ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SMC: ગેરહાજર હોવા છતાં હાજરી ભરવાનું કૌભાંડ ચાલતું હોવાની આશંકા

SMC: સુરત મનપામાં (SMC) અધિકારીઓની ગેરહાજર હોવા છતાં ખોટી હાજરી ભરવાની ઘટના સામે આવી હતી. કર્મચારીઓ અંદરોઅંદર ગોલમાલ કરતાં હોવાની વિગતો સામે આવી હતી. જેમાં રૂ. 500 આપીને ગરેહાજરો હોય તો પણ અધિકારીને હાજર બતાવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો....
03:03 PM Feb 10, 2024 IST | Maitri makwana
SMC: સુરત મનપામાં (SMC) અધિકારીઓની ગેરહાજર હોવા છતાં ખોટી હાજરી ભરવાની ઘટના સામે આવી હતી. કર્મચારીઓ અંદરોઅંદર ગોલમાલ કરતાં હોવાની વિગતો સામે આવી હતી. જેમાં રૂ. 500 આપીને ગરેહાજરો હોય તો પણ અધિકારીને હાજર બતાવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો....

SMC: સુરત મનપામાં (SMC) અધિકારીઓની ગેરહાજર હોવા છતાં ખોટી હાજરી ભરવાની ઘટના સામે આવી હતી. કર્મચારીઓ અંદરોઅંદર ગોલમાલ કરતાં હોવાની વિગતો સામે આવી હતી. જેમાં રૂ. 500 આપીને ગરેહાજરો હોય તો પણ અધિકારીને હાજર બતાવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

 SSI કુંદન પાટીલને નોટિસ પણ ફટકારવામાં આવી

ત્યારે હવે SMC ના કર્મચારીઓ દ્વારા રૂપિયા લેતા હોવાનો વીડિયો વાયરલ થયા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. સુરત મનપા દ્વારા SSI કુંદન પાટીલની બદલી કરી નાખવામાં આવી છે, સાથે જ SSI કુંદન પાટીલને નોટિસ પણ ફટકારવામાં આવી છે.

કર્મચારી વિરુદ્ધ તપાસ પણ સોંપવામાં આવી

સુરત મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા વાયરલ વીડિયોમાં રૂપિયા લેતા જોવા મળતા કર્મચારી વિરુદ્ધ તપાસ પણ સોંપવામાં આવી છે. જેમાં કર્મચારી ગેરહાજર હોવા છતાં પણ હાજરી ભરવાનું કૌભાંડ ચાલતું હોવાની આશંકાઓ જોવા મળી રહી છે.

વીડિયો વાયરલ થતાં SMC દ્વારા પગલાં લેવામાં આવ્યા

આ વીડિયો વાયરલ થતાં SMC દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. આ કૌભાંડમાં 500 રૂપિયા આપીને હાજરી પુરાઈ જતી હોવાનું સામે આવ્યું છે. જેમાં બેલદાર પાસેથી રૂપિયા લેતો વીડિયોમાં કર્મચારી કેદ થયો હતો. જેથી આ કર્મચારીની જીયાવ વિસ્તારમાંથી તલંગપુરમાં બદલી કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો -  Surat : મનપા માં ‘ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે’!, જુઓ viral video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GujaratGujarat FirstGUJARAT FIRST NEWSmaitri makwanaSMCSMC ActionSurat
Next Article