Sabarkantha : ચિઠોડા પંચાયતનાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કાગળોમાં અટવાઈ!
- ચિઠોડા પંચાયતનાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કાગળોમાં અટવાઈ (Sabarkantha)
- કેટલાક સભ્યોએ તલાટીને આપેલા પત્રની સહી બાદ ફેરવી તોળ્યું!
- તલાટીએ તાલુકા વિકાસ અધિકારીને મોકલેલા પત્રો પરત આવ્યા
- હવે તલાટી સભ્યો પાસે જઈને સહીની ખરાઈ કરી નિવેદન લેશે
Sabarkantha : સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગ્રામ પંચાયતનાં (Chithoda Gram Panchayat) મહિલા સરપંચ અને તેમના પતિ દ્વારા પંચાયતનાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનમાની ચલાવીને કામગીરી કરાઇ રહી હોવાનાં આરોપ થયા હતા. ત્યારે પંચાયતનાં 6 સભ્યોએ મહિલા સરપંચની કામગીરીથી નારાજ થઇને થોડાક દિવસ અગાઉ પંચાયતનાં તલાટીને અવિશ્વાસની દરખાસ્ત (No-Confidence Motion) માટે લેખિતમાં જાણ કરી હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ કેટલા સભ્યોએ સહી બાબતે ફેરવી તોળ્યું હોવાથી હવે સરપંચ વિરુદ્ધની આ દરખાસ્ત કાગળોમાં અટવાઈ ગઈ હોવાની ચર્ચાઓ વેગવંતી થઈ છે. આ મુદ્દે આગામી ત્રણ-ચાર દિવસમાં નિવેડો આવે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે.
મહિલા સરપંચ અને તેમનાં પતિ સામે ગંભીર આરોપ
ચિઠોડા ગ્રામ પંચાયતનાં (Chithoda Gram Panchayat) સરપંચ સવિતાબેન બચુભાઇ અસારી તથા તેમના પતિ સામે આરોપ છે કે જયારથી તેઓ ચૂંટાયા છે, ત્યારથી પંચાયતનાં કામો કરવા માટે અથવા તો ખર્ચ કરવા માટે સભ્યોને જાણ કરવામાં આવતી નથી. એટલું જ નહીં પણ મહિલા સરપંચનાં પતિ નિયમ વિરુદ્ધ પંચાયતનું તમામ કામકાજ કરે છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ગત 13 જૂનનાં રોજ ચિઠોડા ગ્રૂપ ગ્રામ પંચાયતનાં તલાટીને અવિશ્વાસની દરખાસ્ત (No-Confidence Motion) લાવવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં કરાયેલા આક્ષેપ મુજબ સરપંચ સરકારી ગ્રાન્ટમાંથી પોતાનાં વ્યકિતગત કામો કરાવે છે, જેમાં સરકારી બોર-મોટર તથા સંરક્ષણ દિવાલનો સમાવેશ થાય છે. સાથો-સાથ સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરી ગટરલાઇનો તથા ગામનાં રસ્તાઓ પર રાત્રે કરાતી લાઇટોમાં પણ ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ સભ્યોએ લગાવ્યો છે.
આ પણ વાંચો -Vadodara Bridge Collapse : HC નાં વકીલના વેધક સવાલ, કહ્યું- આ દુર્ઘટના માટે સરકારનાં..!
કેટલાક સભ્યોએ તલાટીને આપેલા પત્રની સહી બાદ ફેરવી તોળ્યું!
બીજી તરફ ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઇ (Gujarat Panchayat Act) હેઠળ કોઇપણ ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ સભ્યો ગમે તે કારણસર અવિશ્વાસની દરખાસ્ત લાવવા માંગતા હોય ત્યારે સહી સાથે તલાટીને લેખિતમાં જાણ કરવાની હોય છે. ત્યારે આ કેસમાં કેટલાક સભ્યોએ તલાટીને લેખિતમાં જાણ કરી હતી પરંતુ, ત્યાર બાદ અન્ય કેટલાક સભ્યોએ અગમ્ય કારણોસર તલાટીનો સંપર્ક કરી સહી કરી નથી તેવો લેખિતમાં જવાબ આપ્યો હતો. ચિઠોડા પંચાયતનાં (Sabarkantha) તલાટી નવદીપ નાયક દ્વારા અવિશ્વાસની દરખાસ્તનાં બંને પત્રો વિજયનગર તાલુકા વિકાસ અધિકારી સાગર બારોટને મોકલી આપ્યા હતા, જેને લઈને તાલુકા વિકાસ અધિકારીએ આ બંને પત્રોની ખરાઈ કરવા તથા સહી કરનાર સભ્યોની વિશ્વસનિયતા તપાસવા માટે તાલુકા વિકાસ અધિકારીએ પોતાના પત્ર સાથે બુધવારે ચિઠોડાનાં તલાટીને મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો -VADODARA : ચકચારી હિટ એન્ડ રન સર્જનાર રક્ષિતના પિતરાઇ ભાઇને સ્ટંટબાજી ભારે પડી
ચિઠોડાનાં તલાટીએ વાતચીતમાં કર્યો આ દાવો
જે અંગે ચિઠોડાનાં તલાટીએ વાતચીતમાં દાવો કર્યો હતો કે, મને બુધવારે તાલુકા વિકાસ અધિકારીએ સભ્યોની સહી કરાવવા માટે જાણ કરી છે, જેથી ચિઠોડામાં રહેતા તથા અન્ય સ્થળે રહેતા સભ્યોનો સંપર્ક કરી સહીની ખરાઈ કર્યા બાદ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવશે. હાલ, તો ચિઠોડા પંચાયતનાં મહિલા સરપંચ અને તેમના પતિની કાર્યરીતિથી નારાજ થયેલા સભ્યોએ રજુ કરેલી અવિશ્વાસની દરખાસ્ત કાગળોમાં અટવાઈ છે ત્યારે શું પરિણામ આવે છે તે જોવું રહ્યું ?
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Vadodara : ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કોંગ્રેસના રાજ્ય સરકાર પર આકરા વાકપ્રહાર