Sardar Ekata Yatra : મુખ્યમંત્રીએ કરાવી ઐતિહાસિક યાત્રાની શરૂઆત
Sardar Ekata Yatra : અમદાવાદથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર એકતા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. સરદાર સાહેબની 150 Sradar@150 મી જયંતી નિમિત્તે યોજાયેલી આ યાત્રા ગુજરાત અને મધ્ય પ્રદેશમાં એકતાનો સંદેશ ફેલાવશે.
દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે અમદાવાદથી 'સરદાર એકતા યાત્રા'નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) આ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે 'જય સરદાર, સબકે સરદાર!'ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
Sardar Ekata Yatra :સરદાર સાહેબના મૂલ્યો જન-જન સુધી પહોંચશે
યાત્રાના પ્રસ્થાન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ના માર્ગદર્શન હેઠળ વર્ષ 2014 થી સરદાર સાહેબની જયંતીને 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા વડાપ્રધાનશ્રીએ સરદાર સાહેબને વિશ્વની સર્વોચ્ચ અંજલિ અર્પી છે.
નેશન ફર્સ્ટનો સંકલ્પ: મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, ૫૬૫ રજવાડાંઓને એક કરનાર સરદાર સાહેબની જેમ જ દરેક નાગરિકના મનમાં 'નેશન ફર્સ્ટ' (રાષ્ટ્ર પ્રથમ)ની ભાવના ઉજાગર કરવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે.
યાત્રાનો વ્યાપ: આ યાત્રા ગુજરાત અને મધ્ય પ્રદેશના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે.
વિશેષ આકર્ષણ: યાત્રામાં સરદાર સાહેબના જીવન સાથે જોડાયેલી અમૂલ્ય ચીજવસ્તુઓ ભાવિકો અને જનતાના દર્શનાર્થે રાખવામાં આવી છે.
સ્વદેશીનો મંત્ર: મુખ્યમંત્રીશ્રીએ દેશની અખંડિતતા માટે 'સ્વદેશી' અપનાવવા અને આત્મનિર્ભર ભારત બનાવવામાં સહભાગી થવા સૌને આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ગોરધનભાઈ ઝડફિયા-Gordhanbhai Zadfia એ યાત્રાના આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત સરદાર ધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા, કે.પી. વિદ્યાર્થી ભવનના સતીષભાઈ પટેલ, સરદાર રાષ્ટ્રીય સ્મારકના આર.એસ. પટેલ સહિત મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને સરદાર-પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ પણ વાંચો : HPV Vaccination : ગુજરાતમાં મફત HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ


