સ્વિત્ઝર્લેન્ડના લૌઝેન ખાતે રમતગમત પ્રતિનિધિમંડળે રાજ્યના રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહક એવી મહત્ત્વપૂર્ણ બેઠકો કરી
- ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીની મહત્વની બેઠક
- સ્વિત્ઝર્લેન્ડમાં એસોસિયેશન ઓફ નેશનલ ઓલિમ્પિક કમિટી સાથે બેઠક
- IAS એમ. થેન્નારસન અને IAS અશ્વિનીકુમાર પણ બેઠકમાં રહ્યા હાજર
- ભારતીય ઓલિમ્પિક એસો.ના પ્રમુખ પી.ટી. ઉષા પણ રહ્યા ઉપસ્થિત
- ભારતમાં ઓલિમ્પિકના આગામી આયોજન બાબતે થઈ ચર્ચા
ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પી.ટી. ઉષા, રમતગમત સંઘના સચિવ હરિ રંજન રાવ, ગુજરાતના રમતગમત વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિની કુમાર અને શહેરી વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી એમ. થેન્નારસન સહિતના રમતગમત પ્રતિનિધિમંડળે સ્વિત્ઝર્લેન્ડના લૌઝેન શહેરમાં વિશ્વ કક્ષાના રમતગમત પ્રતિનિધિમંડળો સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો કરી.
વધુમાં, હર્ષ સંઘવીની આગેવાનીના પ્રતિનિધિમંડળે FIVB પ્રમુખ (આંતરરાષ્ટ્રીય વોલીબોલ ફેડરેશન) અને તેમની ટીમ સાથે વિવિધ ટુર્નામેન્ટ્સનું આયોજન અને વોલીબોલ રમતના વિકાસ માટેની તકો અંગે ચર્ચા કરતા ફળદાયી બેઠક કરી.
આ પણ વાંચોઃ વિશ્વ સંસ્કૃત સંમેલન : નેપાળમાં અક્ષરપુરુષોત્તમ દર્શન પર વિશિષ્ટ સત્ર
મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકો ભારત અને ગુજરાતને આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોના કેન્દ્ર તરીકે પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક રમતગમત સંગઠનો સાથે ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વનું પગલું બની રહેશે.