ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભરૂચના ઝઘડિયામાંથી દિપડાના બચ્ચાઓના વેચાણના કૌભાંડનો પર્દાફાશ

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ ઝઘડિયાના પાણેથા ગામેથી દીપડાના જીવતા બચ્ચાનો સોદો કરતા 2 ઈસમોની જંગલખાતાના અધિકારીઓએ કરી હતી. અને તેઓ દીપડાનું બચું ક્યાંથી લાવ્યા હતા અને કોને વેચવાના હતા.ત્યારે પાણેથાના 2 ઈસમોએ 4 માસ પહેલા દીપડાનું જીવતું બચ્ચું પકડ્યું...
04:10 PM Oct 19, 2023 IST | Maitri makwana
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ ઝઘડિયાના પાણેથા ગામેથી દીપડાના જીવતા બચ્ચાનો સોદો કરતા 2 ઈસમોની જંગલખાતાના અધિકારીઓએ કરી હતી. અને તેઓ દીપડાનું બચું ક્યાંથી લાવ્યા હતા અને કોને વેચવાના હતા.ત્યારે પાણેથાના 2 ઈસમોએ 4 માસ પહેલા દીપડાનું જીવતું બચ્ચું પકડ્યું...

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

ઝઘડિયાના પાણેથા ગામેથી દીપડાના જીવતા બચ્ચાનો સોદો કરતા 2 ઈસમોની જંગલખાતાના અધિકારીઓએ કરી હતી. અને તેઓ દીપડાનું બચું ક્યાંથી લાવ્યા હતા અને કોને વેચવાના હતા.ત્યારે પાણેથાના 2 ઈસમોએ 4 માસ પહેલા દીપડાનું જીવતું બચ્ચું પકડ્યું હતું.અને ત્યાર બાદ આ બંને ઈસમો વડોદરા ઈરફાન નામના ઈસમ સાથે જીવતા બચ્ચાને વેચવાની પેરવી કરી હતી.અને ઈરફાન દ્વારા દીપડાના બચ્ચાં ની વીડિયો સોશિયલ મીડિયામાં વેચાણ અર્થે મુકેલ જે બાબત ગોરખપુર વાઈલ્ડ લાઈફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરોના ધ્યાને આવેલ હતી.આ વીડિયોની તપાસ કરતા ભરૂચના ઝઘડિયા ખાતે આવેલ પનેથા ગામનો હોવાનું સામે આવ્યું હતું

વન વિભાગના કર્મચારીઓએ સયુંકત ઓપરેશન પાર પાડીને પાણેથાના 2 ઈસમો નામે ગૌતમ પાદરીયા અને હરેશ પાટણવાડીયાની ધરપકડ કરી હતી.વન વિભાગ દ્વારા તેઓની અટકાયત કરીને બંને ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ છે..અને જ્યારે બરોડાનો ઈરફાન હાલ વોન્ટેડ છે.વન વિભાગના અધિકારી એ જણાવ્યું હતું કે અગાઉ કોઈ વન્ય જીવો આ લોકો દ્વારા વેચવામાં આવ્યા છે કે નહિ તેની પણ તપાસ કરવામાં આવનાર છે.

ગોરખપુર વાઈલ્ડ લાઈફ કંટ્રોલ બ્યુરો અને મુંબઈ વાઈલ્ડ લાઈફ કંટ્રોલ બ્યુરો દ્વારા છેલ્લા બે માસથી વીડિયોમાં આધારે તપાસ ચાલી રહી હતી તે સમય દરમિયાન અમારી પાસે આવેલી માહિતીના આધારે વન વિભાગના ના કર્મચારીઓને સાથે રાખીને ઝઘડિયાના પાણેથા ગામે તપાસ હાથ ધરવામાં આવી હતી અને 2 ઈસમો પાસેથી ચાર વર્ષનું દીપડાનું બચું મળી આવેલ હતું.તાત્કાલિક તેની કબ્જો મેળવી બંને ઇસમોની ધરપકડ કરી લેવામાં આવી હતી.અને આ બંને ઈસમો વિરૃદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - ભરૂચ જિલ્લામાં સ્પા કોમર્શિયલ બિલ્ડીંગમાં ચાલતા દેહના વેપાર ઉપર સપાટા

Tags :
BharuchconflictGujaratleopard cubsScamwild animal
Next Article