ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SDRF : નાગરિકો ઉપર આવતી કુદરતી આફતોમાં ઉધ્ધારક યોજના

SDRF-ગુજરાતના નાગરિકો ઉપર આવતી કુદરતી આફતોમાં અમારી સરકાર હંમેશા તેમની પડખે ઉભી રહી છે: મંત્રી  બલવંતસિંહ રાજપૂત વર્ષ ૨૦૨૪માં પાક નુકશાની માટે SDRFમાંથી અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. ૧૩૩૩.૬૨ કરોડની સહાય ચૂકવાઈ છેલ્લા પાંચ વર્ષમાં ભારત સરકારે SDRF હેઠળ ૭૫...
02:03 PM Mar 07, 2025 IST | Kanu Jani
SDRF-ગુજરાતના નાગરિકો ઉપર આવતી કુદરતી આફતોમાં અમારી સરકાર હંમેશા તેમની પડખે ઉભી રહી છે: મંત્રી  બલવંતસિંહ રાજપૂત વર્ષ ૨૦૨૪માં પાક નુકશાની માટે SDRFમાંથી અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. ૧૩૩૩.૬૨ કરોડની સહાય ચૂકવાઈ છેલ્લા પાંચ વર્ષમાં ભારત સરકારે SDRF હેઠળ ૭૫...

SDRF-વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીશ્રી વતી મંત્રી બળવંતસિંહ રાજપૂતે (Balwant Singh Rajput) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) ના નેતૃત્વ હેઠળની અમારી ડબલ એન્જિનની સરકારે હરહંમેશ ગરીબો, યુવાનો, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષને પ્રાધાન્ય આપ્યું છે.

ગુજરાતના નાગરિકો ઉપર આવતી કુદરતી આફતોમાં અમારી સરકાર હંમેશા તેમની પડખે ઉભી રહી છે. આફતો સમયે નાગરિકોને થયેલા નુકસાન સામે SDRFના ધારા ધોરણો મુજબ તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં 75 ટકા કેન્દ્ર સરકાર અને 25  ટકા ફાળો રાજ્ય સરકારનો હોય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ સંદર્ભે વધુ વિગતો આપતાં મંત્રીશ્રી Balwant Singh Rajput એ કહ્યું હતું કે, ગત વર્ષ 2024 માં ગુજરાતમાં પડેલા કમોસમી અને ભારે વરસાદમાં થયેલા નુકશાન સામે ખેડૂતોને સહાય ચૂકવવામાં માટે SDRFમાંથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને કુલ રૂ. 133.62 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં ભારત સરકારે SDRF હેઠળ ૭૫ ટકા લેખે કુલ રૂ. 5852.8 કરોડ તેમજ ગુજરાત સરકારે ૨૫ ટકા લેખે કુલ રૂ. 1949.6  કરોડના ફંડની ફાળવણી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કુદરતી આપત્તિઓ સમયે અસરગ્રસ્તોને માનવમૃત્યુ/માનવઇજા, કપડા અને ઘરવખરી સહાય, મકાન/ઝૂંપડા સહાય, ઘાસચારા સહાય, ખેડૂતોને પાક નુકશાન અને જમીન ધોવાણ સહાય, પશુ મૃત્યુ સહાય, દૈનિક રોકડ સહાય (Cash dolls ), માછીમારોની હોડી અને જાળીને થયેલ નુકશાન માટે, હસ્તકલા અને હાથશાળ કારીગરોને થયેલ નુકશાન માટેની સહાય રાજ્ય સરકાર દ્વારા SDRF માંથી આપવામાં આવે છે.

આ પણ વાંચો- Urban Development:રાજયના શહેરોના સર્વાંગી વિકાસ માટેની યોજના

Tags :
Balwant Singh RajputSDRF
Next Article