Bhavnagar: જીવાદોરી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર, ડેમની સપાટી 24 ફૂટ 5 ઈંચ પર પહોંચી!
ભાવનગરના શેત્રુંજી ડેમમાં ઉપરવાસના ભારે વરસાદને પગલે નવા નીરની ઐતિહાસિક આવક થઈ છે. ડેમની સપાટી વધીને 24 ફૂટ 5 ઈંચ પર પહોંચતા જિલ્લાના જળસંકટનો અંત આવ્યો છે. શેત્રુંજી નદી અત્યારે ગાંડીતૂર બનીને બે કાંઠે વહી રહી છે, જેના કારણે ગારીયાધાર અને આસપાસના કિનારાના ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
Advertisement
Bhavnagar receiving massive water: ભાવનગર (Bhavnagar) જિલ્લા માટે ચિંતા અને આનંદ બંને એકસાથે લાવનાર સમાચાર સામે આવ્યા છે. અમરેલી અને જૂનાગઢ પંથકમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ (Shetrunji Dam) માં પાણીની ઐતિહાસિક આવક નોંધાઈ રહી છે. ડેમની સપાટી વધીને હવે 24 ફૂટ 5 ઈંચ પર પહોંચી છે. ડેમમાં હાલ 29,615 ક્યુસેક જેટલી પાણીની જંગી આવક શરૂ થતા સમગ્ર ભાવનગર જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

