ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha Division : જિલ્લાનું વિભાજન નહીં પરંતુ નવનિર્માણ થયું છે: શંકર ચૌધરી

તેમણે કહ્યું કે, વાવ-થરાદ (Vav Tharad) જિલ્લો બનતા વિકાસનો નવો અધ્યાય લખાશે.
12:35 PM Jan 06, 2025 IST | Vipul Sen
તેમણે કહ્યું કે, વાવ-થરાદ (Vav Tharad) જિલ્લો બનતા વિકાસનો નવો અધ્યાય લખાશે.
Banaskantha_Gujart_first 2
  1. બનાસકાંઠામાં વિધાનસભા અધ્યક્ષનાં આગમનથી ઉત્સાહનો માહોલ (Banaskantha Division)
  2. બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગે શંકર ચૌધરીનું સૌથી મોટું નિવેદન
  3. જિલ્લાનું વિભાજન નહીં પરંતુ નવનિર્માણ થયું છે : શંકર ચૌધરી
  4. વાવ-થરાદ જિલ્લો બનતા વિકાસનો નવો અધ્યાય લખાશે : શંકર ચૌધરી

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન (Banaskantha Division) કરી વાવ-થરાદ નવો જિલ્લો બનતા આજે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની (Shankar Chaudhary) સભા યોજાઈ હતી, જેમાં તેમણે મોટું નિવેદન આપી કહ્યું હતું કે, જિલ્લાનું વિભાજન નહીં પરંતુ નવનિર્માણ થયું છે. તેમણે કહ્યું કે, વાવ-થરાદ (Vav Tharad) જિલ્લો બનતા વિકાસનો નવો અધ્યાય લખાશે.

આ પણ વાંચો - HMPV : ચીનમાં નવા વાઇરસ HMPV એ ચિંતા વધારી! રાજ્ય આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી

જિલ્લાનું વિભાજન નહીં પરંતુ નવનિર્માણ થયું છે : શંકર ચૌધરી

બનાસકાંઠા જિલ્લાનાં વિભાજન (Banaskantha Division) બાદથી એક તરફ જ્યાં વેપારી, ખેડૂતો સહિત નાગરિકો દ્વારા રાજ્ય સરકારનાં આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પુન:વિચારણાની માગ કરાઈ રહી છે. ત્યારે, બીજી તરફ વાવ-થરાદ નવો જિલ્લો બનતા આજે થરાદમાં (Tharad) ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની (Shankar Chaudhary) સભા યોજાઈ હતી, જેમાં તેમણે મોટું નિવેદન આપ્યું હતું. શંકર ચૌધરીએ કહ્યું કે, આ જિલ્લાનું વિભાજન નહીં પરંતુ નવનિર્માણ થયું છે. તેમણે કહ્યું કે, વાવ-થરાદ જિલ્લો બનતા વિકાસનો નવો અધ્યાય લખાશે. સરહદી વિસ્તારમાં નવો વિકાસ થશે.

આ પણ વાંચો - Banaskantha Division : એક તરફ વિરોધનો વંટોળ, બીજી તરફ ઉજવણી! થરાદમાં રેલી અને સન્માન કાર્યક્રમ!

'સરહદી વિસ્તારનાં પ્રજાનો ભાગ્યોદય થયો છે'

શંકર ચૌધરીએ આગળ કહ્યું કે, નવો જિલ્લો (Vav Tharad) બનવાથી લોકોમાં નવી આશાઓ અને નવો ઉમંગ જાગ્યો છે. સરહદી વિસ્તારનાં પ્રજાનો ભાગ્યોદય થયો છે. તેમણે કહ્યું કે, હવે રાજ્ય અને દેશનાં પાટનગર સાથે થરાદ જોડાશે. જણાવી દઈએ કે, નવા જિલ્લાની ઉજવણીનાં ભાગરૂપે લાખણીથી થરાદ સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ ઠેરઠેર સ્વાગત કાર્યક્રમ પણ યોજાશે.

આ પણ વાંચો - Tax Inspector Exam : પ્રિલિમ પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે ? GPSC નાં ચેરમેને આપી માહિતી

Tags :
BanaskanthaBanaskantha Division ProtestBJPBreaking News In GujaratiCongressDeodarDhaneraGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsHunger StrikeKankrejLakhniLatest News In GujaratiNews In Gujaratipublic meetingShankar ChaudharyVav-Tharad
Next Article