Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah In Gujarat: અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનુ લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનુ લોકાર્પણ કરશે અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે.
amit shah in gujarat  અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ  વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનુ લોકાર્પણ
Advertisement
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
  • અમદાવાદમાં 117 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું ઉદ્ઘાટન કરશે
  • આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા મહાસંમેલનમાં આપશે હાજરી

Amit Shah In Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગૃહ પ્રધાન આજે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનુ લોકાર્પણ કરશે અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે.

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સવારે અમદાવાદમાં 117 કરોડ રૂપિયાના ખર્ચે 132 રિંગ રોડ પર નિર્માણ પામેલા ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ બ્રિજ દરરોજ લગભગ 1.5 લાખ મુસાફરોને ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત આપશે, જેનાથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બનશે.

Advertisement

આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા મહાસંમેલનમાં હાજરી

આ ઉપરાંત, અમિત શાહ સવારે 10:30 કલાકે સાયન્સ સિટી, સોલા ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા મહાસંમેલનમાં આપશે હાજરી આપશે. આ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના યોગદાન અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થશે, જે રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.

Advertisement

આ પણ વાંચો : Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- પાકિસ્તાન પરમાણુ બોમ્બની ધમકીઓ આપતું હતું પરંતુ..!

મહેસાણામાં બે મહત્વપૂર્ણ ઉદ્ઘાટન કાર્યક્રમો

બપોરે, અમિત શાહ મહેસાણા જિલ્લાની મુલાકાત લેશે, જ્યાં તેઓ બે મહત્વપૂર્ણ ઉદ્ઘાટન કાર્યક્રમોમાં ભાગ લેશે. બપોરે 12:30 કલાકે ગોજારીયા ખાતે શ્રી કે.કે. પટેલ અને શ્રીમતી મધુબેન કે. પટેલ નર્સિંગ કોલેજ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ નર્સિંગ કોલેજ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે યુવાનોને નવી તકો પૂરી પાડશે. ત્યારબાદ, બપોરે 1:30 કલાકે કડીના સાદરા ગામે ફાલ્કન એગ્રી ફૂડ પ્રાઇવેટ લિમિટેડનું ઉદ્ઘાટન કરશે, જે કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે અને સ્થાનિક રોજગારીને વેગ આપશે.

આ પ્રવાસ દરમિયાન અમિત શાહની હાજરી ગુજરાતના વિકાસ અને સહકારી ક્ષેત્રના ઉન્નતિમાં મહત્વનું યોગદાન આપશે.

આ પણ વાંચો : Gandhinagar : Operation Sindoor થી મોદીજીએ વિશ્વને સંદેશો આપ્યો કે, "સિંદૂર ભારતના સંસ્કાર છે" : અમિતભાઇ શાહ

Tags :
Advertisement

.

×