Somnath: PM Modi ના આગમન પહેલા ભવ્ય મહારાસની તૈયારીઓ, આહિર સમાજની બહેનોમાં અનોખો ઉત્સાહ
- સોમનાથમાં (Somnath) 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી પુરજોશમાં
- વડાપ્રધાનના સ્વાગત માટે આહીરરાણીઓ કરશે રાસ
- આહીર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસની ભવ્ય તૈયારી
- સોમનાથ મંદિર પરિસરમાં આહીર સમાજની બહેનો કરશે રાસ
- નાની દીકરીઓથી લઈને વયોવૃદ્ધ બહેનો કરશે મહારાસ
- આહીર સમાજની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાભિમાનનું પ્રતીક
- આહીર સમાજ દ્વારા યોજાતો આ ઐતિહાસિક મહારાસ
Somnath: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ-2026' (Somnath Swabhiman Parv) ભક્તિ, શ્રદ્ધા અને રાષ્ટ્રીય ગૌરવના ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે. આ ચાર દિવસીય મહાપર્વ મહમૂદ ગઝનવીના 1026ના પ્રથમ આક્રમણને 1000 વર્ષ તથા સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મંદિરના પુનર્નિર્માણને 75 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે યોજાઈ રહ્યો છે.
Somnath માં આહીર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસની ભવ્ય તૈયારીઓ
આહીર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને સોમનાથ ખાતે આહીર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. સોમનાથ મંદિર પરિસરમાં આહીર સમાજની બહેનો દ્વારા મહારાસની રિહર્સલ ચાલી રહી છે, જેમાં સમાજની નાની દીકરીઓથી લઈને વયોવૃદ્ધ બહેનો સુધી સૌમાં અનોખો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે.આ મહારાસ માત્ર નૃત્ય કાર્યક્રમ નહીં પરંતુ આહીર સમાજની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાભિમાનનું પ્રતિક બની રહેશે.આહીર સમાજ દ્વારા યોજાતો આ ઐતિહાસિક મહારાસ માત્ર સોમનાથ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવનો વિષય બનશે અને લોકસંસ્કૃતિને નવી ઓળખ આપશે.
3000 ડ્રોનનો મેગા શો બનશે આકર્ષણનું કેન્દ્ર
સૌથી આકર્ષણનું કેન્દ્ર છે 3000 ડ્રોનનો મેગા શો, જે મંદિરના આકાશમાં મહાદેવની ગાથા દર્શાવશે. અત્યારથી જ અનેક ડ્રોન ઉડાન ભરી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (10 જાન્યુઆરી) સોમનાથ પહોંચીને ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે અને ડ્રોન શો નિહાળશે. આવતીકાલે તેઓ શૌર્ય યાત્રા (108 અશ્વો સાથે), મંદિરમાં પૂજા-અર્ચના અને જનસભાને સંબોધન કરશે.આ પર્વ ભારતની અતૂટ આસ્થા, સ્વાભિમાન અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક બની રહ્યો છે.
સ્વાભિમાન યાત્રા રૂટ પર તૈયારીઓ પૂરજોશમાં
સ્વાભિમાન યાત્રા રૂટ પર તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. સ્વાભિમાન યાત્રા ના રૂટ માં રૂટમાં અલગ અલગ રાજ્ય ની સંસ્કૃતિ રજૂ કરતા નૃત્ય જોવા મળશે. અહીં સોમનાથના સાંનિધ્યમાં અખંડ ભારત ની એકતાના દર્શન થશે. અલગ અલગ રાજય ના લોકો ત્યાંના નૃત્ય રજૂ કરશે. જેમાં 16 જેટલા સ્ટેજ પર 20 થી વધુ નૃત્ય રજૂ થશે.
Somnath Swabhiman Parv | સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વમાં ભક્તોમાં ઉત્સાહ | Gujarat First
સોમનાથ ખાતે ત્રણ હજાર ડ્રોનનો સૌથી મોટો ડ્રોન શો યોજાશે
સોમનાથ મંદિર પર ડ્રોનનો અદ્દભૂત નજારો જોવા મળ્યો
મોટી સંખ્યામાં ડ્રોન સોમનાથ મંદિર પર જોવા મળ્યા@Somnath_Temple #Gujarat #Somnath… pic.twitter.com/zo90PqFndr— Gujarat First (@GujaratFirst) January 10, 2026
મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ
સોમનાથ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. હર હર મહાદેવના નાદ સાથે મહિલાઓ ધ્વજા લઈને આવી રહી છે. અખંડ ઓમકાર જાપ, ગુજરાતી ગરબા અને ધૂન મંડળીઓના ગીતોથી વાતાવરણ ભક્તિમય બન્યું છે. મંદિરને રંગબેરંગી ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.
આ પણ વાંચો: LIVE: PM Modi Gujarat Visit: સનાતન ક્યારેય ઝુકી નહીં શકે, સોમનાથ અમર હતું, અમર છે અને અમર રહેશે


