ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SABARKANTHA : ધોળા દિવસે નિવૃત પોલીસ પરિવારની પોતાના જ ઘરમાં કરાઇ નિર્મમ હત્યા, વાંચો અહેવાલ

સાબરકાંઠા. નિવૃત પોલીસ પરિવારના ઘરે હત્યાનો બનાવ નિવૃત પોલીસ કર્મી અને પત્નીની ઘરમાં થઈ હત્યા અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા કરવામાં આવી તીક્ષ્ણ હથિયાર વડે પતિ પત્નીની થઈ હત્યા જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો સાબરકાંઠામાંથી હાલ એક હ્રદય કંપાવી...
03:34 PM Apr 30, 2024 IST | Harsh Bhatt
સાબરકાંઠા. નિવૃત પોલીસ પરિવારના ઘરે હત્યાનો બનાવ નિવૃત પોલીસ કર્મી અને પત્નીની ઘરમાં થઈ હત્યા અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા કરવામાં આવી તીક્ષ્ણ હથિયાર વડે પતિ પત્નીની થઈ હત્યા જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો સાબરકાંઠામાંથી હાલ એક હ્રદય કંપાવી...

સાબરકાંઠામાંથી હાલ એક હ્રદય કંપાવી નાખે એવી ઘટના સામે આવી છે. પોલીસ જે કાયદાની અને નાગરિકોની રક્ષા કરે છે, તેઓ જ આજે એક ખૂબ જ કરૂણ ઘટનાનો ભોગ બન્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નિવૃત પોલીસ પરિવારના ઘરે હત્યાનો બનાવ બન્યો છે. નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની તેમના જ ઘરમાં નિર્મમ હત્યા કરવામાં આવી છે. આવી ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

સાબરકાંઠા જિલ્લાના હિમતનગર શહેરના રામનગર વિસ્તારમાં નિવૃત પોલીસકર્મી વિક્રમ સિંહ ભાટી તેમના પત્ની મીના કુમારી ભાટી સાથે વસવાટ કરી રહ્યા હતા. પરંતુ તેમના હવે તેમના જ ઘરે તેમની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ દંપતીની  હત્યા તીક્ષ્ણ હથિયાર દ્વારા કરવામાં આવી છે. આ હત્યા કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી છે, તેવી વાત હાલ સામે આવી રહી છે. ધોળા દિવસે પોલીસ દંપતીની નિર્મમ ઘટના સામે આવતા એ ડીવીઝન, એલસીબી,સહિત જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. હાલ પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી રહી છે.

આ પણ વાંચો : AHMEDABAD : અમિત શાહના VIRAL VIDEO અંગે MLA જીગ્નેશ મેવાણીના PA સહિત એકની ધરપકડ

Tags :
double murderGujaratHimatnagarMurderpolice familyRamnagarrtd. policeSabarkantha
Next Article