ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રતનપુર ચેકપોસ્ટ પરથી 60 લાખથી વધુની કિંમતના ચાંદીના દાગીના ઝડપાયા, બે યુવકોની અટકાયત

ડુંગરપુર જિલ્લાના બિછીવાડા પોલીસ સ્ટેશને (Bichiwada police station) રાજસ્થાન-ગુજરાતની રતનપુર બોર્ડર (Ratanpur border) પર એક પીકઅપની ચેકિંગ કરતા 60 લાખથી વધુની કિંમતની ચાંદી (Silver) જપ્ત કરી છે. જેમાં 75 કિલો ચાંદીના દાગીના તેમજ સિંગલીઓ મળી આવ્યા છે. ઉદયપુરથી ગુજરાતમાં ચાંદી...
06:13 PM Apr 11, 2024 IST | Hardik Shah
ડુંગરપુર જિલ્લાના બિછીવાડા પોલીસ સ્ટેશને (Bichiwada police station) રાજસ્થાન-ગુજરાતની રતનપુર બોર્ડર (Ratanpur border) પર એક પીકઅપની ચેકિંગ કરતા 60 લાખથી વધુની કિંમતની ચાંદી (Silver) જપ્ત કરી છે. જેમાં 75 કિલો ચાંદીના દાગીના તેમજ સિંગલીઓ મળી આવ્યા છે. ઉદયપુરથી ગુજરાતમાં ચાંદી...
Crime in Ratanpur Border

ડુંગરપુર જિલ્લાના બિછીવાડા પોલીસ સ્ટેશને (Bichiwada police station) રાજસ્થાન-ગુજરાતની રતનપુર બોર્ડર (Ratanpur border) પર એક પીકઅપની ચેકિંગ કરતા 60 લાખથી વધુની કિંમતની ચાંદી (Silver) જપ્ત કરી છે. જેમાં 75 કિલો ચાંદીના દાગીના તેમજ સિંગલીઓ મળી આવ્યા છે. ઉદયપુરથી ગુજરાતમાં ચાંદી લઈ જતા બે આરોપીઓની પણ અટકાયત (detained) કરવામાં આવી છે. પોલીસ હાલ આ મામલે તપાસ (investigating) કરી રહી છે.

Ratanpur check post

બિછીવાડા પોલીસ સ્ટેશનના અધિકારી કૈલાશ સોનીએ જણાવ્યું કે લોકસભા ચૂંટણીને લઈને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજસ્થાન-ગુજરાતની રતનપુર બોર્ડર (Ratanpur Border) પર નાકાબંધી કરીને વાહનોની ચેકિંગ કરવામાં આવી રહી હતી. તે સમયે એક પીકઅપને અટકાવવામાં આવી હતી. આ પીકઅપમાં ડ્રાઈવર સહિત બે લોકો હતા. જ્યારે ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે પીકઅપમાં ખાવાની વસ્તુઓ હતી. શંકાના આધારે પોલીસે પીકઅપની તલાશી લેતા તેમાંથી ચાંદીના દાગીના અને સિંગલીઓ ભરેલી મળી આવી હતી. પોલીસે તેમની પૂછપરછ કરતાં તેમની પાસેથી ચાંદીની હેરફેર અંગેના કોઈપણ પ્રકારના દસ્તાવેજો મળી આવ્યા ન હતા. જેના આધારે પોલીસે ચાંદી કબજે કરી બંને આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. અહીં ચાંદીના દાગીના અને સિંગલીઓનું વજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસને 2 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ચાંદીનું વજન 74 કિલો 785 ગ્રામ હતું, જેની કિંમત 60 લાખ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. પોલીસે બંનેની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - Rajkot : ઈન્દોરમાંથી ઝડપાયેલ રૂ.1.28 કરોડ રોકડા અને 22 કિલો ચાંદીના કેસના તાર હવે રાજકોટ પહોંચ્યા

આ પણ વાંચો - Porbandar : શિવરાત્રીએ 200 વર્ષ જૂના મંદિરમાં ભોજેશ્વર મહાદેવને સવા કિલો સોના-ચાંદીના દાગીનાનો શણગાર

Tags :
Bichiwada police stationDungarpur CrimeDungarpur policeGujaratGujarat FirstGujarat NewsGujarati NewsJaipur NewsRajasthanrajasthan newsRatanpur borderRatanpur border of GujaratRatanpur check post
Next Article