Sanand : ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાનાં 108 કુંડીનાં મહાયજ્ઞનું આયોજન, વાંચો વિગત
- ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાનાં 108 કુંડીનાં મહાયજ્ઞનું આયોજન (Sanand)
- સાણંદનાં સનાથલ ગામનાં લંબે નારાયણ આશ્રમમાં મહાયજ્ઞનું આયોજન
- 23 એપ્રિલથી 1 મે સુધી યોજાશે બગલામુખી માતાનો 108 કુંડીનું મહાયજ્ઞ
- ભવ્ય રીતે ધ્વજાપૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું
સાણંદ તાલુકાનાં (Sanand) સનાથલ ગામ સ્થિત લંબે નારાયણ આશ્રમમાં (Lambe Narayan Ashram) ગુજરાતમાં પ્રથમવાર આગામી તારીખ 23 એપ્રિલથી 1 મે 2025 નાં રોજ બગલામુખી માતાનો 108 કુંડી મહાયજ્ઞ (108 Kundi Mahayagya of Baglamukhi Mata) થવા જઈ રહ્યો છે. ત્યારે આજે આવાહન પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર અનંત શ્રી વિભૂષિત અવધૂત બાબા અરુણગીરીજી મહારાજ (એન્વાયરમેન્ટ બાબા), મહામંડલેશ્વર મા વિશ્વેશ્વરી ભારતી માતાજી, મહામંડલેશ્વર ઋષિ ભારતીજી મહારાજ અને સેવકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે ધ્વજા પૂજન અને ધ્વજારોહણ (DhwajaRohan) કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Vaishakh Mahakatha: પ્રભુ વિષ્ણુની અપાર કૃપા મેળવવા માટે આ મહિનામાં સાંભળો વૈશાખ મહાકથા
-સાણંદના સનાથલ ગામના લંબે નારાયણ આશ્રમમાં મહાયજ્ઞનું આયોજન
-23 એપ્રિલથી 1 મે સુધી યોજાશે બગલામુખી માતાનો 108 કુંડીનું મહાયજ્ઞ
-ભવ્ય રીતે ધ્વજાપૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું
-મહામંડલેશ્વર અનંત શ્રી વિભૂષિત અવધૂત બાબા અરૂણગીરીજી મહારાજ રહ્યા હાજર
-મહામંડલેશ્વરમાં વિશ્વેશ્વરી… pic.twitter.com/H0ToHt5u6d— Gujarat First (@GujaratFirst) April 20, 2025
ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાના 108 કુંડીના મહાયજ્ઞનું આયોજન
ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાના 108 કુંડીનાં મહાયજ્ઞનું (108 Kundi Mahayagya of Baglamukhi Mata) આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લાનાં સાણંદ તાલુકામાં (Sanand) સનાથલ ગામનાં લંબે નારાયણ આશ્રમમાં આ મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જણાવી દઈએ કે, 23 એપ્રિલથી 1 મે સુધી બગલામુખી માતાનો 108 કુંડીનો મહાયજ્ઞ યોજાશે. ત્યારે આ પહેલા આજે ભવ્ય રીતે ધ્વજાપૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Bediwala Hanuman Temple: આજે શનિવારે જાણો એક મંદિર વિશે જયાં હનુમાનજી બંધાયેલા છે સાંકળોથી
ભવ્ય રીતે ધ્વજાપૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું
આ ધ્વજાપૂજન અને ધ્વજારોહણ (DhwajaRohan) કાર્યક્રમમાં મહામંડલેશ્વર અનંત શ્રી વિભૂષિત અવધૂત બાબા અરૂણગીરીજી મહારાજ, મહામંડલેશ્વરમાં વિશ્વેશ્વરી ભારતી માતાજી અને મહામંડલેશ્વર ઋષિ ભારતીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં સેવકોની હાજરી પણ જોવા મળી છે. ધ્વજાપૂજન અને ધ્વજારોહણ દરમિયાન સાધુ-સંતો, મહંતો અને સેવકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો - Be Careful... લક્ષ્મીજી કોપાયમાન હોવાના આ છે સંકેતો