Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

નૂતન વર્ષ 2026 ના મંગલ પ્રારંભે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યે રિલાયન્સ પરિવારની ધર્મયાત્રા

શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં વર્ષ 2026 ના પ્રારંભિક દિવસોમાં શ્રદ્ધા અને ભક્તિનો એક અલૌકિક માહોલ સર્જાયો હતો. ભારતીય ઉદ્યોગજગતના શિરમોર અને રિલાયન્સ પરિવારના મોભી, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એવા મુકેશભાઈ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક નીતાબેન અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંતભાઈ અંબાણીએ સહપરિવાર દેવાધિદેવ સોમનાથ મહાદેવના પાવનકારી દર્શન કર્યા હતા.
નૂતન વર્ષ 2026 ના મંગલ પ્રારંભે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યે રિલાયન્સ પરિવારની ધર્મયાત્રા
Advertisement
  1. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ પરિવાર સાથે Somnath મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું
  2. સોમનાથ મંદિરમાં અંબાણી પરિવારે મહાદેવને ગંગાજલ અભિષેક કરી, પૂજા સામગ્રી અર્પણ કરી હતી
  3. જનસુખાકારી અને યાત્રી સુવિધા અર્થે રૂ. 5 કરોડ ‘શિવાર્પણ’ કર્યા

Somnath : વિશ્વભરનાં સનાતન ધર્મીઓનાં આસ્થાનાં પરમ કેન્દ્ર અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના (Somnath Mahadev) પાવન સાનિધ્યમાં વર્ષ 2026 ના પ્રારંભિક દિવસોમાં શ્રદ્ધા અને ભક્તિનો એક અલૌકિક માહોલ સર્જાયો હતો. ભારતીય ઉદ્યોગજગતના શિરમોર અને રિલાયન્સ પરિવારના મોભી, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એવા મુકેશભાઈ અંબાણી (Mukeshbhai Ambani), રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક નીતાબેન અંબાણી (Nitaben Ambani) અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંતભાઈ અંબાણીએ (Anantbhai Ambani) સહપરિવાર દેવાધિદેવ સોમનાથ મહાદેવના પાવનકારી દર્શન કર્યા હતા.

Advertisement

Somnath, શાસ્ત્રોક્ત પૂજાનો લ્હાવો

નૂતન વર્ષનાં (New Year) મંગલમય પ્રારંભે સોમનાથ મંદિરમાં અંબાણી પરિવારે મહાદેવને ગંગાજલ અભિષેક કરી, પૂજા સામગ્રી અર્પણ કરી હતી. આ પુનિત અવસરે તેઓએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કુલસોમેશ્વર મહાપૂજા કરી હતી. ઉપરાંત, 'ધ્વજા પૂજા' અને ભક્તોમાં, જેનું વિશેષ મહત્ત્વ છે તેવી 'પાઘ પૂજા' કરીને રાષ્ટ્રની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

Advertisement

આ પણ વાંચો - પ્રેમાનંદ મહારાજે ખોલ્યું ભગવાનને પ્રસન્ન કરવાનું રહસ્ય, આ રીતે મળશે વરદાન!

વારસાનું વંદન, બાણ સ્તંભની મુલાકાત

દર્શન બાદ, સમગ્ર પરિવારે ભારતીય પ્રાચીન સંસ્કૃતિનાં વિજ્ઞાનિક અને ભૌગોલિક વારસાનાં અદભુત પ્રતિક સમાન ‘બાણ સ્તંભ’ ની (Baan Stambh) મુલાકાત લીધી હતી, જ્યાંથી પૃથ્વીનાં દક્ષિણ ધ્રુવ સુધી કોઈ ભૂમિ ભાગ નથી આવતો તેવા અબાધિત સમુદ્રમાર્ગ દર્શાવતા આ સ્તંભને નિહાળી અંબાણી પરિવારે ભારતની ભવ્ય વૈજ્ઞાનિક વિરાસત પ્રત્યે ગૌરવ વ્યક્ત કર્યું હતું.

આ પણ વાંચો - Spiritual: પંચતત્વ મુજબ બાર રાશિ, જાણો તમારી રાશિનો સ્વભાવ અને ગુણધર્મો

રૂ. 5 કરોડ શિવાર્પણ

સેવા પરમો ધર્મની ભાવનાને સાર્થક કરતા મુકેશભાઈ અંબાણીએ શ્રી સોમનાથ ટ્રસ્ટ (Shri Somnath Trust) દ્વારા ચાલતા લોક કલ્યાણનાં કાર્યો અને કરોડો શ્રદ્ધાળુઓ માટેની યાત્રીલક્ષી સુવિધાઓનાં વિકાસ કાર્યો હેતું રૂ.5 કરોડ ‘શિવાર્પણ’ કર્યું હતું. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી ઇન્ચાર્જ જનરલ મેનેજર પરેશભાઈ ચાવડાએ અંબાણી પરિવારનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

આ પણ વાંચો - New Year 2026 Tarot Prediction : કોની ચમકવાની છે કિસ્મત ? શું કહે છે ટેરો ? કેવું રહેશે 2026 ?

Tags :
Advertisement

.

×