ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sardar Vallabhbhai Patel : અખંડ ભારતના શિલ્પીની 150મી જન્મજયંતિની ઊજવણી

સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી દેશ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરતા કાર્યક્રમોથી
10:32 AM Jun 12, 2025 IST | Kanu Jani
સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી દેશ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરતા કાર્યક્રમોથી

Sardar Vallabhbhai Patel :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) ગુરૂવાર, તા ૧૨મી જૂને સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી (150th birth anniversary of Sardar Vallabhbhai Patel)વર્ષના ઉપલક્ષ્યમાં યોજાનાર ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ની પ્રેરણાથી સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીનું આ વર્ષ દેશભરમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરતા કાર્યક્રમોથી ઉજવાઈ રહ્યું છે.

વડાપ્રધાનશ્રીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તા. ૨૯મી મે થી ૧૨ જૂન સુધી દેશના રાજ્યોમાં યોજીને ખેડૂત અને ખેતીને આત્મનિર્ભર બનાવવાનો પણ માર્ગ ચીંધ્યો છે.

સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ખેડૂત સંમેલન

આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શિવરાજસિંહ ચૌહાણ (Shivrajsinh Chauhan)એ ૨૯ મે એ ઓરિસ્સાથી રાષ્ટ્રીય પ્રારંભ કરાવ્યો હતો તેનું સમાપન હવે કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગુરુવાર તા. ૧૨મી જૂને સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ખેડૂત સંમેલન સાથે થવાનું છે.

વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ખેડૂત-આત્મનિર્ભર ખેતીના આપેલા ધ્યેયને સિદ્ધ કરીને કૃષિ ટેકનોલોજી ગામડે ગામડે પહોંચાડવા અને ખેડૂતોને માઇક્રો ન્યુટ્રીયન્ટ-Micronutrientના યોગ્ય ઉપયોગ સહિતની ટેકનોલોજી વિશે માહિતગાર કરવા યોજવામાં આવેલા આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ગુજરાતના ૩૧ જિલ્લાઓના ૨૨૫૦ ગ્રામ્ય ક્લસ્ટર દ્વારા ચાર લાખથી વધુ ખેડૂતોને આવરી લેવાયા છે.

પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ-લોકાર્પણ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ Shivrajsinh Chauhan)આ અવસરે રાજ્યના ખેડૂતો માટે પોરબંદર જિલ્લામાં તૈયાર થયેલા બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલન્સ, પેટલાદ તાલુકામાં કેળા અને શાકભાજી માટેના સેન્ટર ઓફ એક્સલન્સ તેમજ કચ્છમાં કાર્યરત થયેલા પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર-Primary Processing Centerના ઈ-લોકાર્પણ કરશે.

આ ઉપરાંત કુલ ૨૫ હજાર મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતા ધરાવતા ૧૪ ગોડાઉનના ઈ-લોકાર્પણ અને બારડોલીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સુગરકેનનું ઈ-ખાતમુર્હત પણ આ ખેડૂત સંમેલનમાં કરવામાં આવશે.

ગુરુવારે તા. ૧૨મી જૂને બારડોલીના સાંકરી બી.એ.પી.એસ. મંદિર કોમ્પ્લેક્સમાં રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા યોજાનારા આ ખેડૂત સંમેલનમાં કૃષિ મંત્રી  રાઘવજી ભાઈ પટેલ(Raghavaji  Patel) પણ ઉપસ્થિત રહેવાના છે.

આ પણ વાંચો :VADODARA : વિશ્વામિત્રીની વહનક્ષમતા વધારવા 25 કિમીમાં સિંચાઇ વિભાગની કામગીરી પૂર્ણ

Tags :
150th birth anniversary of Sardar Vallabhbhai PatelCenter of Excellence for Sugar CaneCM Bhupendra PatelMicronutrientpm narendra modiraghavaji patelVikaasit Krushi Sankalp Abhiyan
Next Article