ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sabarkantha News: પોશીના પંથકના લોકો ઝંખે છે રસ્તો...દર્દીને ઝોળીમાં નાખી સારવારમાં લઈ જવો પડે છે

Sabarkantha News: 21 મી સદીમાં કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અનેક વિકાસકામો યોજનાઓ થકી કરાઈ રહયા છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આજે પણ લોકોને અવર જવર કરવા માટે ઉબડખાબડ રસ્તાનો સહારો લેવો પડે છે. ગામથી 3 કિમી દૂર એમ્બ્યુલન્સ...
10:26 PM Feb 21, 2024 IST | Aviraj Bagda
Sabarkantha News: 21 મી સદીમાં કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અનેક વિકાસકામો યોજનાઓ થકી કરાઈ રહયા છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આજે પણ લોકોને અવર જવર કરવા માટે ઉબડખાબડ રસ્તાનો સહારો લેવો પડે છે. ગામથી 3 કિમી દૂર એમ્બ્યુલન્સ...
The people of Poshi parish are longing for a way...the patient has to be carried in a bag for treatment.

Sabarkantha News: 21 મી સદીમાં કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અનેક વિકાસકામો યોજનાઓ થકી કરાઈ રહયા છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આજે પણ લોકોને અવર જવર કરવા માટે ઉબડખાબડ રસ્તાનો સહારો લેવો પડે છે.

ગામથી 3 કિમી દૂર એમ્બ્યુલન્સ ઉભી રહે છે

ત્યારે તાજેતરમાં સાબરકાંઠાના પડાપાટ ગામના એક મહિલા ગમે તે કારણસર બિમારીમાં સપડાયા હતા. જેથી પરિવારજનો અને ગ્રામજનોએ તેણીને સારવાર માટે ગામથી 3 કિમી દૂર પગપાળા કરીને ઉભેલી એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવાની નોબત આવી હતી.

Sabarkantha News

દર્દીને ઝોળીમાં નાખીને સારવાર માટે લઈ જવામાં આવે છે

પડાપાટ ગામના ટીપુબેન તાજેતરમાં બીમાર પડયા હતા. પરંતુ સ્થાનિક કક્ષાએ તબીબની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ટીપુબેનને પોશીના અથવા તો ખેડબ્રહ્મા સહિતના અન્ય સ્થળે સારવાર માટે લઈ જવાનું નક્કી કરાયું હતુ. પરંતુ ગામમાંથી અન્ય સ્થળે જવા યોગ્ય રસ્તાની સગવડ ન હતી.

ગામમાં દરેક વખતે કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય છે

ત્યારબાદ પરિવારજનો અને ગ્રામજનોની મદદથી ટીપુબેનને કપડા અને લાકડમાંથી બનાવેલી ઝોળીમાં સુવડાવી સ્વજનો કાચા રસ્તે ચાલીને 3 કી.મી. દુર ઉભી રહેલ એમ્બ્યુલન્સની મારફતે લઈ જઈને સારવાર કરાવી હતી. ઉલ્લેખનીય છે કે પડાપાટ ગામની સ્થિતી અંગે અજાણ હોય તેમ લોકોનું કહેવુ છે કે આટલા વર્ષો પછી પણ જો પડાપાટ ગામના રહીશોને સારવાર માટે દર્દીને ઝોળીમાં લઈ જવાનો વખત આવે છે. ત્યારે તંત્ર અને રાજકીય અગ્રણીઓએ માનવતા ખાતર પણ રસ્તા બનાવવામાં આવે તો લેખે લાગશે.

આ પણ વાંચો: Gondal Congress Meeting: લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને લઈને ગોંડલમાં કોંગ્રેસની કારોબારી અને સંકલન બેઠક યોજાય

Tags :
108 ambulanceAmbulanceGujaratGujaratFirstHospitalSabarkanthaSabarkantha NewsVIKAS
Next Article