ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat ની રાજનીતિમાં થશે ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક’ પાર્ટીનો સૂર્યોદય, કાલે સત્તાવાર રીતે થશે જાહેરાત

Gujarat: ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક’ (Praja Shakti Democratic) પાર્ટીની કાલે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આવતી કાલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શક પ્રેસ કોન્ફરન્સ કરીને પાર્ટીની સત્તાવાર રીતે જાહેરાત કરવાના છે.
05:54 PM Dec 01, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat: ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક’ (Praja Shakti Democratic) પાર્ટીની કાલે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આવતી કાલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શક પ્રેસ કોન્ફરન્સ કરીને પાર્ટીની સત્તાવાર રીતે જાહેરાત કરવાના છે.
Gujarat politics
  1. પાર્ટીના પ્રમુખ ડૉ.રાજેન્દ્રસિંહ રાઠોડની ઉપસ્થિતિ પ્રેસ કોન્ફરન્સ
  2. પાર્ટીમાં આગામી દિવસોમાં જોડાઈ શકે નવા ચહેરાઓ
  3. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત રહેશે પાર્ટીનું મુખ્ય કેન્દ્ર

Gujarat: ગુજરાતની રાજનીતિને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela) એકવાર ફરી ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. નોંધનીય છે કે, ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે. તેમની ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક’ (Praja Shakti Democratic) પાર્ટીની કાલે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આવતી કાલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શક પ્રેસ કોન્ફરન્સ કરીને પાર્ટીની સત્તાવાર રીતે જાહેરાત કરવાના છે.

આ પણ વાંચો: Crime News: પાટણ બાદ હવે બનાસકાંઠામાં બાળ તસ્કરીનો કેસ! એક વર્ષ વીતી ગયું પરંતુ....

કોઈ રાજવી સંભાળી શકે છે ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક’ પાર્ટીનું સુકાન

નોંધનીય છે કે, પાર્ટીના વર્તમાન પ્રમુખ ડૉ.રાજેન્દ્રસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં આ પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે. વિગતો એવી પણ સામે આવી છે કે, કોઈ રાજવી આ ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક’ (Praja Shakti Democratic)પાર્ટીનું સુકાન સંભાળી શકે છે. એટલું જ નહીં પરંતુ આગામી સમયમાં અન્ય નવા ચહેરાઓ આ પાર્ટીમાં જોડાઈ શકે છે. ‘Praja Shakti Democratic’ પાર્ટીનો ગુજરાતમાં વ્યાપ વધારવા માટે વિવિદ લોકોની નિયુક્તિ પણ થવાની છે. આ સાથે સાતે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક’ પાર્ટીના મુખ્ય કેન્દ્રો રહેશે તેવી પણ વિગતો સામે આવી છે.

આ પણ વાંચો: Gujarat Politics : શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટીને મળ્યું આ ચૂંટણી ચિહ્ન!

‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક’ પાર્ટીને કયું ચૂંટણી ચિહ્ન મળ્યું?

નોંધનીય છે કે, શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સાથે ગુજરાતની રાજનીતિ ફરી પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમનું પાર્ટીનું નામ 'પ્રજા શક્તિ ડેમોક્રેટિક' (Praja Shakti Democratic) નક્કી કરાયું હોવાનું હાલ જાણવા મળ્યું છે. જ્યારે, હવે તેમની પાર્ટીને ચૂંટણી ચિહ્ન મળ્યું છે.રાજ્ય ચૂંટણી આયોગનાં (State Election Commission) સૂચન બાદ આ ચૂંટણી ચિહ્ન આપવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટી ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક’ પાર્ટી 'ભાલો' સીમા ચિહ્ન સાથે ચૂંટણી મેદાને ઉતરશે.

આ પણ વાંચો: Surat: સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના ભેદી મોત મામલે મહત્વના સમાચાર સામે આવ્યાં

Tags :
Gujarat PoliticsGujarat politics newsGujarat politics UpdatePraja Shakti Democratic partyShankersinh VaghelaShankersinh Vaghela new political partyShankersinh Vaghela new political party Praja Shakti Democratic party
Next Article