Salangpur : જ્યાં સાચો ભાવ અને સુગંધિત પુષ્પોનો મેળ હોય, ત્યાં જ મારા દાદાનો દિવ્ય દરબાર હોય
Salangpur : સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર ‘અધિક જેઠ માસ’ એટલે કે ‘પુરુષોત્તમ માસ’ અંતર્ગત હોળી ઉત્સવ નિમિત્તે હરિપ્રકાશદાસજી સ્વામી પ્રેરણાથી આજે દાદાને મોતી-ગુલાબની પાંખડીના દિવ્ય વાઘાનો સિંહાસને ઓર્કિડ-મોગરો-ગુલાબના મિક્સ ફૂલોનો નયનરમ્ય અને કલાત્મક શણગારના અદ્ભુત સ્વરૂપના દર્શન કરી હજારો ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.
પૂજારી સ્વામી દ્વારા આરતી કરાઈ
મંદિરના ગર્ભગૃહમાં દાદાની આસપાસ આકર્ષક પુષ્પો ગુલાબી, વાદળી, સફેદ અને જાંબલી રંગના તાજા ફૂલો વડે તેમજ કલાત્મક રીતે કેળના પાનનો ઉપયોગ કરી શણગાર કરાયો હતો, મોર, કમળની પ્રતિકૃતિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અથાણાંનો અન્નકૂટ તેમજ મીઠાઈનો છપ્પન ભોગ અન્નકૂટ ધરવાયો હતો. શણગાર આરતી: સવારે 05.45 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
Salangpur માં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.17 મે થી 15 જૂન 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે. ભક્તિસભર માહોલમાં હજારો હરિભક્તોએ ઓનલાઈન અને પ્રત્યક્ષ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાંજે રાજોપચાર પૂજનનુ સાંજે 05 થી 07 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
23 મે 2026 ના રોજ મોતીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો
મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.17 મે થી 15 જૂન 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે. શણગાર વિષે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજીત અધિક જેઠ માસ' 'પુરુષોત્તમ માસ' નિમિતે અધિક માસમાં મારા દાદાને અધિક શણગારની સેવા અંતર્ગત દરરોજ અનેક વિધ પ્રકારના દિવ્ય વાઘા ધરાવવામાં આવે છે અને દાદાના સિંહાસને અનેક વિધ પ્રકારનુ શુશોભન કરવામાં આવે છે. ત્યારે (રાધાષ્ટમી- જેઠ સુદ આઠમ) ના દિવસે દાદાને હંસની થીમ પર વ્હાઈટ મોતીના વાઘા ધરાવી સિંહાસને મોરની થીમ પર મોતીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને વ્હાઈટ મોતીના વાઘા ધરાવવામાં આવ્યા હતા તે સુરતમાં સાત દિવસની મહેનતે તૈયાર કરાયા હતા. તેમજ આજે દાદાને બે પ્રકારના અન્નકૂટ ધરાવામા આવ્યા હતા. જેમાં પ્રથમ વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વિવિધ પ્રકારના ફરસાણનો અન્નકૂટ ધરાવાયો હતો અને સવારે 9 વાગ્યે બીજો જાંબુડા અને કેરીના ફળનો અન્નકૂટ ધરાવાયો હતો. વિશેષ શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ તા.17 મે થી 15 જૂન 2026 સુધી આયોજનમાં હરિભક્તો સેવાનો લાભ લઈ ધન્યતા અનુભવી શકે છે.
30 મે 226ના રોજ દાદાને નાળિયેરની થીમનો કરાયો વિશેષ શણગાર કરાયો હતો
વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર 'અધિક જેઠ માસ' એટલે કે 'પુરુષોત્તમ માસ' નિમિત્તે ભક્તિસભર આયોજનો કરવામાં આવ્યા છે. અધિક માસમાં "મારા દાદાને અધિક શણગાર"ની વિશેષ સેવા અંતર્ગત શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે દાદાને ચાંદીનો મુકુટ સાથે મોર અને નાળિયેરની થીમ પર મોતી-જરદોશી વર્ક કરાયેલા અત્યંત આકર્ષક અને દિવ્ય વાઘા ધરાવી, મંદિર ગર્ભગૃહમાં નાળિયેરની અનોખી થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Salangpur માં ‘શેષનારાયણ જયંતી’ની દિવ્ય ઉજવણી, દાદાના અલૌકિક દર્શનથી ભકતો થયા ભાવવિભોર


