Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ બાદ Shaktisinh Gohil ના ભાજપ સરકાર પર પ્રહાર!

આ સાથે શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસનાં સંગઠન માળખા અંગે પણ નિવેદન આપ્યું છે.
અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ બાદ shaktisinh gohil ના ભાજપ સરકાર પર પ્રહાર
Advertisement
  1. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને લઈ Shaktisinh Gohil ના ભાજપ સરકાર પર પ્રહાર
  2. ગુજરાતનાં શિક્ષણ અંગે થયેલ દાવા સત્ય અને વાસ્તવિક છે : શક્તિસિંહ ગોહિલ
  3. ભાજપ સરકારમાં ખાનગી શિક્ષણની પરંપરા શરૂ થઈ : શક્તિસિંહ ગોહિલ
  4. ગુજરાત કોંગ્રેસનાં સંગઠન માળખા અંગે પણ શક્તિસિંહ ગોહિલનું નિવેદન

ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ફરી એકવાર ભાજપ (BJP) સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ (Akhilesh Yadav) એ એક ટ્વીટ મારફતે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊઠાવ્યા હતા. જે મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં (Gujarat Congress) પ્રમુખ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ સાથે શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસનાં સંગઠન માળખા અંગે પણ નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો - Jain Samaj : અગ્રણીઓની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- જૈન મુનિ સાગરચંદ્ર સાગરના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો!

Advertisement

ખાનગી શાળાઓમાં ઊંચી ફી ભરી અભ્યાસ કરવો પડે એ વ્યવસ્થા છે : શક્તિસિંહ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને લઈ ભાજપ સરકારને ફરી એકવાર ઘેરવાનો પ્રયાસ કર્યો છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાતનાં શિક્ષણ અંગે થયેલ દાવા સત્ય અને વાસ્તવિક છે. ગુજરાતમાં સરકારી શિક્ષણની ઉત્તમ પરંપરા રહી હતી, પણ ભાજપ સરકારમાં ખાનગી શિક્ષણની પરંપરા શરૂ થઈ છે. ખાનગી શાળાઓમાં ઊંચી ફી ભરી અભ્યાસ કરવો પડે એ વ્યવસ્થા છે. રાજ્યમાં શાળાઓ અને શિક્ષકની સંખ્યા પણ ઘટી રહી છે. તેમણે આગળ કહ્યું કે, કચ્છ, ભાલ અને આદિવાસી વિસ્તારમાં એક શિક્ષકવાળી અનેક શાળાઓ છે. જણાવી દઈએ કે, આપ નેતા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને ઉત્તરપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું હોવાનો દાવો કરી સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી ગંભીર આરોપ કર્યા છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : વટવામાં યુવકની છરી મારી હત્યા, મહિલા સહિત 4 આરોપીની ધરપકડ

જિલ્લા કોંગ્રેસ સમિતિને મજબૂત બનાવવામાં આવશે : શક્તિસિંહ ગોહિલ

અમદાવાદનાં (Ahmedabad) પાલડી સ્થિત રાજીવગાંધી ભવન ખાતે કોંગ્રેસનાં અધિવેશન કાર્યક્રમની જવાબદારી સફળતાપૂર્વક સંભાળનારા અગ્રણીઓ સાથે સંવાદ કરીને કાર્યક્રમને સફળ બનાવવા માટે આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દરમિયાન, ગુજરાત કોંગ્રેસના સંગઠન માળખા અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે, જિલ્લા કોંગ્રેસ સમિતિને મજબૂત બનાવવામાં આવશે. કોંગ્રેસની વર્કિંગ કમિટીની ( Congress Working Committee) મંજૂરી બાદ શરૂઆત ગુજરાતથી થશે. સંગઠનનાં પાયલટ પ્રોજેકટની શરૂઆત ગુજરાતથી થશે. તેમણે કહ્યું કે, દેશભરના મોટા નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે. નિરીક્ષકનું પંચ જિલ્લાઓમાં જશે. યોગ્ય વ્યક્તિને યોગ્ય જવાબદારી સોંપાશે. તેમણે આગળ કહ્યું કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) 15 અને 16 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 15 એપ્રિલે રાહુલ ગાંધી ઓરિએન્ટેશન બેઠકમાં ભાગ લેશે જ્યારે 16 એપ્રિલે સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે. ત્યાર બાદ અરવલ્લીનાં કોંગ્રેસ આગેવાનો સાથે સંવાદ કરશે.

આ પણ વાંચો - Road Accident : ડીસા અને પાટણમાં ગમખ્વાર અકસ્માત, દંપતી સહિત કુલ 3 નાં મોત

Tags :
Advertisement

.

×