમગ્ર મામલો રફેદફે કરી દેશે ... ! એ તો સમય જ બતાવશે ... !

શિક્ષણ અધિકારી દ્વારા શાળાની ઓચિંતી મુલાકાત લઈ વિવિધ નિયમો અંતર્ગત તપાસ હાથ ધરવામાં આવે

અત્રે ઉલ્લેખનીએ છે કે, રાજકીય વર્ગ ધરાવતા પરફેક્ટ સ્કૂલના સંચાલકો શાળા સંકુલમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સહિત આર્ટસ કોમર્સ અને સાયન્સ સહિતની વિવિધ ફેકલ્ટીઓ મારફતે શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પાસેથી પ્રથમ , દ્વિતીય અને દ્વિતીય સત્રની ફી મામલે કડક ઉઘરાણીઓ કરતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. શાળાના સંચાલકો દ્વારા સ્કૂલ ગણવેશ તેમજ ટ્રાવેલિંગ ફી તેમ જ અન્ય સંસ્થાકીય ફી મામલે વિદ્યાર્થીઓને સરેજહા વર્ગખંડમાં ઊભા કરી કડક ઉઘરાણી કરતા અંદરખાને કેટલાક વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.

પરંતુ બાળકોના ઉજવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી અને વાલી શાળા સંચાલકોની આ ખુલ્લેઆમ દાદાગીરી રે પડકારી શકતા નથી ત્યારે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગના શિક્ષણ અધિકારી દ્વારા શાળાની ઓચિંતી મુલાકાત લઈ શિક્ષણને લગતા વિવિધ નિયમો અંતર્ગત તપાસ હાથ ધરવામાં આવે તો ફી મામલે પાકી પાવતી ને બદલે ચિઠ્ઠી વ્યવહાર સહિત અનેક ઘણા પ્રકારના રહસ્યો ઉજાગર થાય તેમ છે તેવી ચર્ચા એ પણ જોર પકડયું છે

આકોદરા ગામ પંચાયતના તલાટી અભિષેક ચૌધરી શું કહે છે ... ?

હિંમતનગર શહેરના એક જાગૃત નાગરિક આર.ટી.આઈ એક્ટિવિસ્ટે આરટીઆઈ એક્ટ હેઠળ માગેલી માહિતીમાં શાળા સંચાલકો પંચાયતી કાયદાઓને જાણે કે ગોળીને પી ગયા હોય તેવી બાકી નીકળતી પંચાયતી વેરાની ઉજાગર થયેલી માહિતી મામલે આકોદરા ગ્રામ પંચાયતના તલાટી અભિષેક ચૌધરી ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા પરફેક્ટ સ્કૂલના સંચાલકોને છેલ્લા બે વર્ષથી બાકી નીકળતાં અધ્ધર 3.33 લાખના પંચાયતી વેરા મામલે અવારનવાર નોટીશો પાઠવવામાં આવી હતી પરંતુ શાળાના સંચાલકો દ્વારા ગત વર્ષ તેમજ ચાલુ વર્ષનો બાકી નીકળતો વેરો ભરવામાં નિરસતા દાખવતાં છેવટે ફરી એકવાર પંચાયતી વેરાની વસુલાત માટે નોટિસ ફટકારવામાં આવી છે અને નોટિસ મળે થી દિન ત્રણમાં પંચાયતી વેરો ભરી જવા માટે તાકીદ કરવામાં આવી છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે કર્યા મા રેવાના જળના વધામણાં, સરદાર સરોવર ડેમ 138 ને પાર, PM મોદીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા…

Tags :
Gram PanchayatGujaratPERFECT SCHOOLSabarkantha NewsScamSCHOOL TRUSTEEScrimeTUITION CLASSES
Next Article