Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ISKCON Bridge Accident Case: જેલમાંથી બહાર આવવા તથ્ય પટેલનાં હવાતીયા, કોર્ટે આપ્યો મોટો ઝટકો

ઈસ્કોન બ્રિજ અકસ્માત (ISKCON Bridge Accident) પર અકસ્માત 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ જેલમાંથી બહાર નીકળવા માટે હવાતીયા મારી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે (Ahmedabad Rural Court) તેને વધુ એક ઝટકો આપ્યો છે.
iskcon bridge accident case  જેલમાંથી બહાર આવવા તથ્ય પટેલનાં હવાતીયા  કોર્ટે આપ્યો મોટો ઝટકો
Advertisement

તા.19 જુલાઈ 2023 ની રાત્રીના સુમારે ઈસ્કોન બ્રિજ (ISKCON Bridge) પર પુર ઝડપે ગાડી હંકારી 9 નિર્દોષ લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ (Tathya Patel) દ્વારા જેલમાંથી બહાર નીકળવા માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ ગુનાની ગંભીરતા જોતા પોલીસે તેની અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો.

Advertisement

હંગામી જામીન માટે કરી હતી અરજી

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ (ISKCON Bridge Accident Case) નો આરોપી તથ્ય પટેલ() દ્વારા તેની માતાના ઓપરેશન સબંધિત કામગીરી માટે અમદાવાદ સેશન્સ કોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી. તથ્ય પટેલ (Tathya Patel) દ્વારા 15 દિવસના હંગામી જામીન (Bail Application)મેળવવા અરજી કરી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે(Ahmedabad Rural Court) તથ્ય પટેલ (Tathya Patel)ની અરજી ફગાવી હતી.

Advertisement


શું હતો ચકચારી તથ્ય અકસ્માત કેસ ?

19 જુલાઈ, 2023 ની મધ્યરાત્રિના અમદાવાદના ઈસ્કોન બ્રિજ (Ahmedabad ISKCON Bridge) પર થયેલા એક અકસ્માતને લઈને ભીડ એકઠી થઈ હતી. આ સમયે ભારે ગતિથી આવેલી જગુઆર કારના ચાલકે ભીડને અડફેટમાં લીધી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, જેમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે એસ.જી. 2 ટ્રાફિક પોલીસ સ્ટેશન (SG 2 Traffic Police Station) માં ગુનો નોંધી તથ્ય પટેલ (Tathya Patel) અને તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જુદીજુદી કલમો હેઠળ પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ Bhavnagar: મહુવા નગરપાલિકાને ભાજપના કોર્પોરેટરોનો વિવાદ લઈ ડૂબ્યો? સુપરસીડ જાહેર

Jaguar કાર કોની માલિકીની  હતી

તથ્ય પટેલ કેસ (Tathya Patel Case) માં ગુનાના કામે કબજે લેવાયેલી જગુઆર કારની માલિકી ક્રિશ હિમાંશુ વરિયાની હોવાની હકિકત સામે આવી હતી. ક્રિશના પિતા હિમાંશુ વરિયા (Himanshu Variya) વિવિધ બેંકો સાથે 452 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરવા બદલ CBI Case માં જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે. હિમાંશુ વરિયા વર્ષ 2020માં ઝેરી દવા ગટગટાવી લાખો-કરોડોના લેણદારો સામે ફરિયાદ નોંધાવી ચૂકયા છે.

આ પણ વાંચોઃ Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×