Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનના હસ્તે અંબિકા રથનું પ્રસ્થાન કરાવ્યું

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના વરદ હસ્તે શક્તિપીઠ અંબાજી ખાતેથી આજે ભક્તિમય માહોલમાં અંબિકા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.અંબાજીથી પ્રસ્થાન થયેલ અંબિકા રથને દાંતા રાજવી પરિવાર દ્વારા દાંતા ખાતે આવકારવામાં આવ્યો હતો. આજના આ...
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનના હસ્તે અંબિકા રથનું પ્રસ્થાન કરાવ્યું
Advertisement

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના વરદ હસ્તે શક્તિપીઠ અંબાજી ખાતેથી આજે ભક્તિમય માહોલમાં અંબિકા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.અંબાજીથી પ્રસ્થાન થયેલ અંબિકા રથને દાંતા રાજવી પરિવાર દ્વારા દાંતા ખાતે આવકારવામાં આવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા, ભાદરવી પૂનમિયા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ભોગીભાઈ પટેલ, પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, જલીયાણ સેવા કેમ્પના હિતેશભાઈ ઠક્કર , મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

અંબિકા રથ મારફત વિવિધ ધાર્મિક પ્રચાર પ્રસાર અને ભાદરવી પુનમિયા સંઘ / અંબિકા અન્નક્ષેત્ર /ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગબ્બર તળેટી સંપૂર્ણ પરિક્રમા સંઘની નોધણી કરવામાં આવશે. આ રથ દ્વારા ભાદરવી પુનમીયા સંઘ મારફત વિવિધ ઝોનમાં તેમજ એક યાત્રાધામ થી બીજા યાત્રાધામને સાંકળવામાં આવશે. અંબિકા રથમાં વર્ચુઅલ રિયાલિટી થી અંબાજી મંદિરના દર્શન કરી શકાશે. રથમાં એલ.ઈ.ડી સિસ્ટમ , પી એ સિસ્ટમ, જી.પી.એસ, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. ભાદરવી પુનમીયા સંઘ દ્વારા પ્રથમ રૂટ અંબાજી થી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધીનો આયોજિત કરેલ છે.

Advertisement

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે અંબીકા રથનું પ્રસ્થાન કરાવ્યું, ત્યારે આ રથની વિશેષતા સહિતની તમામ માહીતી અપાઈ હતી. આ રથમાં માતાજીની મૂર્તિ પણ મુકવામાં આવી છે. આજે માતાજીની આરતી કર્યા બાદ રથને પ્રસ્થાન કરાવવામા આવ્યું હતુ.

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી

આ પણ વાંચો -- INDI ગઠબંધનમાં સીટ શેરિંગ બાદ કકળાટ! કોંગ્રેસમાં નારાજગી વધી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×