Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Love Jihad : સુરતમાં કિશોરીને ફસાવી બળજબરીથી ધર્માંતરણ કરાવાનો ચોંકાવનારો કિસ્સો

અહેવાલ---આનંદ પટણી, સુરત  રાજ્યમાં વારંવાર લવ જેહાદ (Love Jihad )ના પ્રકરણો બહાર આવી રહ્યા છે. વિધર્મી યુવકો દ્વારા હિન્દુ યુવતીઓ અને કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે નિકાહ કરવાના કેસો વધી રહ્યા છે. તાજો મામલો સુરતમાંથી બહાર આવ્યો છે જ્યાં જેમાં...
love jihad   સુરતમાં કિશોરીને ફસાવી બળજબરીથી ધર્માંતરણ કરાવાનો ચોંકાવનારો કિસ્સો
Advertisement

અહેવાલ---આનંદ પટણી, સુરત 

રાજ્યમાં વારંવાર લવ જેહાદ (Love Jihad )ના પ્રકરણો બહાર આવી રહ્યા છે. વિધર્મી યુવકો દ્વારા હિન્દુ યુવતીઓ અને કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે નિકાહ કરવાના કેસો વધી રહ્યા છે. તાજો મામલો સુરતમાંથી બહાર આવ્યો છે જ્યાં જેમાં વિધર્મી દ્વારા હિન્દુ છોકરી સાથે લગ્ન કરવા માટે તગડી રકમ ચૂકવવા આવતી હોવાનો ખુલાસો થયો છે. સુરતની યુવતી સાથે વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી વર્ષ 2018માં સગીર વયની કિશોરીને ભગાડી જઇ લગ્ન કરી દિલ્હી લઇ ગયો બાદ યુપી લઇ ગયો હતો.

Advertisement

લગ્ન કર્યા બાદ પોત પ્રકાશ્યું

Advertisement

સુરતના પાંડેસરા માં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.વર્ષ 2018 માં રિઝવાન નામના વિધર્મીએ કરણ નામ ધારણ કરી કિશોરીને ફસાવી હતીબંને ભાગીને લગ્ન કરી દિલ્લી ખાતે જઈ રહેતા હતા.કિશોરીએ એક વર્ષ બાદ પુત્રી ને જન્મ આપતા વિધર્મી રિઝવાને પોતાનું અસલ ઓળખનું પોત પ્રકાશયું હતું.

યુવક કિશોરીને ઓટો રીક્ષામાં મુકવા આવતો હતો

વર્ષ ૨૦૧૮માં રીઝવાન ગફાર શાહ ઓટો રીક્ષામાં કિશોરીને લેવા મુકવા માટે આવતો હતો. તેણે પોતાનું નામ કરણ હોવાનું જણાવી મિત્રતા કરી હતી અને બાદમાં દુષ્કર્મ આચ્યું હતું અને દિલ્હી લઇ જઈ ધર્મ પરિવર્તન પણ કરાવ્યું હતું.આ સમગ્ર બનાવમાં પોલીસે યુવતીની ફરિયાદના આધારે વિધર્મી આરોપી રીઝવાન ગફાર શાહની અટકાયત કરી છે.

યુવતીને જબરદસ્તીથી ધર્માંતરણ કરાવ્યું

દિલ્હીમાં આરોપીએ યુવતીને પોતાનું અસલી નામ કરણ નહી પણ રીઝવાન હોવાનું જણાવ્યું હતું.આ સાંભળી યુવતી ચોકી ઉઠી હતી. પરંતુ તે સમયે યુવતી ગર્ભવતી હોવાથી પોતાના બાળકનું વિચારીને તે ત્યાં ચુપચાપ રહેતી હતી. બાદમાં યુવકે યુવતીને જબરદસ્તીથી ધર્માંતરણ કરાવીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો.

યુપીમાં યુવતીએ બીજા સંતાનને જન્મ આપ્યો

આરોપી બાદમાં યુવતીને તેના વતન ઉતર પ્રદેશ ખાતે લઇ ગયો હતો અને ત્યાં યુવતીને બુરખો પહેરાવીને ઘરની બહાર નીકળવાની બંદી ફરમાવી દેવામાં આવી હતી. યુપીમાં યુવતીએ બીજા સંતાનને જન્મ આપ્યો હતો.આ દરમ્યાન યુવતીને જાણ થઇ કે આરોપી અન્ય એક હિંદુ યુવતી સાથે લગ્ન કરનાર છે ત્યારે યુવતીએ આ અંગે તેને વાત કરી હતી. યુવકે કહ્યું કે જેટલી વધુ હિંદુ છોકરીઓ લાવીશું તેટલો અમારા ધર્મનો પ્રચાર વધુ થશે. યુવતી સગા વ્હાલાને વાત કરીને પાંડેસરા પોલીસ મથકે પહોચી હતી.આ મામલે યુવતીની ફરિયાદ લઈને તપાસ શરુ કરાઇ છે.

આ પણ વાંચો---અમદાવાદના એક વેપારીએ પોતાની પત્નીને વર્લ્ડ કપની ફાઇનલ પહેલા જ આપ્યો વર્લ્ડ કપ

Tags :
Advertisement

.

×