Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાધુ-સંતોના આશિષ સાથે 'ગુજરાત ફર્સ્ટ' ન્યૂઝ ચેનલનનું સોફ્ટ લોન્ચિંગ

સમચારની દુનિયાની જાણકારીથી તમને અગ્રેસર રાખવા ગુજરાતી મીડિયામાં સમાચારના નવા અધ્યાયની શરૂઆત થઈ ચુકી છે . સ્વામિનારાયણ સાંપ્રદાયના  સાધુ-સંતોના શુભાશિષ સાથે આજે લોન્ચ થઈ તમારી 'ગુજરાત ફર્સ્ટ' ચેનલ.ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં અત્યાધુનિક સ્ટુડિયો સાથે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનો પ્રારંભ કરાયો છે. ચેનલના લોન્ચિંગ પહેલા સ્વામિનારાયણ સંપ્રદયના સાધુ-સંતોના હસ્તે મહાપૂજા કરવામાà
સાધુ સંતોના આશિષ સાથે  ગુજરાત ફર્સ્ટ  ન્યૂઝ ચેનલનનું સોફ્ટ લોન્ચિંગ
Advertisement

સમચારની દુનિયાની જાણકારીથી તમને અગ્રેસર રાખવા ગુજરાતી મીડિયામાં સમાચારના નવા અધ્યાયની શરૂઆત થઈ ચુકી છે . સ્વામિનારાયણ સાંપ્રદાયના  સાધુ-સંતોના શુભાશિષ સાથે આજે લોન્ચ થઈ તમારી "ગુજરાત ફર્સ્ટ" ચેનલ.

ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં અત્યાધુનિક સ્ટુડિયો સાથે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનો પ્રારંભ કરાયો છે. ચેનલના લોન્ચિંગ પહેલા સ્વામિનારાયણ સંપ્રદયના સાધુ-સંતોના હસ્તે મહાપૂજા કરવામાં આવી. ગુજરાત ફર્સ્ટના ચેરમેન અને MD મુકેશભાઈ પટેલ અને MD જસ્મીન પટેલ મહાપૂજામાં સામેલ થયા હતા અને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ગુજરાત ફર્સ્ટના CEO કમ એડિટર દીપક રાજાણી પણ આ પૂજામાં સામેલ થયા હતા. પૂજા બાદ સ્વામિનારાયણ ધર્મદાયના સંતોએ ગુજરાત ફર્સ્ટની ઓફિસના ઈનપુટ-આઉટપુટ ડિપાર્ટમેન્ટ, સ્ટુડિયો, PCR સહિતના વિભાગોમાં કંકુ-તિલક કર્યા હતા ત્યારે સંતોના આશીર્વાદ સાથે ગુજરાત ફર્સ્ટ ચેનલ તમારા ટીવી સ્ક્રીન પર પહોંચી છે.

Advertisement

ગુજરાતના સમાચાર રસિકોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. આજથી ‘ગુજરાત ફર્સ્ટ-અભિગમથી અવ્વલ’ ચેનલનું લોન્ચિંગ થયું છે.સ્વામિનારાયણ સાંપ્રદાયના સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ચેનલને લોન્ચ કરવામાં આવી છે. અત્યાધુનિક સેટેલાઈટ ન્યૂઝ ચેનલનું સોફ્ટ લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ ચેનલના MD જસ્મીન પટેલ અને ચેરમેન મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ચેનલ લોન્ચ કરવામાં આવી છે. ગુજરાતી મીડિયામાં 25 વર્ષથી વધુનો પત્રકારત્વનો બહોળો અનુભવ ધરાવનાર ચેનલના CEO દીપક રાજાણીના નેતૃત્વ હેઠળ સમાચાર જગતમાં ગુજરાત ફર્સ્ટ દર્શકોને સાચા સમાચારથી રૂબરૂ કરાવશે.

પગ મુકતા જ નવો વિક્રમ સ્થાપ્યો
ગુજરાતી મીડિયામાં લોન્ચ થતાં જ ગુજરાત ફર્સ્ટે નવો વિક્રમ સ્થાપ્યો છે. પહેલા દિવસથી 100 ડિસ્ટ્રીબ્યુશનનો રેકોર્ડ સર્જાયો છે. ગુજરાત ફર્સ્ટ તમામ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ટાટા સ્કાય સહિતના D2H પર ચેનલ ગુજરાત ફર્સ્ટને દર્શકો નિહાળી શકશે. ગુજરાતના સૌથી મોટા નેટવર્ક GTPL પર પણ ચેનલને નિહાળી શકાશે. ડેન અને ઈનકેબલ પર પણ ગુજરાત ફર્સ્ટને જોઈ શકાશે.

ગુજરાતીઓને સમાચારમાં આગળ રાખવા શ્રેષ્ઠ ટીમ, શ્રેષ્ઠ નેતૃત્વ સાથેની ટીમ સમાચારની રણભૂમિમાં સજ્જ થઈ ગઈ છે. ગુજરાત ફર્સ્ટમાં ઈનપુટ ડિપાર્ટમેન્ટ, આઉટપુટ ડિપાર્ટમેન્ટ,  કેમેરા ડિપાર્ટમેન્ટ,  વીડિયો એડિટિંગ ડિપાર્ટમેન્ટ, ગ્રાફિક્સ ડિપાર્ટમેન્ટ, વેબ પોર્ટલ ડિપાર્ટમેન્ટ, IT ડિપાર્ટમેન્ટ, HR ડિપાર્ટમેન્ટ આ તમામ ડિપાર્ટમેન્ટ એક થઇ અને તમામ લોકોને જરૂરી માહિતી પુરી પડી રહ્યા છે ત્યારે સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ.

Tags :
Advertisement

.

×