ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Satsang Dixa : 15,666 બાળ-બાલિકાઓનો દ્વિદિવસીય ઐતિહાસિક સન્માન સમારોહ

Satsang Dixa*પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથને સંસ્કૃતમાં સંપૂર્ણ કંઠસ્થ કરનાર ૧૫,૬૬૬ બાળ-બાલિકાઓનો દ્વિદિવસીય ઐતિહાસિક સન્માન સમારોહ.* *શ્રી અક્ષર મંદિર ગોંડલના બાળ-બાલિકા વિદ્વાનોએ કંઠસ્થ કરેલા સંસ્કૃત શ્લોકો દ્વારા ‘વિશ્વશાંતિ હોમાત્મક મહાયજ્ઞ’ માં જોડાયા.* આજના આધુનિક યુગમાં, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિની મુખપાઠની પરંપરાને ભૂલી ગયા છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક ‌વારસા સામે દૃષ્ટિ કરીએ‌‌ તો જણાય છે કે ઋષિ-મુનિઓના આશ્રમમાં બાળપણથી જ બાળકોને મુખપાઠ દ્વારા સંસ્કારીત કરવામાં આવતા કે જેના પરથી તેમના ઉત્કૃષ્ટ ભવિષ્ય કંડારવાનો એક મજબૂત આધાર તૈયાર થતો હતો.
11:29 AM Oct 29, 2025 IST | Kanu Jani
Satsang Dixa*પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથને સંસ્કૃતમાં સંપૂર્ણ કંઠસ્થ કરનાર ૧૫,૬૬૬ બાળ-બાલિકાઓનો દ્વિદિવસીય ઐતિહાસિક સન્માન સમારોહ.* *શ્રી અક્ષર મંદિર ગોંડલના બાળ-બાલિકા વિદ્વાનોએ કંઠસ્થ કરેલા સંસ્કૃત શ્લોકો દ્વારા ‘વિશ્વશાંતિ હોમાત્મક મહાયજ્ઞ’ માં જોડાયા.* આજના આધુનિક યુગમાં, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિની મુખપાઠની પરંપરાને ભૂલી ગયા છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક ‌વારસા સામે દૃષ્ટિ કરીએ‌‌ તો જણાય છે કે ઋષિ-મુનિઓના આશ્રમમાં બાળપણથી જ બાળકોને મુખપાઠ દ્વારા સંસ્કારીત કરવામાં આવતા કે જેના પરથી તેમના ઉત્કૃષ્ટ ભવિષ્ય કંડારવાનો એક મજબૂત આધાર તૈયાર થતો હતો.
Satsang Dixa : *પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથને સંસ્કૃતમાં સંપૂર્ણ કંઠસ્થ કરનાર ૧૫,૬૬૬ બાળ-બાલિકાઓનો દ્વિદિવસીય ઐતિહાસિક સન્માન સમારોહ.*
*શ્રી અક્ષર મંદિર ગોંડલના બાળ-બાલિકા વિદ્વાનોએ કંઠસ્થ કરેલા સંસ્કૃત શ્લોકો દ્વારા ‘વિશ્વશાંતિ હોમાત્મક મહાયજ્ઞ’ માં જોડાયા.*
આજના આધુનિક યુગમાં, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિની મુખપાઠની પરંપરાને ભૂલી ગયા છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક ‌વારસા સામે દૃષ્ટિ કરીએ‌‌ તો જણાય છે કે ઋષિ-મુનિઓના આશ્રમમાં બાળપણથી જ બાળકોને મુખપાઠ દ્વારા સંસ્કારીત કરવામાં આવતા કે જેના પરથી તેમના ઉત્કૃષ્ટ ભવિષ્ય કંડારવાનો એક મજબૂત આધાર તૈયાર થતો હતો. તેમાંથી જ ભારતને મહાન રાજાઓ, વિદ્વાનો, પંડિતો, વૈજ્ઞાનિકો અને ઋષિમુનિઓ મળ્યા છે. આજે ટેકનોલોજીના અસંયમિત ઉપયોગથી સુ-સંસ્કારોને ભૂલતા આ યુગમાં, મુખપાઠની પરંપરાથી આજના બાળકો ગભરાઈને દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ પુરાણોની આ પરંપરાને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુવર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ફરીથી જીવંત કરી બતાવી છે. ગત વર્ષે દિવાળીના દિવસો દરમિયાન ગોંડલ અક્ષરદેરીમાં તેઓએ સંકલ્પ કરેલો કે, ‘આવતી દિવાળી સુધીમાં ૧૦૦૦૦ થી વધુ બાળ બાલિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરે.’ આજે ૧ વર્ષ કુલ ૧૫,૬૬૬ બાળકો અને બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો ઈતિહાસ સર્જી દીધો છે. 

