ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM ફેલોશીપ માટે ખેડા જિલ્લાના નાનકડા ગામની દીકરીની પસંદગી

સમગ્રભારત દેશમાં પીએમ ફેલોશીપ માટે માત્ર ૨૩ જેટલી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.તેમાંથી ખેડા જિલ્લાના મહુધાની અમીબેન ઘનશ્યામભાઈ પટેલની પણ પીએમ ફેલોશીપ માટે પસંદગી કરાઇ છે.માઈગ્રેનના ડ્રગનું નેનો પાર્ટીકલ બનાવી તેને વધુ અસરકારક કરવા માટેનો પ્રયાસ હાલમાં રિસર્ચર અમી પટેલ...
05:47 PM May 09, 2023 IST | Hiren Dave
સમગ્રભારત દેશમાં પીએમ ફેલોશીપ માટે માત્ર ૨૩ જેટલી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.તેમાંથી ખેડા જિલ્લાના મહુધાની અમીબેન ઘનશ્યામભાઈ પટેલની પણ પીએમ ફેલોશીપ માટે પસંદગી કરાઇ છે.માઈગ્રેનના ડ્રગનું નેનો પાર્ટીકલ બનાવી તેને વધુ અસરકારક કરવા માટેનો પ્રયાસ હાલમાં રિસર્ચર અમી પટેલ...

સમગ્રભારત દેશમાં પીએમ ફેલોશીપ માટે માત્ર ૨૩ જેટલી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.તેમાંથી ખેડા જિલ્લાના મહુધાની અમીબેન ઘનશ્યામભાઈ પટેલની પણ પીએમ ફેલોશીપ માટે પસંદગી કરાઇ છે.માઈગ્રેનના ડ્રગનું નેનો પાર્ટીકલ બનાવી તેને વધુ અસરકારક કરવા માટેનો પ્રયાસ હાલમાં રિસર્ચર અમી પટેલ દ્વારા કરવામાં આવી રહ્યો છે.તેઓ છેલ્લા બે વર્ષથી આ ડ્રગ ઉપર રિસર્ચ કરી રહ્યા છે

સયાજીરાવ યુનિવર્સિટીમાં ફાર્મસી ફેકલ્ટી માં પી એચ ડી કરી રહેલા અમી બેને જણાવ્યું કે આ ભારત ની સૌથી પ્રતિષ્ઠિત ઉચ્ચતમ ફેલોશીપ મેળવવાની ખુબ જ જટિલ પ્રક્રિયા છે અને તેઓ હાલ માઈગ્રેનના ડ્રગનું નેનો પાર્ટીકલ બનાવી,તેને ઓછી માત્રામાં વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય તેના ઉપર રિસર્ચ કરી રહ્યા છે.તેમના રિસર્ચ બાબતે અમી પટેલે જણાવ્યું હતું કે,માઈગ્રેન એ હાલમાં વિશ્વમાં ફાસ્ટ ગ્રોઇંગ ડિસીઝ છે કોવિડ પછી ડિપ્રેશન-એન્ઝાઈટીના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે

અત્યારે માઈગ્રેનના દર્દીઓને દવાનો જે ડોઝ લેવો પડે છે તેનાથી ઓછો ડોઝ અને વધુ અસરકારક દવા તૈયાર થાય તેવો મારો પ્રયત્ન છે આ ફેલોશીપથી મને મારા રિસર્ચમાં મદદ મળશે.આ ફેલોશીપ અંતર્ગત ઇન્ડસ્ટ્રી અને ગવર્મેન્ટ વચ્ચે કોલાબ્રેશનથાય છે અને બાદમાં રિસર્ચ વર્ક માટે 50 ટકા ખર્ચ ઇન્ડસ્ટ્રી અને 50 ટકા ખર્ચ ગવર્મેન્ટ આપે છે.આ નો શ્રેય તેઓ ફાર્મસી ફેકલ્ટીના ડીન પ્રો. કૃતિકા સાવંત તેમજ તેમના માતા પિતા સહિત પરિવાર ને આપી રહ્યા છે

અહેવાલ- અલ્પેશ સુથાર,વડોદરા

આ પણ  વાંચો- એવું તે શું થયું કે સિવિલમાં નવજાત બાળકના મૃત્યુ બાદ પરિવાર થયો ગાયબ

 

Tags :
daughter fromKheda districtPM fellowshipSelectionsmall village
Next Article