આવતીકાલથી ST બસોના ભાડામાં 10 ટકાનો વધારો થશે, ટિકિટદરમાં વધશે 1થી 4 રુપિયા
- તા.01/08/2023ના રોજ 25% ભાડા વધારાનો અમલ કરવામાં આવ્યો હતો
- 48 કિમી સુધીની મુસાફરીમાં 1થી 4 રુપિયા વધુ ચૂકવવા પડશે
- તા. 29-03-2025થી ટિકિટદરમાં 10 ટકા જેટલો વધારો કરશે
ST BUS Fare Hike: આજ રાત્રે 12.00 કલાક બાદથી એટલે કે તા. 29-03-2025થી GSRTCની બસોના ભાડામાં 10 ટકા જેટલો વધારો થશે. આ વધારો વિવિધ દરની ટિકિટો પર રૂપિયા 1થી 4 સુધીનો વધશે. ખાસ કરીને લોકલ સર્વિસમાં મુસાફરી કરતા અંદાજિત 10 લાખ મુસાફરોને 48 કિમી સુધીની મુસાફરીમાં 1થી 4 રુપિયા વધુ ચૂકવવા પડશે.
તબક્કાવાર ભાડા વધારો
વર્ષ-2014 બાદ 2023માં 68% જેટલો ભાડા વધારો કરવાનો થતો હતો, પરંતુ મુસાફરોને એકી સાથે ભારણ ન પડે તે ધ્યાને લઈ નિગમ દ્વારા તબ્બકાવાર ભાડા વધારાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અનુસાર તા.01/08/2023ના રોજ 25% ભાડા વધારાનો અમલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Vikram Thakor : જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોર હવે રાજકારણમાં કરશે એન્ટ્રી!
મુસાફરોની પરિવહન સવલત માટે સતત પ્રયત્નશીલ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દૈનિક 8000 થી વધુ બસો થકી 32 લાખથી વધુ કી.મી.નું અંતર કાપી 27 લાખ મુસાફરોને અસરકારક જાહેર પરિવહનની સુવિધાઓ પુરી પાડે છે. નિગમ મુસાફરોની પરિવહન સવલત માટે સતત પ્રયત્નશીલ અને સ્વનિર્ભર બનવા ચિંતિત છે. સાથોસાથ નિગમ વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, પત્રકારો, રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષકો, ઈન્ટરવ્યું આપવા જતા નોકરિયાતો, કેન્સર/થેલેસેમિયા/સિકલસેલના દર્દીઓ, રાજ્ય કક્ષાએ રમતગમતમાં ભાગ લેતા વિદ્યાર્થીઓ, તેમજ દૈનિક અવર-જવર કરતા નોકરિયાત/ધંધાર્થી વર્ગને સહાયના ધોરણો મુજબ રાહત દરે અથવા વિના મુલ્યે સુવિધાઓ આપવામાં આવે છે. રાજ્યમાં પુર, વાવાઝોડું, આગ, પેન્ડેમિક વિગેરે જેવી આકસ્મિક પરિસ્થિતિઓમાં પણ નિગમ રાજ્યના નાગરિકોને સતત સેવા પુરી પાડે છે.
છેલ્લા 1 વર્ષમાં 14 બસ સ્ટેશનો અને ડેપોનું લોકાર્પણ
છેલ્લા 1 વર્ષમાં 14 બસ સ્ટેશનો અને ડેપોનું લોકાર્પણ કરવામાં આવેલ છે. આ સુવિધાને દૈનિક 1 લાખ લોકો લાભ લઈ રહ્યા છે. નિગમ દ્વારા વધુ અને સારી પરિવહન સેવાઓ પુરી પાડવા માટે અંદાજે 7000 જેટલા ડ્રાઈવર, કંડકટર અને મિકેનીકોની ભરતી પ્રક્રિયા હાલમાં પ્રગતી હેઠળ છે.
આ પણ વાંચોઃ આસારામને મળ્યા મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન, 3જા જજના મતથી લેવાયો નિર્ણય