Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Republic Day : પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે

રાષ્ટ્રના ૭૬માં પ્રજાસત્તાક પર્વ-૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે
republic day   પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે
Advertisement
  • Republic Day-૨૬મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે
  • રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે ધ્વજ વંદન સમારોહ
  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાબરકાંઠા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે

Republic Day-રાષ્ટ્રના ૭૬માં પ્રજાસત્તાક પર્વ-૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે થશે. તા.૨૬મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરશ્રીઓના અધ્યક્ષ સ્થાને વિવિધ જિલ્લા મથકોએ પણ ધ્વજ વંદન સમારોહ યોજાશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે:

Advertisement

કેબિનેટ મંત્રીશ્રીઓ
1. શ્રી કનુભાઈ દેસાઈ - વલસાડ
2. શ્રી ઋષિકેશ પટેલ - બનાસકાંઠા
3. શ્રી રાઘવજીભાઈ પટેલ - રાજકોટ
4. શ્રી બળવંતસિંહ રાજપૂત - મહેસાણા
5. શ્રી કુંવરજીભાઈ બાવળિયા - બોટાદ
6. શ્રી મુળુભાઈ બેરા - જામનગર
7. ડૉ. કુબેરભાઈ ડીંડોર - ભાવનગર
8. શ્રીમતી ભાનુબેન બાબરિયા - અમદાવાદ

Advertisement

રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ
9. શ્રી હર્ષ સંઘવી - ગાંધીનગર
10. શ્રી જગદીશ વિશ્વકર્મા - ખેડા
11. શ્રી પરશોત્તમભાઈ સોલંકી - ગીર સોમનાથ
12. શ્રી બચુભાઈ ખાબડ - દાહોદ
13. શ્રી મુકેશભાઈ પટેલ - નવસારી
14. શ્રી પ્રફુલ પાનશેરીયા - સુરત
15. શ્રી ભીખુસિંહજી પરમાર - છોટા ઉદેપુર
16. શ્રી કુંવરજીભાઈ હળપતિ - ભરૂચ

આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરશ્રીના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.

આ પણ વાંચો- Economic Development : ઇક્વિટી ઇન્ફ્લોમાં ગુજરાતની હરણફાળ

Tags :
Advertisement

.

×