RAJKOT : ઉપલેટા GIDCમાં ધમધમતા દેશી દારૂના હાટડાથી વેપારીઓ અને લોકો ત્રસ્ત
SAURASTRA : ઉપલેટા (UPLETA) શહેરમાં રાજ્યમાં અમલી દારૂબંધી લાગુ પડતી ન હોય તેવા દર્શ્યો ખુલ્લેઆમ જોવા મળે છે.શહેરના જીઆઇડીસી વિસ્તારમાં લાંબા સમયથી ધમધમતા દેશી દારૂના અડ્ડાના ખુલ્લેઆમ ધમધમે છે. જેમાં સવારથી મોડી રાત્રિ સુધી પ્યાસી લોકોનો મેળાવડો જામે છે. પોલીસ તંત્રની ભષ્ટ્ર નીતિરીતિથી ધમધમતા આ અડ્ડાથી જીઆઇડીસી ના વેપારીઓ તેમજ લોકોએ એસએમસી (SMC) ની ટીમ દરોડો પાડીને દારૂના હાટડા બંધ કરાવે તેવી માંગ કરી છે.
રોડ પર જ દેશી દારૂનો અડ્ડાઓ
બહારગામથી ઉપલેટામાં આવતા પ્યાસી લોકોને દેશી કે વિલાયતી દારૂ ક્યાંય શોધવા દૂર જવું પડે તેમ નથી.કારણકે ઉપલેટા પોરબંદર તરફ જવાના રસ્તા પર જલારામ મંદિર પાસે આવેલ જીઆઇડીસી વિસ્તારમાં રિલાયન્સ ના ફોર્મ પાસે પાન બીડી ની દુકાન ની જેમ રોડ પર જ દેશી દારૂનો અડ્ડાઓ ધમધમી રહ્યા છે. આ વિસ્તારમાં કેબીનો નાખીને ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડાઓ દિવસભર ધમધમતા જોવા મળી રહ્યા છે. આ અડ્ડામાં પ્યાસીઓને પીવાની પણ સગવડ આપવામાં આવતી હોય દિવસભર પ્યાસીઓનો જમાવડો રહે છે.દારૂના નશામાં જાહેર રસ્તાઓ પર ડીંગલ કરતાં પ્યાસીઓના સામાન્ય લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
ધંધા સામે આંખ આડા કાન
સ્થાનિક પોલીસનો ભષ્ટ્ર સ્ટાફ આ બુટલેગરો પાસેથી દર માસે નિશ્ચિત રકમના હપ્તા લઈને તેમના લોકોને વ્યસની બનાવવાના ધંધા સામે આંખ આડા કાન કરી રહ્યાં છે. ઉપલેટા શહેરમાં ઠેક ઠેકાણે વેચાતા દેશી દારૂના અડ્ડા તાજેતરમાં કેમેરામાં કેદ થઈને વાઇરલ થયાં હતાં. જે બાદ મોટાભાગના અખબારો અને ટીવી ચેનલોએ આ અંગેના સચિત્ર અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા. જેથી બચાવની સ્થિતિમાં આવી ગયેલા સ્થાનિક પોલીસ તંત્રે આ અડ્ડાઓ થોડો સમય માટે બંધ કરાવી દીધા હતાં.
દારૂના હાટડા બંધ કરાવે તેવી માંગ
જે બાદ આ બુટલેગરોએ ફરી ભષ્ટ્ર પોલીસ તંત્રને મોટી રકમની હપ્તો ચૂકવી દેતા ફરી ત્રણેય અડ્ડાઓ ખોલવાની છૂટ આપી દીધી હતી.હાલમાં આ અડ્ડાઓ ધમધમવા લાગ્યા હોય જાગૃત નાગરિકો હવે રાજ્યમાં દારૂના દુષણને ડામવા કડક કામગીરી કરનારી એસએમસીની ટીમ દરોડો પડીને આ દારૂના હાટડા બંધ કરાવે તેવી માંગ કરી છે. જેમના અમુક આગેવાનોએ આ અંગેની માહિતી એસએમસીના એસપી નિલિપ્ત રાયને પહોંચાડવા તજવીજ હાથ ધરી છે.
દર મહિને ₹ 1,00,000 નો હપ્તો આપીએ છીએ જેમાં બધી પોલીસ સમજી લેશે.
ઉપલેટામાં દેશી દારૂના મોટા અડ્ડા ધમધમી રહ્યાં છે. જે આ દારૂના અડ્ડા સેક્શન વારા છે. બુટલેગરે કેમેરામાં કબુલ્યું હતું કે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એક લાખનો સેક્શન આપવામાં આવી રહ્યું છે..જેથી જાગૃતમાં ચર્ચાઈ રહ્યું છે કે આટલો મસમોટો હપ્તો ભષ્ટ્ર પોલીસ સ્ટાફ કયાંથી જતો કરે? અગાઉ પણ આ ઉપલેટા જીઆઇડીસીમાં વેપારીઓ દ્વારા જનતા રેડ કરી અને વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા. જેથી પોલીસે ના છૂટકે આ દેશી દારૂનો ધંધો બંધ કરાવ્યો હતો. ફરીથી આ જ વિસ્તારમાં દેશી દારૂનો ધંધો ફુલ્યો ફાલ્યો છે. જીઆઇડીસીઓના ફેક્ટરી ના માલિકોને ડર લાગી રહ્યો છે કે તેના મજૂરો દેશી દારૂ પી અને કામ કરે છે અને જો કોઈ પણ પ્રકારની ઘટના બની શકે છે મશીનરીમાં આવી શકે છે તેમજ કોઈ કારીગરોના અકસ્માતે મૃત્યુ પણ નીપજી શકે છે. સ્થાનિક વેપારીઓ ની એક જ માંગશે છે આ જીઆઇડીસી માં ચાલતા દારૂના દુષણને ડામવામાં આવે.
અહેવાલ - હરેશ, ઉપલેટા-રાજકોટ
આ પણ વાંચો -- Rajkot Gamezone fire : કલાકોની સુનાવણી બાદ કોર્ટે 4 આરોપીઓને આપ્યો મોટો ઝટકો!