Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Saputara Monsoon Festival 2025 : ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવી વૈશ્વિક ઓળખ આપતી ઉત્સવ પરંપરા

૨૩ દિવસ સુધી યોજાનાર રંગારંગ ફેસ્ટિવલ-સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫’
saputara monsoon festival 2025   ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવી વૈશ્વિક ઓળખ આપતી ઉત્સવ પરંપરા
Advertisement
  • Saputara Monsoon Festival 2025 : સ્ટેશન સાપુતારા ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫’નો શુભારંભ કરાવશે
  • આગામી તા.૨૬ જુલાઇથી ૨૩ દિવસ સુધી યોજાનાર આ ફેસ્ટિવલના પ્રથમ દિવસે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' થીમ પર ગુજરાત સહિત ૧૩ રાજ્યોના ૩૫૪ કલાકારો દ્વારા 'ભવ્ય કાર્નિવલ પરેડ' 'Grand Carnival Parade' યોજાશે
  • પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા (Mukubhai Bera) તેમજ આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે
  • વિવિધ સાપ્તાહિક કાર્યક્રમોમાં ગીતા રબારી,પાર્થ ઓઝા, રાગ મહેતા જેવા ગુજરાતના ખ્યાતનામ કલાકારો તેમજ કેરળનું 'થેકકિનકાડુ અટ્ટમ મ્યૂઝિકલ બેન્ડ' પ્રસ્તુતી રજૂ કરશે
  • સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલની વિવિધ એક્ટિવિટી અને રજીસ્ટ્રેશન સહિતની માહિતી માટે QR કોડ સ્કેન કરવો

Saputara Monsoon Festival 2025 : તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધા નરેન્દ્રભાઈ મોદી (PM Narenra Modi)એ ગુજરાતમાં શરૂ કરેલી કચ્છ રણોત્સવ,નવરાત્રી મહોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ જેવા વિવિધ ઉત્સવોની પરંપરા હવે આગળ વધીને દરેક શહેર-પ્રદેશ સુધી પહોંચી છે જેના પરિણામે ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવી વૈશ્વિક ઓળખ પ્રાપ્ત થ‌ઈ છે. આ પરંપરાને આગળ વધારવા દર વર્ષેની જેમ આ વર્ષે પણ હિલ સ્ટેશન, સાપુતારા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૨૬ જુલાઈના રોજ સવારે ૦૯ કલાકે ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ -૨૦૨૫’ (Saputara Monsoon Festival 2025)નો શુભારંભ કરાવશે. જેમાં પ્રવાસન મંત્રી  મુળુભાઈ બેરા (Mulubhai Bera) તેમજ આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ (Kunvarji Halpati) સહિત અન્ય ગણમાન્ય અતિથિઓ ખાસ ઉપસ્થિત રહેશે.

Tags :
Advertisement

.

×