Fake Milk : સાબરકાંઠામાં નકલી દૂધનો કાળો કારોબાર, મુખ્ય આરોપીના રિમાન્ડ મંજૂર
- સાબરકાંઠા જિલ્લામાં નકલી દૂધ (Fake Milk) બનાવવાના કાળા કારોબારનો પર્દાફાશ
- પ્રાંતિજ તાલુકાના સલાલ ગામેથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
- LCB પોલીસે બાતમીના આધારે દરોડા પાડી કાર્યવાહી કરી
- ફેક્ટરીમાંથી ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર, દૂધ પાવડર સહિતનો મુદ્દામાલ કબજે
- પામોલીન તેલ, સોયાબીન તેલ અને કોસ્ટિક સોડાનો પણ ઉપયોગ થતો હતો
- મુખ્ય આરોપી રાકેશ પટેલ ઉર્ફે ધમો ઝડપાયો
- કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
Fake Milk: ગુજરાતમાં જાણે નકલી નકલીનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે, જ્યાં જુઆ ત્યાં નકલી વસ્તુઓની ભરમાર જોવા મળી રહી છે. સાબુ થી લઈને શેમ્પુ સુધીની દરેક વસ્તુઓ નકલી મળી આવી છે. ત્યારે સાબરકાંઠામાં (Sabarkantha) તો નકલી વસ્તુ બનાવવાની હદ જ થઈ ગઈ છે. તમે ક્યારે વિચાર્યું છે કે તમને જે દૂધ (Milk) પીવો છે તે અસલી છે કે નકલી, જી હાં અમે આજે તમને નકલી દૂધના (Fake Milk) કાળા કારોબાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. થોડા દિવસ પહેલા સાબરકાંઠામાં આવેલા પ્રાતિંજના (Prantij) સલાલમાં ડિટર્જન્ટ (Detergent) અને યુરિયા (urea) ખાતર વડે નકલી દૂધ બનાવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો. આ લોકો દૂધ બનાવી નાની નાની ડેરીઓમાં સપ્લાય કરતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. ત્યારે આ કાળા કારોબારના મુખ્ય આરોપી રાકેશ પટેલ (Rakesh Patel) ઉર્ફે ધમાને પોલીસે કોર્ટમાં હાજર કરી 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.

