ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

National Voters Day : ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

National Voters Day-માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં કરાશે ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી તા.૨૫ જાન્યુઆરીના રોજ ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે “Nothing Like Voting, I Vote For Sure” થીમ પર યોજાશે કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, મતદાર...
05:48 PM Jan 23, 2025 IST | Kanu Jani
National Voters Day-માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં કરાશે ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી તા.૨૫ જાન્યુઆરીના રોજ ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે “Nothing Like Voting, I Vote For Sure” થીમ પર યોજાશે કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, મતદાર...
 
National Voters Day - ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની તા.૨૫ જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે  ઉજવણી કરવામાં આવશે. માનનીય રાજ્યપાલઆચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આયોજીત આ ઉજવણીમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવશે. 
ચૂંટણી તંત્ર દ્વારા મતદાર શપથ ગ્રહણ
મહાનુભાવો દ્વારા ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓને પુરસ્કાર આપવામાં આવશે. સાથે સાથે યુથ વોટર ફેસ્ટિવલ-૨૦૨૪ની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા મતદારોને પણ પુરસ્કૃત કરવામાં આવશે. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે શાંતિપૂર્ણ અને નૈતિક મતદાનના માધ્યમથી લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા મતદાર શપથ ગ્રહણ કરાવવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા સતત ૧૫મા વર્ષે થનાર રાષ્ટ્રીય મતદાતા દિવસ-National Voters Day ની ઉજવણી “Nothing Like Voting, I Vote For Sure” ની થીમ પર કરવામાં આવશે. વિશ્વની સૌથી મોટી લોકશાહીના અમૂલ્યાધિકાર તરીકે પ્રાપ્ત થતા મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય અને દેશના તમામ પાત્ર નાગરિકો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે રાજ્યકક્ષાએ અને જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે.
National Voters Day-રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ભારતના ચૂંટણી પંચના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર  એ.કે. જોતિ, રાજ્ય ચૂંટણી પંચના પૂર્વ ચૂંટણી કમિશનર શ્રી સંજય પ્રસાદ, રાજ્ય ચૂંટણી પંચના કમિશનર  એસ. મુરલીક્રિશ્ન, ડિપાર્ટમેન્ટ ઑફ ગુજરાત સ્ટેટ ટેક્ષના સ્પેશ્યલ કમિશનર શ્રીમતી પી. ભારતી, ગાંધીનગર જિલ્લા કલેક્ટર એમ. કે. દવે તથા રાજ્યના ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દરેક જિલ્લા અને તાલુકા મથકોએથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ તથા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. 
રાજ્યના તમામ નાગરિકો રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સવારે ૧૧.૦૦ કલાકથી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in, ફેસબુક પેજ CEO Gujarat તથા યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@CEOGujaratState પર નિહાળી શકશે.
આ પણ વાંચો-Big Breaking : GPSC નાં ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર! ભરતી પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર
Tags :
National Voters Day
Next Article