Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર પોલીસની કાર્યવાહી, કુખ્યાત સાયચા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો સકંજો

જામનગરમાં વર્ષોથી ખૂન, ખંડણી, બળાત્કાર અને જમીન પચાવી પાડવા જેવા ૭૪ જેટલા ગંભીર ગુનાઓ આચરી આતંક મચાવનારી કુખ્યાત ટોળકી સામે પોલીસે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. કાયદાના કડક શસ્ત્રનો ઉપયોગ કરીને પોલીસે આ ગેંગના મુખ્ય સાગરીતોને દબોચી લીધા છે, જ્યારે ગેંગનો મુખ્ય સૂત્રધાર હજુ પણ પોલીસ પકડથી દૂર ભાગતો ફરી રહ્યો છે.
jamnagar  ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર પોલીસની કાર્યવાહી  કુખ્યાત સાયચા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો સકંજો
Advertisement
  • Jamnagar માં સાયચા ગેંગ પર ગુજસીટોક હેઠળ પોલીસનો મોટો પ્રહાર!
  • જામનગરમાં કુખ્યાત "સાયચા ગેંગ" વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ
  • ખૂન, ખંડણી, જમીન પચાવી પાડવા સહિતના 74 ગુનાઓનો કાળો ઈતિહાસ
  • ગેંગના મુખ્ય 6 સાગરીતોની ધરપકડ, અન્ય 4  આરોપીઓ હાલ જેલમાં બંધ
  • મુખ્ય સૂત્રધાર એજાજ ઉમર સાયચા ફરાર, પકડવા પોલીસની ટીમો દોડાવી
  • ગુનાખોરી અને વ્યાજવટાવથી વસાવેલી તમામ ગેરકાયદેસર મિલકતો થશે જપ્ત

ગુજરાતમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (Organized Crime) એટલે કે સંગઠિત ગુનાખોરી આચરતા તત્વો સામે જામનગર પોલીસે (Jamnagar Police) અત્યાર સુધીની સૌથી મોટી કાનૂની કાર્યવાહી કરી છે. જામનગર શહેરમાં વર્ષોથી આતંકનો પર્યાય બનેલી કુખ્યાત સાયચા ગેંગ (Saicha Gang) વિરુદ્ધ ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) હેઠળ ગુનો નોંધીને કાયદાનો સિકંજો મજબૂત કરવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીઓએ એક્શન પ્લાન તૈયાર

આ ગુનાહિત ટોળકીનો ઈતિહાસ અત્યંત કાળો રહ્યો છે. સાયચા ગેંગ વિરુદ્ધ ખૂન (Murder), અપહરણ (Kidnapping), ખંડણી (Extortion), બળાત્કાર અને જમીન પચાવી પાડવા (Land Grabbing) જેવા અંદાજે 74  જેટલા ગંભીર ગુનાઓ અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા છે. લાંબા સમયથી જામનગરની જનતાને ડરાવી-ધમકાવી વ્યાજવટાવ અને જમીન હડપ કરવાનો કાળો કારોબાર ચલાવતી આ ટોળકીના આતંકનો અંત લાવવા માટે એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો.

Advertisement

ગેંગના મુખ્ય સાગરીતો સહિત  6 ની ધરપકડ

પોલીસે સપાટો બોલાવીને આ ગેંગના મુખ્ય સાગરીતો સહિત કુલ 6 રીઢા ગુનેગારોની (Hardened Criminals) ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત, ગેંગના અન્ય 4 આરોપીઓ ઓલરેડી અલગ-અલગ ગુનાઓમાં હાલ જેલમાં બંધ છે. જો કે, આ સમગ્ર ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર એજાજ ઉમર સાયચા (Ejaz Umar Saicha) પોલીસ રેડ દરમિયાન ભાગવામાં સફળ રહ્યો હતો. હાલ તે ફરાર છે અને તેને ઝડપી લેવા માટે પોલીસની અલગ-અલગ ખાસ ટીમો દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Advertisement

Jamnagar: તમામ આરોપીની રકમ જપ્ત કરાશે

જામનગર પોલીસ આ ગેંગને આર્થિક રીતે પણ તોડી પાડવાના મૂડમાં છે. આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિઓ, ધાક-ધમકી અને ગેરકાયદે વ્યાજખોરી દ્વારા વસાવેલી તમામ કરોડોની સ્થાવર-જંગમ મિલકતો (Illegal Properties) ટૂંક સમયમાં પોલીસ દ્વારા ટાંચમાં એટલે કે જપ્ત (Property Seizure) કરવામાં આવશે. પોલીસની આ આકરી કાર્યવાહીથી જામનગરના ભૂમાફિયાઓ અને વ્યાજખોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Ahmedabad: ટ્રાફિકની જંજાળમાંથી મળશે મુક્તિ? AMC નો નવો એક્શન પ્લાન તૈયાર

Tags :
Advertisement

.

×