ChhotaUdepur : ભારજ નદીના ડાયવર્ઝનમાં કૌભાંડની આશંકા, બે વર્ષમાં સાડા છ કરોડ વેડફાયા પરંતુ...
Chhota Udepur : ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં ભારજ નદી પરના પુલ તૂટી જવાના કારણે છેલ્લા બે વર્ષથી રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નેશનલ હાઈવે-56 પર આવેલા આ પુલ તૂટ્યા બાદ સરકારે નદીના પટમાં ડાયવર્ઝન બનાવવાનું કામ હાથ ધર્યું હતું, પરંતુ રાહદારીઓ અને સ્થાનિકોના આરોપ છે કે આ ડાયવર્ઝન તકલાદી છે અને કોન્ટ્રાક્ટરે તેમાં વેઠ ઉતારી છે.
Advertisement
- Chhota Udepur : ભારજ નદી પુલ તૂટ્યો બે વર્ષથી : પાવીજેતપુરમાં ડાયવર્ઝન તકલાદી, રાહદારીઓને 40 કિમીના ચક્કર, કોન્ટ્રાક્ટર પર ગંભીર આરોપ
- છોટાઉદેપુરમાં ભારજ નદીના ડાયવર્ઝનમાં કૌભાંડની આશંકા : ત્રીજી વાર તકલાદી કામ, સરકારી નાણાં વેડફાતા લોકોમાં રોષ
- પાવીજેતપુર ભારજ નદી પર ડાયવર્ઝન તૂટવાની સિલસિલો : ફક્ત 6-8 તૂટેલા પાઈપો સાથે કામ, ચોમાસા પહેલા તૂટી જશે તેવી ભીતિ
- નેશનલ હાઈવે-56 પર ભારજ નદી પુલની સમસ્યા : ડાયવર્ઝન તકલાદી, વેપારીઓ અને ખેડૂતોને મુશ્કેલી, સરકારી અધિકારીઓ સામે સવાલ
- પાવીજેતપુરમાં ભારજ નદી ડાયવર્ઝનમાં ભ્રષ્ટાચારના આરોપ : બે વર્ષમાં સાડા છ કરોડ વેડફાયા, કાયમી નિરાકરણની માંગ
Chhota Udepur : : રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં ભારજ નદી પરના પુલ તૂટી જવાના કારણે છેલ્લા બે વર્ષથી રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નેશનલ હાઈવે-56 પર આવેલા આ પુલ તૂટ્યા બાદ સરકારે નદીના પટમાં ડાયવર્ઝન બનાવવાનું કામ હાથ ધર્યું હતું, પરંતુ રાહદારીઓ અને સ્થાનિકોના આરોપ છે કે આ ડાયવર્ઝન તકલાદી છે અને કોન્ટ્રાક્ટરે તેમાં વેઠ ઉતારી છે. બે વર્ષમાં બે વખત ચોમાસામાં ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, અને ત્રીજી વાર બની રહેલું ડાયવર્ઝન પણ તકલાદી હોવાના આરોપમાં સરકારના સાડા છ કરોડ રૂપિયા વેડફાયા હોવાનું કહેવાય છે.

