Sports Authority of Gujarat : મહિલા રોકડ પુરસ્કાર યોજના વર્ષ 2024-25
- રાજ્યની મહિલા ખેલાડીઓ-Women Players Women Players કોઈ પણ એક રમતમાં "મહિલા રોકડ પુરસ્કાર યોજના વર્ષ 2024-25 "માં ભાગ લેવા તા. ૧૮ માર્ચ થી તા.૧૭ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અરજી કરી શકશ
Sports Authority of Gujarat-સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ ૨૦૨૪-૨૫' અંતર્ગત 'મહિલા રોકડ પુરસ્કાર' આપવામાં આવશે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર 14,17,19 અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. (Sports Authority of Gujarat),દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય અથવા ભાગ લીધો હોય તે મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, મહિલા ખેલાડીઓ Women Players Women Players કોઈ પણ એક જ રમતમાં તેમજ ખેલમાં એક જ સિદ્ધિ માટે "મહિલા રોકડ પુરસ્કાર યોજના" માટે ફોર્મ ભરી શકશે. આ ફોર્મ ભરવા માટે ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ https: // sportsauthority.gujarat.gov.in પર તા. 18 માર્ચ થી તા.17 એપ્રિલ 2025 સુધી જરૂરી પ્રમાણપત્રો જેવા કે મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે સાથે રાખીને અરજી કરી શકશે એમ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત (Sports Authority of Gujarat) ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચો-VADODARA : આયુર્વેદના સથવારે ફક્ત 3 મહિનામાં મહિલાએ 17 કિલો વજન ઉતાર્યું