Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DAHOD : સ્માર્ટ સિટીના રસ્તા પર ખાડાનું રાજ, પ્રજા ત્રાહિમામ

DAHOD : દાહોદ (DAHOD) શહેર માં ઠેર ઠેર ખાડાઑ ને પગલે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સ્માર્ટ સીટી કહેવાતા દાહોદ માં મુખ્ય માર્ગો ઉપર જ ખાડાઓ ની ભરમાર રસ્તાઓની ખસતા હાલત જોવા મળી રહી છે. મોટાપાયે ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી...
dahod   સ્માર્ટ સિટીના રસ્તા પર ખાડાનું રાજ  પ્રજા ત્રાહિમામ
Advertisement

DAHOD : દાહોદ (DAHOD) શહેર માં ઠેર ઠેર ખાડાઑ ને પગલે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સ્માર્ટ સીટી કહેવાતા દાહોદ માં મુખ્ય માર્ગો ઉપર જ ખાડાઓ ની ભરમાર રસ્તાઓની ખસતા હાલત જોવા મળી રહી છે.

મોટાપાયે ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી

સ્માર્ટ સિટી અંતર્ગત શહેર માં સ્માર્ટ રસ્તાઓના સપના જોતી દાહોદ ની જનતા છેલ્લા આઠ વર્ષ થી ખાડાઓ અને ધૂળથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દોઢ વર્ષથી ચાલતા સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તાઓ ના કામ સામે પણ સવાલો ઊભા થયા રસ્તા ની કામગીરી માં પણ મોટાપાયે ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી છે. સ્માર્ટ રસ્તા ની ટૂકડે ટૂકડે અને આડેધડ કામગીરી થી શહેરીજનો પરેશાન તેમ છ્તા તંત્ર ની ચુપકીદી જોવા મળી રહી છે.

Advertisement

Advertisement

ખોદકામ અને ખાડાઓથી લોકો હેરાન

દાહોદ શહેરને સ્માર્ટ સીટી જાહેરા કર્યા બાદ લોકોને મોટા મોટા સપના બતાવવામાં આવ્યા હતા. શહેરમાં સ્માર્ટ રસ્તાઓ બનશે તેવી જાહેરાત કરાઇ હતી. પરંતુ 2017 થી આજદિન સુધી શહેર માં ચાલતા સ્માર્ટ સીટીના કામોના કારણે શહેરવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અલગ અલગ કામગીરી માટે ખોદકામ અને ખાડાઓથી લોકો હેરાન થઈ ચૂક્યા છે. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા રસ્તાના કામમાં પણ વેઠ ઉતાર્યા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આડેધડ કોઈ માપદંડ વગરની કામગીરી અને અધૂરી કામગીરીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

તંત્ર ના પેટ નું પાણી નથી હલતું

હાલમાં ચોમાસાની સિઝનમાં પણ શહેર ના હાર્દ સમા સ્ટેશન રોડ ઉપર રસ્તો શોધવો મુશ્કેલ બન્યો છે. આખા રસ્તા ઉપર ખાડા ઓ જ જોવા મળી રહ્યા છે. વરસાદ આવે તો કાદવ કીચડ અને વરસાદ બંધ રહે તો ધૂળ ઊડતી થાય છે. ખાડાઓ ને કારણે વાહનો ને પણ નુકશાન પહોચે છે. અને શરીરને પણ નુકશાન પહોચે છે. તેમ છતા તંત્ર ના પેટ નું પાણી નથી હલતું. ખાડાઓ ના કારણે નગરવાસીઓ હેરાન થઈ રહ્યા છે. અને સત્તાધીશો ઘોર નિદ્રા માં જોવા મળી રહ્યા છે. હવે તો દાહોદ વાસીઓ સ્માર્ટ રસ્તા નહીં પણ ખાડા વગર ના રસ્તા મળે તો પણ ઘણું છે. તેવી આશા રાખી ને બેઠા છે.

અહેવાલ - સાબીર ભાભોર, દાહોદ

આ પણ વાંચો -- GONDAL : માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે લસણની હરાજી બંધ

Tags :
Advertisement

.

×