Sabarkantha: HMPVના કેસ સંદર્ભે આરોગ્ય દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ, સતર્ક રહેવા સુચના
- આરોગ્યની ચાર ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ
- આરોગ્ય કર્મચારીઓને સતર્ક રહેવા આરોગ્ય અધિકારીની અપીલ
- આરોગ્ય કર્મચારીઓએ લોકોને જાગૃત કરવા માટે સમજ આપી
Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં બુધવારે એચએમપીવી શંકાસ્પદ વાયરસનો કેસ નોંધાયા બાદ આ બાળકને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા આ બાળકના લોહીના નમુનાનું પૃથ્થકરણ માટે અમદાવાદની બીજે મેડીકલ કોલેજ સ્થિત સરકારી લેબોરેટરીમાં મોકલી અપાયા છે. દરમિયાન ગુરૂવારે આરોગ્ય વિભાગની ચાર ટીમોને સર્વેલન્સની કામગીરી માટે પ્રાંતિજ તાલુકાના લીંમલા ગામે મોકલાઈ હતી. જયાં આરોગ્ય કર્મચારીઓએ લોકોને જાગૃત કરવા માટે સમજ આપી હતી.
આ પણ વાંચો: Devayat Khavad એ Brijraj Gadhvi ને કહ્યું- જે મુઠ્ઠી બાંધેલી છે તેને ઉઘાડી ના કરો! જુઓ આ વીડિયો
એક સાત વર્ષનો બાળક શંકાસ્પદ એચએમપીવીની ઝપેટમાં
આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટક રાજ સુતરીયાના જણાવ્યા મુજબ બુધવારે પ્રાંતિજ તાલુકાના લીંમલા ગામનો એક સાત વર્ષનો બાળક શંકાસ્પદ એચએમપીવીની ઝપેટમાં આવ્યા બાદ પરિવારજનોએ સ્થાનિક તબીબ પાસે સારવાર લીધી હતી. પરંતુ તબીયતમાં કોઈ સુધારો ન જણાતાં આ બાળકને હિંમતનગરની બેબી કેર હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો.જયાં આ બાળકના લોહીના નમુનાનું એક ખાનગી લેબોરેટરીમાં પૃથ્થકરણ કરાતાં આ બાળકના શંકાસ્પદ એચએમપીવીના લક્ષણો જણાયા હતા.
આ પણ વાંચો: Amreli: ‘રાજકીય લાભ ખાટવા તમે આજે જાગી ગયા છો’ રેશમા સોલંકીની કોંગ્રેસના આગેવાનોને ટકોર
હિંમતનગર સિવિલમાં સગવડો ઉપલબ્ધ કરાવાઈ
જેથી બાળકને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો જયાં તેની તબીયત સુધારા પર હોવાનો જિલ્લા આરોગ્ય અધિકારીએ દાવો કર્યો હતો. તેમજ પ્રાંતિજ તાલુકામાં નોંધાયેલા પ્રથમ કેસના પગલે આરોગ્યની ચાર ટીમોને ગુરૂવારે લીંમલા ગામે મોકલી દેવાઈ હતી. જયાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રામજનોનો સંપર્ક કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં એચએમપીવીનો પ્રથમ કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા હિંમતનગર સિવિલમાં આઈસોલેશન વોર્ડ ઉપલબ્ધ કરાવાયો છે તથા જરૂર પડે પાંચ બેડની અલગ વ્યવસ્થા પણ કરી દેવાઈ છે.
આ પણ વાંચો: Gujarat: ‘પીઠ પાછળ કો'ક બોલે તેમાં મજા નથી આવતી, તકલીફ હોય તો સામે આવને...’ દેવાયત ખવડે આવું કેમ કહ્યું?
એચએમપીવીથી ગભરાવવાની જરૂર નથીઃ ડૉક્ટર
સાબરકાંઠા જિલ્લામાં એચએમપીવીનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે, ત્યારે જિલ્લાની પ્રજાએ ગભરાવવાની જરૂર નથી અને જો શરદી ઉધરસ કે તાવના લક્ષણો જણાય તો નજીકની સરકારી હોસ્પિટલનો વિના સંકોચે સંપર્ક કરવો જોઈએ એમ જિલ્લા આરોગ્ય અધિકારીએ એક વાતચીતમાં જણાવ્યુ હતુ. આ સાથે આરોગ્ય અધિકારીએ વાયરસથી ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાનું છે તેવું જણાવ્યું છે.
અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો