Amreli: જાફરાબાદના દરિયાકાંઠે SMCનો મેગા ઓપરેશન, લાખોનો વિદેશી દારૂ ઝડપાયો
- Amreli ના દરિયા કાંઠે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમના દરોડા
- જાફરાબાદ દરિયાકાંઠે SMCનો સપાટો, લાખોનો દારૂ ઝડપાયો!
- દમણથી બોટ મારફતે લવાયેલી વિદેશી દારૂની 6,859 બોટલો જપ્ત
- SMCએ વાહનો સહિત કુલ 33.89 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
- સ્થળ પરથી 4 આરોપીઓની ધરપકડ, અન્ય 11 બુટલેગરો થયા ફરાર
- 90 નોટિકલ માઈલ દરિયાઈ મુસાફરી કરી દારૂનો જથ્થો ગુજરાત લવાયો હતો
- જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ફરાર આરોપીઓ સામે ગુનો દાખલ
Amreli: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો હવે નવા રસ્તાઓ શોધી રહ્યા છે, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) (State Monitoring Cell) ની સતર્કતાએ ફરી એકવાર મોટા સ્કેન્ડલનો પર્દાફાશ કર્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ (Jafrabad) ના સામાકાંઠે દરિયાઈ માર્ગે થતી દારૂની તસ્કરી પર SMC ની ટીમે ત્રાટકી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
Amreli: દરિયાઈ માર્ગે બોટ મારફતે દારૂ લવાતો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર, બુટલેગરો દમણથી (Daman) દરિયાઈ માર્ગે બોટ મારફતે દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાની પેરવીમાં હતા. SMC ની ટીમે ચોક્કસ બાતમીના આધારે જાફરાબાદ દરિયાકાંઠે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 6,859 વિદેશી દારૂની બોટલો (Foreign Liquor Bottles) ઝડપાઈ હતી. પોલીસની આ રેડ દરમિયાન ઘટનાસ્થળેથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 11 શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.
દમણથી જાફરાબાદ લાવવામાં આવતો હતો દારૂ
SMC દ્વારા આ ઓપરેશનમાં દારૂના જથ્થા ઉપરાંત 6 વાહનો સહિત કુલ રૂ. 33,89,380નો મુદ્દામાલ (Total Seized Property) જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ દારૂનો જથ્થો દમણથી લગભગ 90 નોટિકલ માઈલ (90 Nautical Miles) દૂર દરિયાઈ માર્ગે જાફરાબાદ લાવવામાં આવ્યો હતો. આ મામલે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં (Jafrabad Marine Police Station) 11 ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દરિયાઈ સુરક્ષા વચ્ચે પણ આટલી મોટી માત્રામાં દારૂ કેવી રીતે પહોંચ્યો તે હવે તપાસનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: Tamil Nadu માં 'થલપતિ' વિજયનો રાજ્યાભિષેક, 108 બેઠકો જીતીને રચ્યો ઈતિહાસ, જાણો કેવી રીતે બન્યા મુખ્યમંત્રી


