Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Shaheed Diwas 2026 : આવતીકાલે સવારે ૧૧ કલાકે બે મિનિટ માટે સ્તંભી જશે ગુજરાત

ભારતની આઝાદીના ઇતિહાસના પાને જે વીરોએ પોતાના રક્તથી આઝાદીની ગાથા લખી છે, તેવા અમર શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે 'શહીદ દિન'  ૩૦મી જાન્યુઆરીનો આ દિવસ માત્ર એક તારીખ નથી, પરંતુ દેશભક્તિ અને બલિદાનના સર્વોચ્ચ આદર્શોને નમન કરવાનો અવસર છે. આગામી ૩૦ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં શહીદોની સ્મૃતિમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
shaheed diwas 2026   આવતીકાલે સવારે ૧૧ કલાકે બે મિનિટ માટે સ્તંભી જશે ગુજરાત
Advertisement
  • Shaheed Diwas 2026-રાષ્ટ્ર કાજે બલિદાન આપનાર અમર શહીદોને 'શહીદ દિને' ભાવભરી વંદના

Shaheed Diwas 2026 : ભારતની આઝાદીના ઇતિહાસના પાને જે વીરોએ પોતાના રક્તથી આઝાદીની ગાથા લખી છે, તેવા અમર શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે 'શહીદ દિન' Shaheed Diwas ૩૦મી જાન્યુઆરીનો આ દિવસ માત્ર એક તારીખ નથી, પરંતુ દેશભક્તિ અને બલિદાનના સર્વોચ્ચ આદર્શોને નમન કરવાનો અવસર છે.

આગામી ૩૦ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં શહીદોની સ્મૃતિ Martyrs Day Indiaમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સામાન્ય વહીવટ વિભાગના માધ્યમથી નાગરિકોને રાષ્ટ્રવ્યાપી શ્રદ્ધાંજલિમાં જોડાવા અને શહીદોના સન્માનમાં બે મિનિટ મૌન પાળવા માટે વિશેષ અપીલ કરવામાં આવી છે. .

Advertisement

આવતીકાલે, ૩૦ જાન્યુઆરી(30 January) ૨૦૨૬ના રોજ સમગ્ર રાજ્યમાં સવારે ૧૧:૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળી શહીદોને ઋણ અદા કરવામાં આવશે.

Advertisement

Shaheed Diwas 2026 : સ્તંભી જશે રાજ્યની ગતિ: ૧૧ વાગ્યે મૌન પાળવા અપીલ

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ, આવતીકાલે સવારે ૧૧:૦૦ કલાકે રાજ્યના તમામ નાગરિકોને પોતપોતાના સ્થળે બે મિનિટ મૌન પાળવા અનુરોધ કરાયો છે. આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાં વાહનવ્યવહાર અને તમામ કામકાજની ગતિને શક્ય હોય ત્યાં સુધી થોભાવી દેવા જણાવાયું છે.

Shaheed Diwas 2026-સાયરન અને સંકેતો દ્વારા સૂચના

જે સ્થળોએ સાયરન કે સેનાની તોપની વ્યવસ્થા છે, ત્યાં સવારે ૧૦:૫૯ થી ૧૧:૦૦ વાગ્યા સુધી સાયરન વગાડી મૌનની શરૂઆત કરવામાં આવશે. બે મિનિટના મૌન બાદ ૧૧:૦૨ થી ૧૧:૦૩ કલાક દરમિયાન ફરી સાયરન વગાડી રાબેતા મુજબનું કામકાજ શરૂ કરવાનો સંકેત આપવામાં આવશે. જે વિસ્તારોમાં સાયરનની વ્યવસ્થા નથી, ત્યાં પણ નાગરિકોને સ્વયંભૂ ૧૧ વાગ્યે શાંત રહી શ્રદ્ધાંજલિ આપવા વિનંતી કરવામાં આવી છે.

શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, શહીદ દિનનું મહત્વ નવી પેઢી સુધી પહોંચે તે માટે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ અને કોર્પોરેશનમાં વિવિધ કાર્યક્રમો યોજાશે:

  • વક્તવ્ય અને સંવાદ: દેશની સ્વતંત્રતા અને શહીદોના બલિદાન વિશે ચર્ચા કરવામાં આવશે.

  • પ્રસારણ માધ્યમો: સ્વતંત્રતા સંગ્રામ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો, ફિલ્મો અને વૃત્તચિત્રો પ્રસારિત કરાશે.

  • ઔદ્યોગિક એકમો: રાજ્યના વિવિધ વાણિજ્ય અને ઉદ્યોગ સંઘો પણ ગૌરવપૂર્વક આ દિવસની ઉજવણીમાં જોડાશે.

૩૦ જાન્યુઆરીનો આ દિવસ માત્ર બે મિનિટ માટે સ્તબ્ધ થઈ જવાનો જ નહીં, પરંતુ આપણા અંતરમાં શહીદો પ્રત્યેની અપ્રતિમ શ્રદ્ધા અને રાષ્ટ્રપ્રેમની જ્યોતને વધુ પ્રજ્વલિત કરવાનો અવસર છે. જે વીરોએ માતૃભૂમિની રક્ષા કાજે હસતા મુખે ફાંસીના ફંદે ચડીને કે રણમેદાનમાં શહીદી વહોરીને આપણને આઝાદીની ભેટ આપી છે, તેમના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત થઈ શકીએ તેમ નથી. પરંતુ, તેમની સ્મૃતિમાં ગૌરવપૂર્વક બે મિનિટ મૌન પાળીને આપણે એક સંગઠિત અને કૃતજ્ઞ રાષ્ટ્ર હોવાનો પરિચય ચોક્કસ આપી શકીએ છીએ.

રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ ભાવભરી અપીલને સ્વીકારી, ચાલો આપણે સૌ નાગરિકો આવતીકાલે સવારે ૧૧ કલાકે જ્યાં હોઈએ ત્યાં બે મિનિટ થોભીને, આધુનિક ભારતના આ ઘડવૈયાઓને આપણી સાચી અને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ-Homage to Martyrs અર્પિત કરીએ. શહીદોનું સન્માન એ જ શ્રેષ્ઠ રાષ્ટ્રસેવા છે.

આ પણ વાંચો : Surat: IT વિભાગની DDI વિંગના દરોડામાં થયો મોટો ખુલાસો

Tags :
Advertisement

.

×