Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

SIR : કોંગ્રેસનો વિરોધ, ભાજપનો પલટવાર, ચૂંટણી પંચે જાહેર કર્યા આંકડા, વાંચો વિગત

ગુજરાત સહિત દેશભરમાં જ્યારે સઘન સુધારણા ઝુંબેશ (SIR) નો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે રાજ્ય ચૂંટણી પંચે મહત્ત્વનાં આંકડા જાહેર કર્યા છે, જે મુજબ, નામ કમી કરવા માટે 12,59,229 ફોર્મ 7 ચૂંટણી પંચને મળ્યા છે. જ્યારે, મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે 6,54,594 ફોર્મ 6 તથા ફોર્મ 6 A મળ્યા છે.
sir   કોંગ્રેસનો વિરોધ  ભાજપનો પલટવાર  ચૂંટણી પંચે જાહેર કર્યા આંકડા  વાંચો વિગત
Advertisement
  1. SIR મુદ્દે કોંગ્રેસનાં આક્ષેપ વચ્ચે Election Commission જાહેર કર્યા આંકડા
  2. નામ કમી કરવા માટે 12,59,229 ફોર્મ 7 ચૂંટણી પંચને મળ્યા
  3. મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે 6,54,594 ફોર્મ 6 અને 6A મળ્યા
  4. સુધારણા અને સ્થળાંતર માટે 5,04,835 ફોર્મ 8 મળ્યા
  5. કોંગ્રેસનો SIR ની કામગીરી સામે વિરોધ, સુરતમાં પ્રદર્શન
  6. કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શન અંગે ભાજપની પણ પ્રતિક્રિયા

Gandhinagar : ગુજરાત સહિત દેશભરમાં જ્યારે સઘન સુધારણા ઝુંબેશ (SIR) નો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે રાજ્ય ચૂંટણી (Election Commission) પંચે મહત્ત્વનાં આંકડા જાહેર કર્યા છે, જે મુજબ, નામ કમી કરવા માટે 12,59,229 ફોર્મ 7 ચૂંટણી પંચને મળ્યા છે. જ્યારે, મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે 6,54,594 ફોર્મ 6 તથા ફોર્મ 6 A મળ્યા છે. સુધારણા તથા સ્થળાંતર માટે 5,04,835 ફોર્મ 8 મળ્યા છે. ચૂંટણી અધિકારી દ્વારા દાવાઓ અને વાંધાઓ ચકાસી નિકાલ કરાશે. એસઆઈઆર અંગે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શન અંગે ભાજપની પણ પ્રતિક્રિયા સામે આવી છે. પાર્ટીનાં મુખ્ય પ્રવક્તા અનિલભાઈ પટેલે કહ્યું કે, કોંગ્રેસનો સ્વભાવ છે કે કોઈપણ વિષયમાં વિરોધ કરવો.

SIR ને લઈ ચૂંટણી પંચે આંકડા કર્યા જાહેર

ચૂંટણી પંચની (Election Commission) સૂચના અનુસાર, ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત 27 ઓક્ટોબર 2025 થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન ઝુંબેશની ગણતરીનાં તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025 ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હવે 30 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે.

Advertisement

Advertisement

મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે 6,54,594 ફોર્મ 6-6A મળ્યા

ચૂંટણી પંચે જણાવ્યું કે, આખરી મતદાર યાદીમાં (Voter list) નામ ઉમેરવા માટે 22 જાન્યુઆરી, 2026 સુધીમાં કુલ 6,54,594 ફોર્મ 6 અને 6 A મળ્યા છે. જ્યારે, જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે 12,59,229 ફોર્મ 7 મળ્યા છે. જ્યારે, સુધારણા તથા સ્થળાંતરના હેતુ સાથે કુલ 5,04,835 ફોર્મ 8 પ્રાપ્ત થયા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા દાવાઓ અને વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે-સાથે કામગીરી હાથ ધરવામાં આવશે. નામ કમી કરવા તથા ઉમેરવા 30 જાન્યુ. સુધી ફોર્મ ભરી શકાશે.

કોંગ્રેસનાં મતોને ડિલીટ કરવાનો ભાજપ દ્વારા પ્રયાસ : આનંદભાઈ ચૌધરી

SIR ની કામગીરીને લઇને કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં જિલ્લા કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં કોંગ્રેસનાં (Congress) કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખોટા વાંધા ફોર્મ નંબર 7 આપનાર સામે ફરિયાદની માગ કરાઈ હતી. પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીએ કામગીરી સામે આક્ષેપ કરી કહ્યું કે, કોંગ્રેસનાં પ્રભાવવાળા વિસ્તારમાં ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે. કોંગ્રેસનાં મતોને ડિલીટ કરવાનો ભાજપ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે. કલેક્ટર તાત્કાલિક કામગીરી સામે તપાસ કરે તેવી માગ છે. જો કલેક્ટર તપાસ કરી કાર્યવાહી કરશે તો અભિનંદન પાઠવીશું.ટ

આ પણ વાંચો - Jamnagar : વંડા ફળીમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસી યુવક પર છરીઓનાં ઘા ઝીંકી નિર્મમ હત્યા

જુનાગઢમાં SIR ની કામગીરીને લઈને કોંગ્રેસે આપ્યું આવેદન

જુનાગઢમાં (Junagadh) પણ SIR ની કામગીરીને લઈને કોંગ્રેસે (Congress) કલેક્ટર કચેરી ખાતે આવેદન આપ્યું છે. ડૉ. હેમાંગ વસાવડાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. પૂર્વ MLA ભીખાભાઈ જોશી, બાબુભાઈ વાજા હાજર રહ્યા હતા. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. યોગ્ય કાર્યવાહી ન થાય તો આગામી દિવસોમાં કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી હતી.

કોંગ્રેસનો સ્વભાવ છે કે કોઈપણ વિષયમાં વિરોધ કરવો : અનિલભાઈ પટેલ

બીજી તરફ SIR અંગે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન સામે ભાજપની (BJP) પ્રતિક્રિયા પણ આવી છે. પાર્ટીનાં મુખ્ય પ્રવક્તા અનિલભાઈ પટેલે કહ્યું કે, કોંગ્રેસનો સ્વભાવ છે કે કોઈપણ વિષયમાં વિરોધ કરવો. ચૂંટણીપંચ દ્વારા નિષ્પક્ષ રીતે કામગીરી કરવામાં આવી છે. અગાઉ 13-14 વખત દેશમાં SIR ની પ્રક્રિયાઓ થઈ ચૂકી છે. બિહારમાં (Bihar) પણ કોંગ્રેસે વોટ ચોરીનાં આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસ ધરણાં પ્રદર્શન કર્યા સિવાય ચૂંટણીપંચમાં રજૂઆત કરે. કોંગ્રેસ પાસે જ વિધાનસભામાં BLA કાર્યકર્તાઓ નથી.

આ પણ વાંચો - Ahmedabad: ગોતા બ્રિજ પાસે AMTS બસે સર્જ્યો અકસ્માત, સ્કૂલ વાન સહિત 3 વાહનોને લીધા અડફેટે

Tags :
Advertisement

.

×