ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sardar Sarovar : ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં ૫૯.૪૨ ટકા જળસંગ્રહ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે ૨૦૬ ડેમો પૈકી કુલ ૨૮ ડેમ સંપૂર્ણ ભરાયા
02:07 PM Jul 25, 2025 IST | Kanu Jani
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે ૨૦૬ ડેમો પૈકી કુલ ૨૮ ડેમ સંપૂર્ણ ભરાયા

Sardar Sarovar : રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ ૫૫.૨૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૬૪ ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૯.૧૧ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૪.૦૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૪.૦૨ ટકા અને પૂર્વ મધ્યમાં ૫૧.૬૪ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર Sardar Sarovar ડેમમાં હાલ ૫૯.૪૨ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ ૧,૯૮,૫૦૩ એમ.સી.એફ.ટી. નોંધાયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૪૦,૮૧૭એમ.સી.એફ.ટીપાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના ૬૧.૦૬ ટકા જેટલું છે.

૪૮ ડેમને હાઈ એલર્ટ, ૧૯ ડેમને એલર્ટ તથા ૨૩ ડેમને વોર્નીંગ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે ૨૦૬ ડેમો પૈકી કુલ ૨૮ ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત ૪૮ ડેમને હાઈ એલર્ટ, ૧૯ ડેમને એલર્ટ તથા ૨૩ ડેમને વોર્નીંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ ૨૦૬ ડેમો પૈકી ૬૨ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૪૧ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા તથા ૩૮ ડેમ ૨૫ ટકાથી ૫૦ ટકા જેટલા ભરાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.

ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૫ જુલાઈ ૨૦૨૫ની સ્થિતિએ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૮.૩૮ લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે, ૬૮.૨૩ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.જેમાં સૌથી વધુ ૧૯.૪૨ લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બીજા ક્રમે ૧૯.૬૨ લાખ હેકટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરાયું છે.

એનડીઆરએફ-NDRF અને એસડીઆરએફ-SDRF સતર્ક 

ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ-NDRF અને એસડીઆરએફ-SDRF દ્વારા અત્યાર સુધીમાં ૧૦ જિલ્લામાંથી ૪,૨૭૮ નાગરિકોનું સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ૬૮૯ નાગરીકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૨૮ જુલાઇ, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વરસાદના કારણે ખોરવાયેલા વીજ પુરવઠાને ૧૦૦ ટકા પૂર્વવત કરવામાં આવ્યો છે.

G.S.R.T.Cથી મળેલી માહિતી મુજબ આજની સ્થિતીએ સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે બસના કોઈપણ રૂટ કે ટ્રીપ બંધ નથી.

આ પણ વાંચો : VADODARA : ગ્રામ પંચાયતોની મનમાની પર રોક, સરકારી સહાયથી બનેલા મકાનોનો વેરો નક્કી કરતી સરકાર

Tags :
G.S.R.T.CNDRFSardar SarovarSDRF
Next Article