ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

તરલ ભટ્ટ તોડકાંડ મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

તરલ ભટ્ટ તોડકાંડ મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) નું નિવેદન સામે આવ્યું છે. જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે તરાલ ભટ્ટ તોડકાંડ મામલે જે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે અને જે...
09:06 PM Feb 04, 2024 IST | Maitri makwana
તરલ ભટ્ટ તોડકાંડ મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) નું નિવેદન સામે આવ્યું છે. જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે તરાલ ભટ્ટ તોડકાંડ મામલે જે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે અને જે...

તરલ ભટ્ટ તોડકાંડ મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) નું નિવેદન સામે આવ્યું છે. જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે તરાલ ભટ્ટ તોડકાંડ મામલે જે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે અને જે કોઈ માહિતી મેળવવામાં આવી છે તેમાં ગુજરાટ સરકાર દ્વારા પ્રો-એક્ટિવલી ભરવામાં આવ્યા છે.

ત્યારે તરલ ભટ્ટ તોડકાંડ અંગે સંપૂર્ણ વિગત વિભાગ દ્વારા રેગ્યુલર બેઝ પર આપવામાં આવી રહી છે. અને ફરી આ અંગેની માહિતી આવતીકાલે ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા આપવામાં આવશે તેમ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ગુજરાત પોલીસ બેડામાં છેલ્લાં કેટલાંક સમયથી જુનાગઢ જુદાજુદા કાંડને લઈને ચર્ચામાં છે. આ તમામ કાંડને ભૂલાવી દે તેવા મહાકાંડને જુનાગઢ પોલીસે (Junagadh Police) અંજામ આપ્યો છે. Gujarat Police ના ચોપડે ચઢેલા મહા તોડકાંડમાં જુનાગઢ પોલીસે ઈતિહાસ સર્જ્યો છે. એથી વિશેષ આ તોડકાંડના મુખ્ય કાવતરાખોર પીઆઈ તરલ ભટ્ટ (PI Taral Bhatt) ને બચાવવામાં કોને રસ હતો તેની ચર્ચાએ વેગ પકડ્યો છે.

26 જાન્યુઆરી ગણતંત્ર દિવસે તોડબાજ પોલીસ અધિકારીઓ સામે નોંધાયેલી ફરિયાદ બાદ જુનાગઢ રેન્જ DIG નિલેશ જાજડીયાએ કેસની તપાસ પોરબંદર ડીવાયએસપી ઋતુ રાબા (Ritu Raba DySP) ને સોંપવા આદેશ કર્યો હતો. જો કે, ગણતરીના સમયમાં જ મહા તોડકાંડની તપાસ DGP વિકાસ સહાયે ગુજરાત એટીએસ (Gujarat ATS) ને સોંપી દીધી.

આ પણ વાંચો - SURAT : અંત્રોલી ખાતે સરદાર ધામનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો

Tags :
GujaratGujarat FirstHarsh Sanghvimaitri makwanaPI Taral BhattSuratTaral Bhatt
Next Article