ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Khambhat: નશાના કાળા કારોબાર પર ત્રાટકી ATSની ટીમ, દવાની આડમાં બનાવાતું હતું ડ્રગ્સ

Khambhat: ATSએ ખંભાતની સોખડા જીઆઈડીસીમાંથી 100 કરોડના ડ્રગ્સ સાથે 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમની અત્યારે પુછપરછ કરવામાં આવી રહીં છે
10:25 AM Jan 24, 2025 IST | VIMAL PRAJAPATI
Khambhat: ATSએ ખંભાતની સોખડા જીઆઈડીસીમાંથી 100 કરોડના ડ્રગ્સ સાથે 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમની અત્યારે પુછપરછ કરવામાં આવી રહીં છે
Sokhada GIDC Khambhat
  1. આલ્ફાઝોરમ નામની દવા ટેબ્લેટ ફોર્મેટમાં ડ્રગ્સ હતું
  2. 18 કલાકના ઓપરેશન બાદ ATSને મળી મોટી સફળતા
  3. ઘેનની ગોળીઓના રો-મટીરિયલની આડમાં ડ્રગ્સ બનાવતા

Sokhada GIDC, Khambhat: ગુજરાત એટીએસ અને એસઓજીએ ખંભાતની સોખડા જીઆઈડીસીમાં આવેલી એક કંપની જેનું નામ ગ્રીનલાઈક કંપનીમાં રેડ પાડી હતી. જેમાં અનેક પ્રકારની વિગતો સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રમાં ડ્રગ્સનો સામાન મળી આવ્યો હતો. મુખ્ય વાત એ છે કે, ગ્રીનલાઈફ કંપની એ દવા બનાવતી કંપની છે. પરંતુ ડ્રસનો સામાન મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ અહીં રૂપિયા 100 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ સાથે 6 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

ડ્રગ્સના માફિયાઓ પર અત્યારે ગુજરાત એટીએસ લાલ આંખ

મહત્વની વાત એ છે કે, ATSએ ખંભાતની સોખડા જીઆઈડીસીમાંથી 107 કરોડનો 107 કિલો શંકાસ્પદ પાઉડર જપ્ત કરાયો છે. સાથે 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ 30 લાખ રોકડ અને ગાડી સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.  જેમની અત્યારે પુછપરછ કરવામાં આવી રહીં છે. ડ્રગ્સના માફિયાઓ પર અત્યારે ગુજરાત એટીએસ લાલ આંખ કરી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. અહીંથી પણ એક કરોડનું ડ્ર્ગ્સ મળી આવવાની આશંકાઓ છે. એટીએસની ટીમે અહીં સર્ચ ઓપરેશન દરમિયાન કંપનીના માલિકો, ભાગીદારો અને કંપનીમાં કામ કરતા લોકો સાથે પણ પુછપરછ કરવામાં આવી છે. અમદાવાદના 2 ભાગીદારે ફાર્મા કંપની શરૂ કરી હતી. અહીં દવાની આડમાં ફેક્ટરીમાં ડ્રગ્સનું ઉત્પાદન કરાતું હતું. મળતી વિગતો પ્રમાણે દહેજથી એન્જિનિયર બોલાવીને ડ્રગ્સ બનાવતા હોવાની શંકાઓ છે.

આ પણ વાંચો: Vadodara: નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી, જાણો શું લખ્યું છે મેઈલમાં...

ATS ની ટીમને 18 કલાકના ઓપરેશન બાદ મોટી સફળતા

સોખડા GIDCની ગ્રીન લાઈફ ઈન્ડસ્ટ્રીઝમાં ATS ની ટીમે રેડ પાડી હતી જેમાં 18 કલાકના ઓપરેશન બાદ મોટી સફળતા મળી છે. રેડ દરમિયાન સામે આવ્યું કે, આલ્ફાઝોરમ નામની દવા ટેબ્લેટ ફોર્મેટમાં ડ્રગ્સ હતું. એટલું જ નહીં પરંતુ ઘેનની ગોળીઓના રો-મટીરિયલની આડમાં ડ્રગ્સ બનાવતા હોવાનું પણ સામે આવ્યું. આ મામલે ગુજરાત ATSની ટીમે 6 લોકોને ઝડપ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, આ ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સાથે જોડાયેલા હોઈ શકે. અહીં ખંભાતમાં ડ્રગ્સને તૈયાર કરવામાં આવે અને અન્ય જગ્યાએ મોકલાતું હતું. જેનો ગુજરાત ATSની ટીમે પર્દાફાશ કર્યો છે.

આ પણ વાંચો: Gondal: હડકાયા શ્વાનોએ મચાવ્યો આતંક, 22 થી વધુ લોકોને બચકા ભર્યા

સોખડા GIDCમાં આવેલી ગ્રીનલાઇફ ઇન્દ્રસ્ટ્રીઝ નામની કંપનીમાં દરોડા

ગુજરાતમાં અત્યારે સરકારના આદેશ પ્રમાણે એટીએસ દ્વારા અનેક સ્થળોએ રેડ પાડવામાં આવી છે અને ડ્રગ્સ માફિયા પર છાપા માર્યાં છે. મહત્વની વાત છે કે, ખંભાતમાંથી ડ્રગ્સ ઝડપાવાનો મામલો સામે આવ્યું છે. આજે બપોરે 12 કલાકે એટીએસ પ્રેસ કોન્ફરન્સ યોજવાના છે. સોખડા GIDC વિસ્તાર આવેલી ગ્રીનલાઇફ ઇન્દ્રસ્ટ્રીઝ નામની કંપનીમાં ATSએ દરોડા પાડ્યાં હતાં. હવે તેમાં અનેક વિગતો સામે આવશે. જો કે, કેટલું ડ્રગ્સ ઝડપાયું છે તેનો કોઈ ચોક્કસ આંકડો સામે નથી આવ્યો પરંતુ એક કરોડનું ડ્રગ્સ મળી આવવાની આશંકા છે.

આ પણ વાંચો: નસબંધીનાં ઓપરેશનમાં મહિલાનું મોત, પરિવારે તબીબ પર લગાવ્યો આ ગંભીર આરોપ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Drugdrug businessdrug mafiadrug peddlerGujaratGujarat ATSGujarat ATS ActionGujarat ATS RaidGujarat ATS TeamGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsKhambhat NewsLatest Gujarati NewsSokhada GIDCSokhada GIDC Khambhat
Next Article