સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહલગ્ન ‘પ્રેમનું પાનેતર’ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું
- ભવ્યાતિભવ્ય લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું
- આ સમૂહ લગ્નમાં 31 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
- સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા ભવ્ય તૈયારીઓ કરવામાં આવી
Gondal: આજ રોજ તારીખ 23 ફેબ્રુઆરીના રોજ સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ ગોંડલ દ્વારા તૃતીય સમૂહલગ્ન 'પ્રેમનું પાનેતર' ભવ્યાતિભવ્ય લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 31 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. આ સમૂહ લગ્નનું આયોજન શાહી ઠાઠમાઠથી કરવામાં આવ્યું હતું. આ સમુહલગ્નમાં સમગ્ર ગુજરાતના દાતાઓ, સમાજશ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ તેમજ સમગ્ર ગોંડલ શહેર અને તાલુકામાંથી સૌ જ્ઞાતિબંધુઓ તેમજ દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ મહાનુભાવો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
આ સમુહલગ્નને સફળ બનાવવામાં આ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ બટુકભાઈ ઠુંમર, ગિરધરભાઈ વેકરીયા, લાલજીભાઈ તળાવીયા, જીગરભાઈ સાટોડીયા, શૈલેષભાઈ વેકરીયા, અલ્પેશભાઈ ઉધાડ, દિવ્યેશભાઈ લીલા, દીપકભાઈ ધોણીયા, કમલેશભાઈ ખુટ, રમેશભાઈ સોરઠીયા, ખોડલભાઈ વેકરીયા, કિશોરભાઈ ભાલાળા, ગોપાલભાઈ શિંગાળા, ધીરુભાઈ ઠુંમર વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમજ વિવિધ લેઉવા પટેલ સમાજના સમાજના વિવિધ ગ્રૂપો આ સમુહલગ્નમાં સેવામાં જોડાયા હતા આ કાર્યક્રમનુ સ્થળ વોરાકોટડા રોડ રોયલ પ્રાઇમર ત્રિકોણીયાની બાજુમાં ગોંડલ ખાતે યોજાયો હતો.
આ પણ વાંચો: Jamnagar: કુખ્યાત વિશાલ માડમ સહિતનાઓએ વેપારીનું અપહરણ કરી એક કરોડની ખંડણી માંગી
દીકરીઓને કરિયાવરમાં 125 થી વધુ વસ્તુઓ આપવામાં આવી હતી
સમૂહ લગ્નમાં દીકરીઓને આપવામાં આવતા કરિયાવરમાં કોઈપણ પ્રકારની કચાશ રાખવામાં આવી નહોતી. નવ દંપત્તિ માટે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ કરિયાવરમાં આવરી લેવામાં આવી હતી. કરિયાવરમાં 125 થી વધુ વસ્તુઓ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નોત્સવ દરમિયાન લગ્ન મંડપ સ્થળે એક ડોમમાં લેઉવા પટેલના ઈતિહાસનું ભવ્ય પ્રદર્શન રાખવામાં આવેલ હતું, સાથે લગ્ન સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન રાખવામાં આવેલ હતું અને 1000થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. અત્યાર સુધીમાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા વર્ષ 2023 અને 2024માં 31 દીકરીઓના વિવાહ કરવામાં આવ્યા હતા. 2024 માં વિદ્યાર્થી સન્માન સમારોહમાં લેઉવા પટેલના 1,000 થી પણ વધારે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Rajkot: વિધર્મી 15 વર્ષની છોકરીને લઈ ફરાર, સગીરાએ મેસેજ કર્યો ‘હું મરજીથી ભાગી’
સૌ જ્ઞાતિબંધુઓ તેમજ વિવિધ સમાજના આગેવાનોનો આભાર માન્યો
આ તકે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ આ ભવ્યાતિભવ્ય શાહી સમુહલગ્નોત્સવમાં ઉપસ્થિત રહેવા બદલ લેઉવા પટેલ સમાજના સૌ જ્ઞાતિબંધુઓ તેમજ વિવિધ સમાજના આગેવાનોનો આભાર માન્યો હતો. આ તકે વિશેશ ઉપસ્થિત એવા ગુજરાત રાજ્યના પૂર્વે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વે સાંસદ અને આ કાર્યક્રમના મુખ્યદાતા રમેશભાઈ ધડુક, યુવા નેતા અને લોકલાડીલા ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોઘરા, ગોંડલ ધારાસભ્યના પ્રતિનિધિ જયરાજસિંહ જાડેજા, પૂર્વે મંત્રી જસુમતીબેન કોરાટ, યુવા નેતા ગણેશભાઈ જાડેજા, આ કાર્યક્રમના મુખ્ય દાતા તેમજ ભૂમિ દાતા નીતિનભાઈ ગાજીપરા, ધનસુખભાઈ નંદાણીયા, ડૉક્ટર નૈમિશભાઈ ધડુક, ગુણુભાઈ ભાદાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.