Satsang Dixa :‘સત્સંગદીક્ષા હોમાત્મક યજ્ઞ’

આ મુખપાઠ યજ્ઞમાં ૩ વર્ષથી ૧૩ વર્ષ સુધીના બાળકો અને બાલિકાઓ જોડાયા હતા. ઘણા‌ બાળકો ખૂબ જ નાના હતા કે જેઓ હજુ લખી કે વાંચી શકતા નથી છતાં પણ તેમણે માત્ર સાંભળીને શ્લોક યાદ રાખી પોતાની કાલી ઘેલી ભાષામાં મુખપાઠ પૂર્ણ કર્યો હતો. આ બાળકો અને બાલિકાઓને મુખપાઠ કરાવવામાં સંતો, કાર્યકરોની સાથે તેઓના વાલીઓની પણ ખૂબ મહેનત જોવા મળી હતી. 
આ મુખપાઠ અભિયાનની પુર્ણાહુતી પ્રસંગે શ્રી અક્ષર મંદિર ગોંડલ ખાતે તારીખ ૨૭ ઓક્ટોબર, સોમવારના રોજ સાંજે ૫:૦૦ થી ૭:૦૦ દરમિયાન બી.એ.પી.એસ. બાળપ્રવૃતિ દ્વારા પૂજ્ય અનંતચરણ સ્વામી તથા સંતોના વિદ્વત્તાસભર માર્ગદર્શન હેઠળ ‘સત્સંગદીક્ષા હોમાત્મક યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
સનાતન ધર્મ અને સંસ્કૃતિની વૈદિક પરંપરા તથા દેવભાષા સંસ્કૃતને જીવંત રાખવા માટે અપાર મહેનત કરનાર બી.એ.પી.એસ.ના ઓજસ્વી અને તેજસ્વી ૩ વર્ષથી શરુ કરી ૧૩ વર્ષ સુધીના કુલ 314 જેટલા બાળ બાલિકા વિદ્વાનો આ વૈદિક ‘વિશ્વશાંતિ હોમાત્મક મહાયજ્ઞ’ માં જોડાયા હતાં.
ગોંડલી નદીને કિનારે ગોંડલ અક્ષર મંદિરમાં અક્ષર ઘાટ પર તારીખ 27 ઓક્ટોબર 2025 ના રોજ સાંજના પાંચ વાગ્યે મહંત સ્વામી મહારાજે 24/10/2024ના રોજ સંકલ્પ કર્યો હતો કે 10,000 બાળ બાલિકાઓ સત્સંગ દીક્ષા નો સંપૂર્ણ મુખપાઠ કરે એક વર્ષના અંતે 15 હજારથી પણ વધુ બાળ બાલિકાઓએ સત્સંગ દીક્ષા નો સંપૂર્ણ મુખપાઠ કર્યો જેની પૂર્ણાહુતિ નિમિત્તે સમગ્ર સંસ્થામાં સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ નું આયોજન થયેલું 

Satsang Dixa : ‘મિશન રાજીપો અભિવાદન મહોત્સવ’

ગોંડલ બાળ બાલિકાઓ પણ આ યજ્ઞમાં યજમાન પદે લાભ પ્રાપ્ત કર્યો હતો. જેમાં 210 બાળકો 190 બાલિકાઓ તેમજ 550 થી પણ વધુ વાલીઓ તથા હરિભક્તો આ યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા કુલ 950 જેટલા મુમુક્ષોએ આ યજ્ઞનો લાભ પ્રાપ્ત કર્યો હતો. આ યજ્ઞની શુભ શરૂઆત અક્ષર મંદિરના કોઠારી પૂજ્ય  દિવ્યપુરૂષ સ્વામી એ મહાપુજા વિધિથી કરાવી હતી જેમાં આશીર્વાદ આપવા માટે સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામી પધાર્યા હતા સાથે સાથે સંસ્થાના ઘણા બધા સંતો યજ્ઞની આહુતિ આપવા માટે પણ પધાર્યા હતા.
મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંપૂર્ણ મુખપાઠ કરનાર તમામ ૧૫,૬૬૬ બાળકો અને બાલિકાઓનો અભિવાદન સમારોહ ‘મિશન રાજીપો અભિવાદન મહોત્સવ’ તા.૨૯ ઓક્ટોબર, બુધવારે સાંજે ૬:૩૦ વાગ્યાથી ઓનલાઈન માધ્યમ દ્વારા યોજાશે જેમાં દરેક બાળ-બાલિકા વિદ્વાન પોતાના ઘરેથી જ એમના માતા-પિતા, સગા-સંબંધી, મિત્રો, શિક્ષકો અને પાડોશીઓ સાથે જોડાશે. આ અભિવાદન સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ તમામ બાળકો પર અંતરના આશિષ વરસાવી, વિશિષ્ટ રીતે અભિવાદન કરશે.
(અહેવાલ: વિશ્વાસ ભોજાણી)
આ પણ વાંચો : Mutual harmony : પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે 'ધર્મ'
Next Article