Kutch: કચ્છમાં ઝડપાયું 1.5 કરોડનું ડ્ર્ગ્સ, SOG એ 147.67 ગ્રામ કોકેઇન સાથે ચારને દબોચ્યા
- 147.67 ગ્રામ કોકેઇન સાથે ચાર આરોપીઓની અટકાયત
- 147.67 ગ્રામ કોકેઇન બજાર કિંમત છે 1,53,47,000 રૂપિયા
- SOG વોચ ગોઠવી ચાર આરોપીઓને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યાં
- SP સાગર બાગમારના માર્ગદર્શન તળે ધાક બેસાડતી કાર્યવાહી
Kutch: કચ્છના ભચાઉ તાલુકાના ગઈકાલ રાત્રે SOG ની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. એસઓજી પોલીસ દ્વારા લાકડીયા ધોરીમાર્ગ પર વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન SOG ની ટીમે હરિયાણા પાર્સિંગની એક કારને ઝડપી પાડી છે. આ કારમાંથી રૂપિયા 1,53,47,000 ની કિંમતનું કોકેઇન મળી આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ ટીમ દ્વારા ચાર શખસોની પણ અટકાયદ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ ચાર આરોપીઓ સામે એનડીપીસી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે પંજાબના દંપતી સહિત ચાર લોકોની કરી અટકાયત
મળતી વિગતો પ્રમાણે પંજાબના દંપતી સહિત ચારની અટકાયત કરી છે. આ ચારેય આરોપીઓ સંબંધી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ્યારે પકડાયેલી અન્ય મહિલા સપ્લાયરની પત્ની છે. નોંધનીય છે કે, લાકડીયા ધોરીમાર્ગ પર પર આવેલા સામખીયાળી પાસે SOGએ ફોર્ડ ઇકોસ્પોર્ટ કારમાંથી 1,53,47,000 રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ મામલે અત્યારે આગળની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં અન્ય નવી કડીઓ પણ ખુલવાની શક્યતાઓ વર્તાઈ રહીં છે.
આ પણ વાંચો: Farmer: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યની જનતાને સૌથી મોટી ભેટ, ખેડૂત બનવું હવે થશે સરળ
કારમાં લઈને જઈ રહ્યાં હતા 1,53,47,000 કરોડનું ડ્રગ્સ
આરોપીઓની વાત કરવામાં આવે તો, અત્યારે ડ્રગ્સ સાથે 4 આરોપી ઝડપયા છે. જેમાં હનિરસિંગ બિન્દરસિંહ શીખ (ઉં.વ. 27 મૂળ રહેવાસી: લહેરાદુર કોટ, તા. રામપુરા ફુલ, જી. ભટીન્ડા) જે આ કારનો ડ્રાઈવર છે, સંદીપસિંગ પપ્પુસિંગ શીખ (ઉં.વ.25, મૂળ રહેવાસી: વોર્ડ નં. 4, રામપુરા ફુલ, જી. ભટીન્ડા), જસપાલકોર ઉર્ફ સુમન ગુલવંતસિંગ ઉર્ફ શનિભાઈ (ઉં.વ. 29) અને અર્શદીપકોર સંદીપસિંગ શીખ (ઉં.વ.21)ની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Ponzi Scheme : કરોડો ખંખેરનાર ભૂપેન્દ્રના ઘેરથી લક્ઝ્યુરિયસ કાર્સ જપ્ત
પોલીસે 4 આરોપીઓ સાથે મુદ્દામાલને કર્યો જપ્ત
નોંધનીય છે કે, પોલીસે આરોપીઓ પાસેથી આટલો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. જેમાં 147.67 ગ્રામ કોકેઇન જેની બજાર કિંમત ₹1,47,67,000 થાય છે, આ સાથે ફોર્ડ ઇકો સ્પોર્ટ કાર (જેની કિમત ₹5,00,000) રૂપિયા ₹80,000ની કિંમતના 6 જેટલા ફોન પણ જપ્ત કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ આધારકાર્ડ અને પાનકાર્ડ, કાયદાના નિયમો અનુસાર માદક પદાર્થના સેમ્પલિંગ, ઇવેંટ્રી વેરિફિકેશન અને ફોટોગ્રાફી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવશે. આ સાથે તમામ લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: મોડાસામાં Bhupendrasinh Jhalaનું લાખોનું વૈભવી ફાર્મહાઉસ...


