Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગબ્બર પરીક્રમા મહોત્સવ અને મીની કુંભ જેવા અંબાજી ખાતે અનેક કાર્યક્રમો, વાંચો અહેવાલ

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર થી 3 કીમી દૂર ગબ્બરના પહાડ આસપાસ 51 શક્તિપીઠનું લોકાર્પણ તે વખતના મુખ્યમંત્રી...
ગબ્બર પરીક્રમા મહોત્સવ અને મીની કુંભ જેવા અંબાજી ખાતે અનેક કાર્યક્રમો  વાંચો અહેવાલ
Advertisement

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર થી 3 કીમી દૂર ગબ્બરના પહાડ આસપાસ 51 શક્તિપીઠનું લોકાર્પણ તે વખતના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2014 મા કરવામાં આવ્યું હતુ. વર્ષમાં એકવાર ફેબ્રુઆરી મહિનામા ગબ્બર ખાતે પાટોત્સવ ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે પાંચ દિવસનો પરિક્રમા મહોત્સવ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ મહાપર્વ ઊજવાશે. આ સમગ્ર પર્વને લઈને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર દ્વારા સંપુર્ણ માહિતી આપવામાં આવી હતી.

Advertisement

પરિક્રમા મહોત્સવમાં પાંચ દિવસના અલગ અલગ કાર્યક્રમોમાં અલગ-અલગ યાત્રાઓ દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરાશે.પરિક્રમા મહોત્સવમાં ચામર યાત્રા, મશાલ યાત્રા,જ્યોત યાત્રા સહિત અનેક કાર્યક્રમો ગબ્બર ખાતે યોજાશે.750 જેટલી બસો દ્વારા તમામ ભક્તોને વિના મુલ્યે એસટી સુવિધા દ્વારા 5 દીવસ લાવવામાં આવશે. અંબાજી ખાતે પાંચ દિવસ માઈ ભક્તોને વિનામૂલ્યે ભોજન આપવામાં આવશે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ જૂની કોલેજ અંબાજી ખાતે યોજાનાર છે. અંબાજી ખાતે આવનાર માઈ ભક્તો ગબ્બર પરિક્રમા મહોત્સવમાં જવા માટે અલગ અલગ હંગામી બસ સ્ટેન્ડ પણ ઊભા કરવામાં આવ્યા છે. આનંદ ગરબા પરિવાર દ્વારા પણ અખંડ ધૂન પરિક્રમા મહોત્સવમાં યોજાનાર છે.

Advertisement

અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા સમગ્ર કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. મહોત્સવ અર્થે અંબાજી આવતા માઈ ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે દિવસના ટ્રસ્ટ દ્વારા જે સુવિધા ઉભી કરવામાં આવી છે તેને પણ સંપૂર્ણ રૂપરેખા મીડિયાને આપવામાં આવી હતી.

અહેવાલ - શક્તિસિંહ રાજપૂત 

આ પણ વાંચો -- Gujarat: રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે અમર પાલનપુરીને વલી ગુજરાતી એવોર્ડ એનાયત

Tags :
Advertisement

.

×